બાલ કવિ સંમેલનમાં મુખ્ય મંત્રી....
અરે! હા...સાચી વાત છે.છોકરાં કઈ ખોટું નથી બોલતાં.૨૯ જૂન ૨૦૧૫ ના દિવસે ગુજરાતના બાલ કવિઓ સાથે મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ઉપસ્થિત હતાં. |
સાથે ગોર નું ગાડું.ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા.રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી
નાનુભાઈ વાનાણી અને શ્રીમતી વસુબેન ત્રિવેદી ખાસ હાજર રહ્યાં હતાં.માનનીય સચિવ શ્રી ગુલાંટી અને પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલ વિવિધ
કચેરીઓના અધિકારીઓ અહીં હજાર હતાં. શ્રી અંકિત ત્રિવેદી
ધ્વારા મુખ્ય મંત્રીશ્રી અને અન્યની હાજરીમાં ભારતના આ પહેલાં બાલ કવિ સંમેલનનું
સંચાલન કર્યું.વિજેતા સર્જકોને મુખ્ય મંત્રી શ્રીમતી
આનંદીબેન પટેલના હસ્તે ઇનામ આપવામાં આવ્યાં.બાલ સર્જકોને
પ્રોત્સાહિત કરતી વખતે મુખ્ય મંત્રી શ્રીમતી આનાદીબેન પટેલે આ કાર્યક્રમને જોન
કક્ષાએથી શરું કરી રાજ્ય કક્ષા સુધી ફેલાવવાની વાત કરી હતી.
Comments