કોણ બણવાનએક દિવસની વાત છે.ઠંડો ઠંડો પવન વાતો હતો.સૂરજ પણ આથમાંવામાં હતો.આ સમયે સૂરજ અને પવન એક બીજા સાથે વાત કરતાં હતા.વાત વાતમાં તે ચડસાચડસીમાં આવી ગયા. પવન કહે, ‘સૂરજ, તારા કરતાં હું બળવાન.આ સાંભળી સૂરજ કહે: ‘તું બળવાન? અરે!મારી સામે તારું કશું જ ન ચાલે. મારી આગળ તારી કશી વિસાત નહિ.સમાજ પડી?’આ વાત સાંભળી પવન પણ કહે: ‘અરે!તારું શું ?મારા કરતાં તારી તાકાત ઓછી,હું ધારું તે જ થાય.’
સૂરજ કહે: ના ના, તારા કરતાં હું ખૂબ બળવાન.આમ જ બંને વાત કરતાં હતા.વિવાદ કરતાં હતા.તે એક બીજા સાથે તે વિવાદ કરતાં હતા.તેમનો વિવાદ ચાલુ હતો.આ જ વખતે તેમણે એક માણસને ચાલતો જોયો.તે ખેતરમાંથી ચાલતો હતો. આ  મુસાફરને સૂરજ અને પવને જોયો.બંનેએ એક સાથે આ મુસાફરને જોયો.આ મુસાફરે શાલ ઓઢી રાખી હતી.આ મુસાફરે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી.
સૂરજ પવનને કહે:જો પેલો મુસાફર જાય છે.તેણે શાલ લપેટી છે.જે આ મુસાફરની શાલ ઉતરાવે તે બળવાન.’આટલું બોલી પવને સૂરજ સામે જોયું.પવન સૂરજ સામે જોઈને કહે: ‘ બોલ છે કબૂલ?’સૂરજ પણ આ માટે તૈયાર હતો.
એક બીજાની વાત શરત માની,સૂરજ પવન ને કહે: ‘જા,પહેલી તક તને આપું છું.’સૂરજ ને જાણે એમ જ હતું કે આ શરત પવન જીતશે જ નહિ.આવું વિચારી તેણે પવનને પહેલી તક આપી.
પોતાને પહેલી તક મળેલી જોઈ પવન હરખાઈ ગયો.તે કહે: ‘અરે, હમણાં જ આ મુસાફરની  શાલ ઉડાડી દઉં છું.’આમ બોલી પવન સીધો જ મુસાફર પાસે પહોંચી ગયો.
પવન મુસાફરની પાસે ગયો.અહીં જઈ તે જોરજોરથી ફૂંકાતો હતો.પવન જેટલા જોરથી ફૂંકાતો હતો,મુસાફર એટલા જ જોરથી શાલ પકડી રાખતો હતો.આવું લાંબો સમય થયું.પવનનો વારો પૂરો થયો.પવન થકી ગયો.મુસાફરના શરીર ઉપરથી શાલ ન ખસી.
હવે સૂરજનો વારો હતો. સૂરજે હળવેથી ધરતી સામે જોયું.સૂરજે થોડી ગરમી વધારી.સૂરજ ને ગરમી વધારવા માટે કશું જ કરવાનું ન હતું.તેણે ધોરે ધીરે ગરમી વધારવાની શરૂઆત કરું હતી.મુસાફરને જરાક ગરમી લાગી.ગરમી લાગવાથી તરત જ શાલની પકડ ઢીલી કરી નાંખી.સૂરજની ગરમી વધતી ગઈ. મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. મુસાફરે શાલ ઉતારીને હાથમાં લઈ લીઘી. પવને માની લીધું કે સૂરજ બળવાન છે. 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી