ગાંધી વિચારના મૃત્યુને ત્રણ વર્ષ.

દક્ષિણ આફ્રિકા.વિશ્વમાં આજેય કેટલીક બાબતો માટે ચર્ચાનું કેન્દ્ર.અહીં એક નાનું ગામ.ગામનું નામ ગેડલા હેનરી.’આ ગામના પ્રધાનનું નામ રોહિલ્હાલા.તેમણે ત્રણ વખત લગ્ન કર્યું.તેમની ત્રીજી પત્નીનું બાળક નેલ્સન. ૧૮ જુલાઈ ૧૯૧૮નો આ સમય.આફ્રિકામાં રંગભેદની સમસ્યાઓ સાથે લોકો જીવી રહ્યાં હતાં .ગોરા અને કાળાનો અહીં ભેદ મોટા પ્રમાણમાં હતો.કાળા રંગની વ્યક્તિ જાણે પશું સમાન હતી.દરેક જગ્યાએ કાળા લોકોને અન્યાય અને શોષણનો સામનો કરવો પડતો.વ્યક્તિના રંગને આધારે અહીં કાયદા બનાવવામાં આવ્યાં હતા.
નેલ્સનની માતા મેથડિસ્ટ હોઈ નેલ્સનનું પ્રાથમિક શિક્ષણ મેથડિસ્ટ મિશન આધારિત મેળવ્યું.પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તે પહેલાં નેલ્સનના પિતાનું અવસાન થયું.ઘરની બધી જ જવાબદારી નેલ્સનની માતાને મથે આવી.પ્રાથમિક શિક્ષણ એ જીવનનું મહત્વનું શિક્ષણ છે.અહીં વ્યક્તિના જીવનનું ઘડતર થાય છે.શાળામાં રંગભેદ આધારી નીતિ અને ગરીબી વચ્ચે પ્રાથમિક શિક્ષણ ચાલતું હતું.શાળામાં ગોરા બાળકોને જ પોતાના કૌશલ્યોનો વિકાસ કરવાની તક મળતી.અહીં ભણતા કાળો રંગ ધરાવતા બાળકો કોઈ જ સ્પર્ધામાં ભાગ લઇ શકાતા ન હતા.આ કારણે નેલ્સન ને પણ અન્યાય થતો.અહીં શિક્ષણ જ એવું અપાતું કે કાળો રંગ ધરાવનાર જાણે વ્યક્તી નથી.તેને જાણે કોઈ જ અધિકાર નથી.અનેક રીતે અને અનેક બાજુએ આ છોકરો પણ અન્યાયનો ભોગ બનતો.
નેલ્સને પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યું.વધુ અભ્યાસ માટે તે ‘હેલ્ડટાઉન’ કોલેજમાં લીધું.આ કૉલેજ માત્ર કાળા રંગના વિદ્યાર્થીઓ માટે જ હતી.અહીં અભ્યાસ કરતાં કરતાં નેલ્સન ‘ઓલોવર ટોમ્બો’સાથે મુલાકાત થઇ.આ વર્ષ ૧૯૪૦નો સમય હતો.અહીં નેલ્સનના વિચારો પાકા થયા.તેનું યોગ્ય માળખું તૈયાર થયું.વિચારો અને આયોજનનું ઘડતર આ સમયે થયું. ‘હેલ્ડટાઉન’ કોલેજના સંચાલકો સરકારની સહાયથી આ કૉલેજ ચલાવતા હતા.આમ પણ સરકારને આ કાળા રંગના લોકો ભણે તેમાં રસ ન હતો.સરકાર તરફથી આ વાતનું ધ્યાન કોલેજના સંચાલકોને દોર્યું.આ કોલેજે નેલ્સન અને તેમના સાથી ‘ઓલોવર ટોમ્બો’ને પ્રવેશવાની મનાઈ કરવામાં આવી.અનેક ચળવળો અને તેના યોગ્ય આયોજનને લીધે હવે આફ્રિકાની ક્રાંતિની જાણે શરૂઆત થઇ હતી.
નેલ્સનની એક ઓળખ એટલે આઝાદી એવું લોકો માનતા હતા.આ સમયે નેલ્સન એક મહિલાના પરિચયમાં આવ્યાં.આ મહિલા વોલ્ટર સીસુલની નાની બહેન હતી.સીસુલને લીધે જ તેઓ એક બીજાના પરિચયમાં આવ્યાં હતા.આ પરિચય અંતે પ્રેમમાં પલટાયો અને બંનેના લગ્ન થયા.
એક તરફ નેલ્સન પોતાના અધિકારો માટે લોકો સાથે ચર્ચા કરતાં. ગાંધીજી ની માફક જ તેઓ લોકો સાથે સંવાદ કરતાં અને લોકોને જાગૃત કરતાં.તેઓ અનેક પત્રો લખતાં અને સમાચાર માધ્યમોમાં પોતાના વિચારો વ્યક્ત કરતા.આખા આફ્રિકામાં લોકો નેલ્સન મન્ડેલાને પોતાના નેતા તરીકે જોતાં હતા.એક નોખી ઓળખ ઊભી કરવામાં નેલ્સન સફળ થયા હતા.આ સમયે પરિવારના સભ્યોને તેમની ચિંતા થવા લાગી. ‘ઘરની જવાબદારી વધશે એટલે થોડું સમજાશે’બસ આવો વિચાર કરી નેલ્સનું લગ્ન કરવાનું વિચારવામાં આવ્યું.આ તરફ દેશના લોકો સાથે અને લોકો માટે જીવવાનું જાણે ચાલુ રાખ્યું હતું.અરે!કહો કે વધી ગયું હતું.આ કારણે નેલ્સન ઘરમાંથી ભાગી ગયા.
અહીંથી તેઓ જોહાનિસબર્ગ આવ્યાં.અહીં તેમણે તેમના કામની શરૂઆત કરી. પ્રારંભમાં જ તેમને બે સાથી મળ્યા.બંને સાથી અનોખા અને અદભૂત.વોલ્ટર આલ્બરટાઈન અને વોલ્ટર સીસુલ.આ ત્રણેયે ભેગાં થઇ અનોખું કામ કર્યું.તેમણે જાણે રંગભેદની નીતિ સામે લડવાનું પાકું કરી લીધું.આ માટે મોતને પણ વહાલું કરવા તેઓ તૈયાર હતા.હવે તો આ ત્રણ વિચારકો એક સાથે કામ કરતાં હતા. ૧૯૪૪ના સમયની આ વાત છે.નેલ્સન ધ્વારા ‘આફ્રિકન નેશનલ કોંગ્રેસ યુથ લીગ’ની સ્થાપના કરી.સ્થાપક સભ્ય તરીકે તેઓ સક્રિય રહ્યાં અને ૧૯૪૭માં તે યુથ લીગના પ્રમુખ તરીકે પસંદ થયા.અહીં યાદ કરીએ કે આ એ જ વર્ષ છે.આપણા દેશની આજદીનું આ વર્ષ છે.ગાંધીજી ધ્વારા અહિંસક રીતે પ્રાપ્ત આ વિજયનું વર્ષ છે. દુનિયામાં શાશન કરનાર ગોરા અંગ્રેજો અહિંસક રીતે હારી શકે તો...!બસ આ વિચારને લીધે નેલ્સન ગાંધીના વિચારોથી વધારે નજીક આવ્યાં.વધુ પ્રભાવિત થયા અને તે જ રીતે આફ્રિકામાં લોકો સાથે ક્રાંતિ લાવવા માટે તૈયાર થયા.
હવે તે આફ્રિકાના નેતા હતા. આફ્રિકાના આ નેતાએ લોકોના અધિકારો જાળવી રાખવાના હતાં.કાળા લોકોને અધિકાર અપાવવાના હતા.નેલ્સનને લોકો એક કદાવર નેતા તરીકે ઓળખાતા થયા હતા.તેમની માંગણીઓ વિશ્વ જાણતું હતું.આખી દુનિયામાં નેલ્સન મંડેલાની નાની મોટી વાતોને જોવામાં સાંભળવામાં આવતી હતી.આફ્રિકન સરકાર ચિંતામાં હતી.તેમની ચિંતા વધતી હતી.કોઈ પણ રીતે નેલ્સન ને જેલ થાય તે જરૂરી હતું.તેમની ક્રાંતિને અટકાવવા માટે નેલ્સનને જેલમાં પુરાવા જરૂરી હતા.બસ,એવું જ થયું.નેલ્સન ને જેલમાં પૂરી દેવામાં આવ્યાં.
પોતાના જીવનના સત્તાવીશ વર્ષ નેલ્સન મન્ડેલા જેલમાં રહ્યાં.કેટલાંક રાજકીય વિવેચકો ચર્ચા કરે છે.આજે કેટલાંક કહે છે કે આજીવન અહિંસાને સમર્પિત નેલ્સન અંતે હિંસક ક્રાંતિને પણ સહયોગ કરતાં હતા.કેટલાંક કહે છે કે દેશને આઝાદ કરવા ગાંધીજી અહિંસક હતા.ભગતસિંહ હિંસક ક્રાંતિના સમર્થક હતા.બસ આવું જ આફ્રિકામાં નેલ્સન મન્ડેલા સાથે થયું હોય.હશે વિવેચકો તો ગમે તે કહે.હાં,નેલ્સન જેલમાં હતા.તેમની  જેલ યાત્રા લાંબી હતી.જેલમાં રહીને પણ મન્ડેલા લોકો સાથે સંપર્કમાં રહ્યાં.જીવંત અને અસરકારક સંપર્કે ક્રાંતિનું પરિણામ આપ્યું.૧૯૯૪ની રાષ્ટ્રપ્રમુખની ચુંટણીમાં નેલ્સન મન્ડેલાનો વિજય થયો.આફ્રિકામાં અશ્વેત સરકારનું નિર્માણ થયું.નેલ્સન મન્ડેલા આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા.નેલ્સંની આખા વિશ્વમાં અનોખી ઓળખ બની.વિશ્વમાં તે ‘આફ્રિકાના ગાંધી’ તરીકે ઓળખાયા.વિશ્વ શાંતિ માટેનું નોબલ ૧૯૯૩મા અને આપણા દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’થી નવાજવામાં આવ્યાં.આજથી બે વર્ષ પહેલાં ૫મી ડીસેમ્બર ૨૦૧૩ના રોજ તેમનું અવસાન થયું.ગાંધી વિચારને જીવનમાં ઉતારનાર અને જાહેર જીવનમાં અમલી બનાવનાર નેલ્સન મન્ડેલાની આ ત્રીજી પુણ્યતિથી એ હાર્દિક અને ભાવભરી શ્રધાંજલિ.

                           

Comments

mr.ashokmp said…
good info bhaveshbhai
Unknown said…
RIP NELSON MANDELA

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી