ભરૂચની મુલાકાત:

ભરૂચ જીલ્લાની કેટલીક શાળાઓમાં શિક્ષક તાલીમ અંગે જવાનું થયું.અહીં શ્રી પ્રજાપતિ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવે છે.તે ભારતીય વિચારથી પ્રેરાયા છે.તેમણે ખાદીનો ઝભ્ભો,ધોતી અને માથે ટોપી પહેરે છે.
 
એક દિવસ છાપામાં આવ્યું.એક કેનેડિયન મહિલાએ ભારતીય ઈજનેર સાથે લગ્ન કર્યા.તેણે વિદ્યાર્થી જીવન દરમિયાન ક્યાંક ભારતીય સંસ્કૃતિ વિશે જાણ્યું હશે.જેટલું આપણે ઈજીપ્ત કે અન્ય સંસ્કૃતિ વિશે જાણીએ છીએ.બસ!તેણે ભારતમાં ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા.ભારતીય પહેરવેશ અપનાવ્યો.

આજે પણ આ મહિલા સાડી પહેરે છે.બસ!આવા અહેવાલથી પ્રેરાઈ ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૫ થી તેમણે આ વેશ કાયમી પહેરવેશ તરીકે અપનાવ્યો છે.તેમણે મળ્યા.શાળાઓની જિલ્લામાં ચાલતી તાલીમની મુલાકાત લીધી.એ વિશે કશુંક ક્યારેક.અત્યારે ગાંધીવાદી વિચારને એકદમ વરેલા શ્રી પ્રજાપતિને માણીએ અને પેલી કેનેડિયન મહિલાનો આભાર માનીએ.

Comments

vah bhaveshbhai .....aapna madhyam thi parjapatisir na vicharo janva malya

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી