રાજા અને કાગડો...


એક હતો કાગડો.કાગડો મોજીલો.કાગડો આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે. એક વાર કોઈ કારણસર રાજા કાગડા પર કોપાયમાન થઈ ગયો. રાજાએ તો પોતાના માણસોને બોલાવી સૂચના ; ‘ જાઓ; આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારામાં ફેંકી આવો.રાજાના માણસોએ કાગડાને રાજાજીના હુકમ મુજબ ગારામાં ફેંકી દીધો. કાગડો તો ગારામાં પણ આનંદથી ગીત ગાતો હતો.

લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ... લપસણું કરતાં શીખીએ છીએ.’

રાજા અને તેના માણસો નવાઈ લાગી.આ કાગડો તો કેવો છે ? ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે ?
રાજા તો લાલપીળો થઇ ગયો.રાજાએ બીજી સૂચના આપી.જાઓ; નાખો આ કાગડાને કૂવામાં. ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય.

માણસોએ કાગડાને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા :

‘ કૂવામાં તરતાં શીખીએ છીએ ભાઈ... કૂવામાં તરતાં શીખીએ છીએ.’

રાજા કહે : હવે તો આ કાગડાને આથી વધારે કડક સજા કરવી જોઈએ.
પછી તેણે તો કાગડાને કાંટાથી ભરેલાં એક પીંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદી સૂરમાં ગાવાનું શરૂ કર્યું :

‘ કૂંણા કાન વીંધાવીએ છીએ ભાઈ... કૂંણા કાન વીંધાવીએ છીએ’

રાજા કહે : આ કાગડો તો ભાઈ ભારે જબરો છે ! ગમે તે દુઃખમાં એને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો જોઈએ, એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ એટલે એ કદાચ દુઃખી થઈ જશે.


પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પાંજરે પૂરી મૂકાવ્યા. કાગડાભાઈને તો તે પણ સવળું પડ્યું. ખુશ થઈને ગાવાનું શરું કરી દીધું.

‘ કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ... કોયલના ટહુકા સાંભળીએ છીએ.’

પછી તો રાજાએ તેને ખીર ખવડાવી જોઈ. કાગડો તો ગાય કે

‘મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ... મીઠી ખીર ખાઈએ છીએ’

રાજાજીએ કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી જોઈ પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ સૂચના આપી : આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ, તેને છાપરા પર ફેંકી દો.છાપરાં પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે :

‘હવે અમે આઝાદ છીએ ભાઈ.... હવે અમે આઝાદ છીએ.’

આટલું ગાઈ કાગડો તો આનંદ કરતો કરતો ઊડીને પોતાના માળામાં ગયો.૨.કાગડાનું અભિમાન...


એક કાગડો.તેનું નામ કલવો.આખો દિવસ ફરે.આખા ગામમાં ફરે. ગામમાંથી   ખાવાનું લઈ આવે. ગમેતેના ઘરમાં જાય.લાગ મળે એટલે જે મળે તે લઇને કાગળો પાછો આવી જાય.ખાવાનું લઈને તે નદીએ જાય.નદીને કિનારે એક ઝાડ.અહીં ડાળ ઉપર બેસીને કલવો ખાય.કોઈના ઘરેથી લાવેલું ખાવાનું ડાળ ઉપર બેસી ખાય.

નદીમાં એક બગલો રહે.કલવો રોજ તેને જુએ.તે બગલાને માછલાં પકડતાં જુએ. કાગડો બેઠો હોય.બગલો તેને પણ જુએ.આમ બંને થોડા દિવસોમાં ભાઈબંધ થઇ ગયા.બગલો નદીમાંથી માછલી પકડે.કેટલીક વખત કલવાને માછલી આપે. કલવો નાની નાની માછલી ખાય.કલબો રાજી થાય.આ જોઈ બગલો હરખાય.


 
 
બગલો દરરોજ ઊંચે ઊડે. ઉડતાં ઉડતાં તે                                        પાણીમાં જુએ. ઉડતાં ઉડતાં તે સરરર કરતો નીચે આવે.પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખે.માછલું પકડી પાડે. બગલો આવું કરે.કલવો આ જુએ.બગલાને તો  મોટી પાંખ.
લાંબી ચાંચ અને જોર ઘણું.બગલો આ કામ કરે.એકદમ આવી માછલું પકડે.બગલાને આ કામ કરવામાં સરળતા રહે.

એક દિવસની વાત છે.કાગડો બેઠો હતો.બગલો ઉડતો હતો.એકદમ નીચે આવી માછલાં પકડતો હતો.કાગડો આ બધું જોતો હતો.કાગડો વિચારતો હતો. હું  બગલાની જેમ માછલાં પકડું.આમ કરવાથી મારે આખા ગામમાં ફરવાનું બંધ થઇ જાય. ગામમાં ભટકીને ખાવાનું શોધવું ન પડે. નદીને કિનારે શાંતિથી રહી શકું.મારે માછલી ખાવામાં અને બગલાની ગરજ મટે.
આવું વિચારી કાગડો ઉડવાની તૈયારી કરવા લાગી ગયો.તે ઉડતો ઉડતો આકાશમાં ગયો.તેણે આકાશમાંથી પાણીમાં નજર કરી.નીચે છીછરું પાણી હતું.પાણી છીછરું હોઈ તેમાં કાદવ થઇ ગયો હતો. અહીં પાણીમાં થોડા માછલાં દેખાયાં.કલવા એ આ જોયું. તેણે ઉડતાં ઉડતાં પગ ઉંચા કરી લીધા.હતું એટલું જોર ભેગું કરી  લીધું.

છીછરા પાણીમાં પડતાં વેંત કલવાની ચાંચ ફસાઈ ગઈ.કાગળાની ચાંચ કાદવમાં ફસાઈ ગઈ.કલવાની આંખ અને મોઢામાં કાદવ પેસી ગયો.અરે આખો કલવો કાદવમાં ફસાઈ ગયો.તેની પૂંછડી કાદવના પાણી બહાર રહી ગઈ.કલવો ઊંધા માથે કાદવમાં ફસાઈ ગયો. કલવો ફસાઈ ગયો.કાગડો ફસાઈ ગયો.કાગડો હવે તરફડતો હતો.બગલો આસપાસ હતો.તે ધીરે ધીરે નદી કિનારે આવી ગયો.તેણે કલવાને ફસાએલો જોયો.કાગડાથી હવે વધારે રહેવાય એમ ન હતું.

બગલાએ આ જોયું,તે કાગડાની નજીક આવી ગયો.કાગડાને પૂંછડીથી પકડી બગલાએ બહાર કાઢી લીધો.કાગડાના જીવમાં જાણે જીવ આવી ગયો.કાગડો બચી ગયો.કલવો કાગડો શરમાઈ ગયો.


બગલો પણ મનોમન હસતો હતો.કાગડો બહાર આવી ગયો.બગલો સામે ઊભો હતો.તે હસતો હતો.કાગડો આ જોઈ શરમાઈ ગયો.તેણે સમજાઈ ગયું કે કોઈની સીધી નકલ કરવાથી મારી ફસાઈ પણ જવાય.


3. કાગડો અને શિયાળ...


એક કાગડો.તે જંગલમાં રહે.એક આંખે કાણો.સૌ તેને કાંણો કાગડો કહીને બોલાવે.આખું જંગલ તેણે આ જ નામે ઓળખે.આ કાગડાને ભૂખ લાગે.સૌ ને ભૂખ લાગે.આપણે તો ઘરે ખાઈએ.કોઈના ઘરે ખવાય તેવું હોય તો તેમના ઘરે ખાઈએ.આ કાગડાને એવું કશું જ નહિ.તે ગમે તેના ઘરે જાય.બહાર પડેલું.એથાવાદનું કે ગમે તે લઇ આવે.ઝાડ ઉપર બેઠાં બેઠાં તે ખાય.


એક દિવસની વાત છે.કાગડાને ભૂખ લાગી હતી.બપોરનો સમય હતો. ખોરાકની શોધમાં તે આમતેમ ઉડતો હતો.તે આમતેમ ઉડતો હતો.આ સમયે તેણે જોયું.એક ભરવાડ તેનાં ઘેટાં બકરાં ચરાવતો હતો.ભરવાડનાં ઘેટાં બકરાં ચરતાં હતાં.ભરવાડ
એક ઝાડ નીચે બેઠો હતો.તે અહીં બેસીને તેનું ખાવાનું ખાતો હતો.કાગડાએ આ જોયું.કાગડાને થયું ‘આ ભરવાડ રોજ ઘરેથી જ ખાવાનું લાવતો હશે.મારે શું કામ ગામમાં જવું?આવું મનોમન વિચારી કાગડો ભરવાડની પાસે ગયો. કાગડો તેની પાસે ગયો.ભરવાડ પાસે જઈ તે કાકા....કાકા....કરતો હતો.ભરવાડે આ જોયું.ભરવાડને તેની દયા આવી.તેણે રોટલાનો એક ટૂકડો કાગડા સામે ફેકી દીધો.કાગડાએ આ જોયું.તે રાજી થયો.તેણે ફેંકેલો ટૂકડો લઇ લીધો. ભરવાડે ફેંકેલો ટૂકડો ચાંચમાં લઇ લીધો.અહીંથી તે સીધો ઝાડ પાસે ગયો.ઝાડની એક ડાળ ઉપર જઈ કાગડો બેસી ગયો.કાગડો ડાળ ઉપર બેસી ગયો.અહીં બેસી તે રોટલો ખાવાની તૈયારી કરતો હતો.


કાગડો રોટલો ખાવા જ જતો હતો.તે રોટલો ખાવા જ જતો હતો.એટલામાં એક શિયાળ આવી ગયું.શિયાળને કાગડા પાસેથી રોટલાનો ટૂકડો લઇ લેવો હતો. આમ પણ જંગલમાં રહેનાર જીવોમાં શિયાળ ખૂબ જ હોંશિયાર માનવામાં આવે છે.શિયાળે કાગડાના હાથમાંથી રોટલાનો ટૂકડો લઇ લેવાનું આયોજન વિચારી લીધું હતું.શિયાળ ઝાડની નીચે ઊભો રહી ઉંચે દળ ઉપર જોતો હતો.થોડી વાર જોઈ લીધા પછી કાગડાને કહે, ‘ભાઈ, જરા સમજો તો ખરા.આ ખાવાનો સમય નથી.હાલ ગાવાનો સમય છે.’કાગડાએ શિયાળ સામે જોયું.તે હજુ રોટલો ખાવાની તૈયારી કરતો
હતો.


કાગડો  મનોમન વિચારતો હતો, ‘મારી  પાસે રોટલો તો છે.હવે ભલેને ગાવાનો સમય હોય કે ખાવાનો.આ શિયાળ શું કહે છે તે જોઈ લઉં.’કાગડો મનોમન વિચારતો હતો. કાગડો શિયાળની વાતમાં આવી ગયો.શિયાળની વાત સાંભળી તે મનોમન રાજી થયો.તે ફુલાઈ ગયો.


શિયાળ આ જોઈ રાજી થયું.તે વાતને આગળ વધારતા કહે: ‘આજે મને તમારું ગીત સાંભળવાનું થયું છે. મારી આ વિનંતી  તમે માનો.મારી આપણે એક વિનંતી છે.આપ મને ગીત સંભળાવો..!’


કાગડો વખાણ સાંભળી રાજી થયો.તે વધુ ફુલાયો. તેણે ગીત ગાવા માટે ગાવાની તૈયારી કરી.કાગડાએ સૂર પકડીને ગાવાની શરૂઆત કરી. ‘સા...ગયું  ને મોઢામાંથી પૂરી પડી ગઈ. શિયાળ તો તૈયાર જ બેઠું હતું. તેણે રોટલાનો ટૂકડાને ઝીલી લીધો.સીધો જ તેના મોઢામાં ઝીલી લીધો. રોટલો શિયાળના મોઢામાં આવતાં જ તે
અહીંથી ભાગી ગયું.આ તરફ કાગડો  ‘સા...રે....ગ...’ગાતો હતો.કાગડો તો ગાવામાં મશગુલ હતો.તેની આંખો બંધ હતી.કાગડાએ ‘સા...રે...ગ...મ...’ગાઈને આંખ ખોલીઓ.અહીં  તો શિયાળ ન હતું.કાગડો પણ સમજી ગયું.પણ શું થઇ શકે?

૪.કાબર અને કાગડો


એક ગામમાં એક કાબર રહે. કાબર ને એક ભાઈબંધ.

આ ભાઈબંધ એટલે કાગડો.કાબર ભળી.કાબર ભોળી.કાગડો કાપતી.કાગડો આળસુ.કાગડો નાટક બાજ.કાગડો ઢોંગી.કબર અને કાગડો એક ઝાડ ઉપર રહે.આ ઝાડની આસપાસની જમીન કાબરની.આ જમીનમાં કાગડો પણ ભાગીદાર.આસપાસ નાનાં મોટા અનેક ખેતર.આ ખેતરમાં સૌ ખેતી કરે.


ચોમાસાના દિવસો હતા.આસપાસમાં ખેતર હતાં. વારસદ થયો હોઈ સૌ વાવણીના કામમાં રોકાયાં હતાં.અહીં બધાં ખેતીનું કામ કરે.આસપાસમાં ખેતીનું કામ થતું હતું.કબરે આ જોયું.કબરને પણ તેના ખેતરમાં ખેતી કરવા જવાનું મન થયું.પાસે જ કાગડો બેઠો હતો.કાબર કાગડાને કહે: ‘કાગડાભાઈ,આપણે ખેતરમાં ખેતી કરીએ?’કાગડો કહે: ‘કેમ! આપણે શું જરૂર છે?આપણે આવી મજુરી કરીને શું કામ છે?’કાબર થોડું હસી.હસીને કાગડાને કહે: ‘અરે ! ખેતી કરીએતો દાણા થાય.દાણા  થાય તો આમ રોજ ભટકવું ન પડે.દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે.ઠંડી અને ગરમીમાં કોઈ અગવડ ન પડે.આપણે નિરાંતે ખાઈએ.ખાઈ શકીએ.જીવી શકીએ.’


કાગડો આ સાંભળતો હતો.તેણે કાબર સામે જોયું.ધીરેથી મોઢું ખોલી બગાસું ખાતા ખાતા કહે: ‘અઉ....આઉ....આલો...’કાબર ને કશું સમજાયું નહિ.આ સાંભળી કાબર કહે: ‘હેં...શું કીધું?’ કાગડો પણ એકદમ કડક થઈને કહે: ‘બહુ સારું; ચાલો.’


તેમની પાસે ખેતર ખેડવા કશું હતું નહિ.કાબર કહે; ‘આપણે કોઈ ઓજારની જરૂર નથી.ચાંચ વડે ખેતર ખેડી લઈએ.’કાગડાને તો જાણે પરસેવો થઇ ગયો.તે કશું બોલે તે પહેલાં કાબરે શરૂઆત કરી.કાબરે ચાંચ વડે ખેતર ખેડવાની શરૂઆત કરી.થોડી  વાર  પછી કાગડો પણ આ કામમાં જોડાયો.કાબર અને કાગડો ખેતર ખેડતાં હતાં.


કાબર ધીરે ધીરે ખેતર ખેડાતી  હતી.કાગડાને તો જાણે આજે મોત આવવાનું હતું.તે આમતેમ જોતો હતો.ખેતર ખેડવાના કામમાં કાગડાને મજા આવતી ન હતી.કાગડો આસપાસ જોતો હતો.તેની ચાંચની નીચે એક પથરો હતો.કાગડાએ આ ન જોયું.તેની ચાંચ પથરા ઉપર અથડાઈ.કાગડાની ચાંચ ભાંગી ગઈ. ચાંચ ભાંગી એટલે કાગડાએ કામ બંધ કરી દીધું.કાબર પણ કાગડાની પાસે આવીને બેસી ગઈ.કાગડો સીધો લુહારના ઘરે પહોંચી ગયો.લુહારના ઘરે તે ચાંચ ઘડાવવા ગયો હતો.


જતાં જતાં કાબરને કહેતો ગયો હતો. ‘કાબરબેન! તમે ખેતર ખેડો. હું હમણાં ચાંચ ઘડાવીને પરત ફરીશ.’કાગડો તો બોલીને ગયો હતો.કાબરે તો આખું ખેતર ખેડી લીધું.પણ કાગડો ચાંચ ઘડાવીને પરત થયોજ નહિ.આખું ખેતર ખેડાઈ ગયું.
આ બાજુ કાગડો લુહાર સાથે વાતો કરતો હતો.કાગડાને કામ કરવું ન હતું.તેની દાનત કામ કરવાની ન હતી.આ માટે તે લુહારના ઘરે બેસી વાતો કરતો હતો.આ તરફ કાબર કાગડાની રાહ જોઈ થાકી.એ કાગડાને બોલાવવા ગઈ. કાબર કાગડાને કહે: ‘ કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલો ને ! ખેતર તો ખેડાઈ ગયું. હવે આપણે વાવીએ.

કાગડો કહે:
ઠાગાઠૈયા કરું છું,ચાંચુડી ઘડાવું છું
જાવ, કાબરબાઈ ! આવું છું.’
કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કરી દીધું.
કાબરે  બાજરોની વાવણી કરી.થોડા દિવસમાંતો છોડ ઊગી ગયો.! થોડા દિવસો પસાર થયા.થોડા દિવસ પછી બાજરી ને નીંદવાનો વખત થયો.

કાબર અને કાગડો બંને ભાગીદાર હતા.તેઓનું ખેતર હતું.તેમાંથી જે પાકે તેમાં બંનેનો ભાગ હતો.આ માટે કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. તે કાગડાની પાસે જઈને કહે: ‘કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલો, ચાલો; બાજરી લેવાનો સમય થઇ ગયો છે.બહુ સારી બાજરી થઇ છે.. હવે જલદી નીંદવું જોઈએ.જો આમ નહિ કરીએતો નુકશાન જશે.ઊભા પાકને નુકશાન જશે.આપણું નુકસાન થશે.

કાગડો કહે:
ઠાગાઠૈયા કરું છું,ચાંચુડી ઘડાવું છું
જાવ, કાબરબાઈ ! આવું છું.’

કાગડાની રાહ ન જોઈ.કાબરે મહેનત કરી.ખૂબ મહેનત કરી.તેણે બાજરી કાઢી.બાજરીનાં ડુંડાંમાંથી બાજરો કાઢ્યો.એક બાજુ બાજરાનો એક ઢગલો કરી દીધો.બીજી બાજુ બાજરીના મોટો ઢૂંસાંનો ઢગલો પણ કરી દીધો.બંને ઢગલા સરખા દેખાતા હતા.કાબરે ઢૂંસાંના ઢગલા  ઉપર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો હતો.આ કારણે ઢૂંસાંનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાતો હતો..


આટલું કરી કાબર ફરી લુહારના ઘરે ગઈ.કાગડાને બોલાવવા ગઈ. તે કાગડાને બોલાવવા ગઈ. અને અહીં જઈને કહે : ‘કાગડાભાઈ ! હવે તો ચાલશો ને ? બાજરાના બે ઢગલા તૈયાર છે. તમને ગમે અને પસંદ આવે તેવો ભાગ તમે રાખજો.


કાગડાભાઈ તો મનમાં હરખાતા હતા.તે મનોમન વિચારતા હતા.વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફુલાઈ ગયા.તે કાબરને કહે: ‘ચાલો બહેન ! હું તૈયાર જ છું. હવે મારી ચાંચ ઘડાઈ ગઈ છે.હવે મારી ચાંચ બરાબર થઇ ગઈ છે.


કહેવત છે ને કે જેવી દાનત તેવું ફળ. કાગડાની દાનત ખોટી હતી.કાગડો તેની ખોટી દનાતનું ફળ ચાખવાનો હતો.મનમાં હરકતો હરકતો કાગડો આગળ ચાલતો હતો.કાગળ અને કાબર બંને ઉડતાં ઉડતાં ખેતરમાં આવી ગયા.


કાબર કહે - ભાઈ ! તમને ગમે તે ઢગલો તમારો.. 


કાગડાભાઈ તો મોટો ઢગલો લેવા તૈયાર જ હતા.તે તો મોટા ઢગલા પાસે ઉડતાં ઉડતાં ગયા.કબરે આ ઢગલો એટલે જ મોટો બનાવી દીધો હતો.કાગડાભાઈ તો સીધા ઢૂંસાંવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ તે જેવો બેસવા ગયો કે તેના પગ ઢૂંસાંમાં ખૂંપી ગયા.તેમની આંખ, કાનમાં ને મોઢામાં બધે ઢૂંસાં ભરાઈ ગયાં.


કાગડાભાઈ ને ગભરામણ થતી હતી.કબરે તેમણે બચાવી લીધા.થોડો બજારો આપી કાગડાભાઈ ને ઘરે પહોંચાડી દીધા.વધેલો બજારો લઇ કાબરબાઈ ઘરે  ગયાં.તેમણે ખાધું, પીધું ને મોજ કરી.


૫.ચતુર કાગડો...
એક  હતો કાગડો.એક આંખે કાણો.આખા શરીરે કાળો.આમથી તેમ ઉડે.ખાવાનું શોધે.કોઈના ઘરેથી લઇ જાય.કોઈના હાથમાંથી લઇલે.આખો દિવસ તે આમતેમ ફરે.ઉનાળાના દિવસો હતા.કાગડો સવારથી આમતેમ ઉડતો હતો.તે ઉડતો ઉડતો ખૂબ જ દૂર નીકળી ગયો હતો.તે ખૂબ દૂર નીકળી ગયો હતો.


ગરમીને લીધે તેણે ખૂબ પરસેવો થયો હતો.શરીરમાંથી પરસેવાને લીધે તેના શરીરનું પાણી ઓછું થઇ ગયું હતું.આ કારણે કાગડાને તરસ લાગી હતી.એક તરફ તાપ.બીજી તરફ ગરમી.પાછો પરસેવો.આ કારણે કાગડાને તકલીફ થતી હતી.તેને આ કારણે પાણીનો શોષ પડતો હતો.કાગડાણો જાણે જીવ જતો હતો.કાગડાએ આસપાસ જોયું.અહીં પાણી દેખાતું ન હતું.ન કોઈ નદી.ન તળાવ.ન માટલું કે એવું કશું જેમાં પાણી ભરી શકાય.આસપાસ  પાણી ન હતું.કાગડાને પાણીની જરૂર હતી.
કાગડો પાણીની શોધમાં આમતેમ ઉડતો હતો.તે ઉંચે ઉડી આમતેમ જોતો હતો.પાણી દેખાતું ન હતું. ઘણી શોધ કરવા છતાં પાણી દેખાતું ન હતું.


અચાનક તેની નજર એક કૂંજા ઉપર પડી. કાગડો આ જોઈ ખુબ ખૂશ થયો. કાગડો રાજી થયો.તેના આનંદનો પાર ન હતો.તે ઝડપથી ઉડતો ઉડતો કૂંજા પાસે પહોંચી ગયો.તે મનોમન હરખાતો હતો.તેણે નજીક જઈને કૂંજામાં જોયું.કૂંજામાં પાણીતો હતું પરંતુ ખૂબ જ ઓછું પાણી હતું.અડધો કૂંજો પાણીથી ખાલી હતો.કાગડાએ પાણી સુધી પહોંચવા ડોક લંબાવી.કાગડાની ચાંચ પાણી સુધી પહોંચી નહિ.પાણી પીવા તેણે ઘણી મહેનત કરી. કાગડો ખૂબ મહેનત કરતો હતો.આમ છતાં તે પાણી પી શકે તેમ ન હતો.તે ખૂબ ઊંચો નીચો થયો.પરંતુ તેની બધી જ મહેનત નકામી ગઈ.


કાગડો વિચારતો હતો.તેણે તરસ લાગી હતી.પાણી હતું.આમ છતાં તે પાણી પી શકે તેમ ન હતો.થાકીને કાગડો એક ઝાડની ડાળ ઉપર બેસી ગયો.કાગડાએ ખંતથી કામ લેવાનું વિચારી લીધું.કાગડો વિચારતો હતો.


તે ઝાડની ડાળે બેઠો હતો.આ વખતે શાળાનાં છોકરાં અહીંથી પસાર થતાં હતાં. છોકરાંને જોઈ કાગડાને તેના ભણવાના દિવસો યાદ આવી ગયા.તેની શાળામાં પણ પાણીની ટાંકી હતી.સૌ અહીંથી પાણી પીતાં હતાં.કાગડાને શાળા અને ખાસતો પાણીની ટાંકી યાદ આવી.એકદમ કાગડો રાજી થઇ તે કૂંજા પાસે ગયો.તેણે યાદ આવીગયું કે તેના સાહેબ કહેતા હતા.તેને યાદ આવી ગયું કે ‘પાણીમાં પથરા નાખીએ તો પાણી ઉપર ચઢે.’જેટલા પથરા પાણીમાં નાખીએ તેટલું પાણી ઉપર ચઢે.આ વાત યાદ આવી ગઈ.કાગડાએ આસપાસથી નાના-નાના પથરા વીણી કૂંજામાં નાખવાની શરૂઆત કરી.કાગડો પથરા નાખતો ગયો.પાણી કૂંજામાં ઉપર આવતું ગયું.
આ કામમાં ઘણી જ ધીરજ જોઈએ.મહેનત કરવી પડે.પણ કાગડાએ વિચારી લીધું હતું. ‘તરસે મરવા કરતાં મહેનત કરવી સારી.’ કાગડાની ચાંચ ડૂબે તેટલું પાણી ઉપર આવી ગયું હતું.કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. પેટ ભરીને પાણી પીધું.તે ખૂશ થતો થતો તેના ઘર તરફ ગયો.
(તારીખ:૨૩ મે ૨૦૧૪)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી