વિશ્વ યોગ દિવસ:


આજે વિશ્વ યોગ દિવસ.ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી.ભારતને વિશ્વમાં એક સાથે,અરે!એક જ વાતમાં જાણે જોડી લીધી.આવી જ એક વાત એક નરેન્દ્ર એ હિંદુ ધર્મ વિશે ધર્મ પરિષદમાં કરી હતી.આવી જ વૈશ્વિક સફળતા ૨૧ જૂન માટે માળી કહેવાય.
આમ તો નેશનલ ડે....અને વિશ્વ દિવસ તરીકે કેટલાક ખાસ દિવસો ને આપણે ઉજવીએ છીએ.આ દિવસો પસંદ કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.જયારે આ દિવસની ઉજવણી યુનો ના માધ્યમથી થતી હોય ત્યારે તેની ગંભીરતા અને નિષ્પક્ષતા જળવાય તે જરૂરી છે.શ્રી નરેન્દ્ મોદીજી ની વાત ને વિશ્વે સ્વીકારી અને ૨૧ જૂન ‘વિશ્વ યોગ દિવસ’તરીકે ઉજવવાનું નક્કી થયું.વિશ્વમાં પ્રથમ વખત આવા યોગ દિવસની ઉજવણી થવાની હતી.
નાનાં મોટા શહેરો અને ગામડાં પણ આ આયોજન કરતાં હતાં.આવું જ એક આયોજન ડીસા પાસે કાંટ ખાતે હતું.ડીસાના પૂર્વ ધારાસભ્ય અને નિગમના ચેરમેન સ્વ.શ્રી ગોરધાનાજી માળીના નામ સાથે સંકળાયેલ એક સંકુલમાં આયોજન હતું.ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી,ગુજરાત પ્રદેશ યુવા ભાજપાના મંત્રી અને ‘બેટી બચાવો બેટી પઢાવો’પ્રકલ્પના રાષ્ટ્રીય સમિતિના સભ્ય શ્રી પ્રવીણભાઈ જી.માળી એ આ કાર્યક્રમને યોગ્ય રીતે મઠારવા મને કામે લગાડ્યો.કદાચ ડીસા તાલુકાનો જ નહિ આખા જિલ્લામાં ગામડામાં ઉજવાયેલ ‘આંતર રાષ્ટ્રીય યોગ દિવસ’મા સૌથી પ્રભાવક રહ્યો હશે.
આ શાળા પરિવારના વડા અને આચાર્યા બેન અને સમગ્ર પરિવારે ખાસ જહેમત ઉઠાવી. શ્રેષ્ઠ શિક્ષકનો  રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી ચંદુભાઈ મોદી ‘એટીડી’ ધ્વારા એક અનોખું પ્રદર્શન રજૂ થયું હતું.વિશ્વ યોગ દિવસે બેટી બચાવો,બેટી પઢાવો અને વ્યસનમુક્તિનું આ અનોખું પ્રદર્શન ખાસ નોધનીય હતું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી