સિંહ અને ઉંદર
એક જંગલ.અહીં એક સિંહ રહે. ઉનાળાના દિવસો હતા.ખૂબ જ ગરમી પડતી હતી. આકરો
તાપ હતો.આખા જંગલમાં સૌ અકળાઈ ગયા હતા.સૌની જંગલમાં અકળાઈ ગયા હતા.રાજા સિંહ પણ ગરમીથી
અકળાઈ ગયો હતો. ગરમીથી બચવા સિંહ ઝાડના છાંયે ઊંઘતો હતો.
જંગલનો રાજા અકળાઈ ગયો
હતો.ઝાડ નીચે આરામ કરતો હતો.આ સમયે એક ઉંદર અહીં આવી ગયો. ઉંદરને સિંહ સાથે
રમવાનું મન થયું.સિંહને ઊંઘતો હતો.ઉંદર સિંહના શરીર ઉપર દોડાદોડી કરતો હતો.સિંહના
શરીર ઉપર તે રામર રમતો હતો.દોડધામ કરતો હતો.
ઉંદર સિંહની કેશવાળી પકડી
હિંચકો ખાતો હતો.ઉંદર રમતો હતો.રમતાં રમતાં ઉંદરની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ. આમ
થવાથી સિંહની ઊંઘ ઊડી ગઈ.સિંહ છીંક ખાઈ ને એક દમ ઊભો થઇ ગયો.
સિંહે ઊભો થયો.તેણે આસપાસ
જોયું.સિંહને જાગેલો જોઈ ઉંદર દોડી ગયો.ઉંદર ભાગતો હતો. સિંહે ઉંદરની પૂંછડી દાબી
દીધી.નાસતા ઉંદરની પૂંછડી સિંહે પોતાના પંજાથી દબાવી દીધી.
એકદમ હુમલો થવાથી ઉંદર
ડરી ગયો. એકદમ ગભરાઈ ગયો.ઉંદર રજા સિંહને વિનંતી કરતો હતો.ઉંદર સિંહને કહેતો હતો:
‘રાજાજી,આપ જંગલના રાજા છો.હું નાનો જીવ છું.મને માફ કરો.મારો ગુનો માફ કરો.મને એક
વખત માફ કરો. મારો એક ગુનો માફ કરો.મને છોડી દો. મને આજે તમે માફ કરો.હું એનો બદલો
વાળી આપીશ !’ઉંદર રાજાને વિનંતી કરતો હતો.
સિંહને આ સાંભળી મજા
પડી.જંગલનો રજા સિંહ મનોમન હસતો હતો.તે કહે: ‘અરે!તું મને શું મદદ કરવાનો?તું મને
શું મદદ કરી શકે?’
રાજાની વાત સાંભળી.સિંહ
બોલતો હતો.આ સાંભળી ઉંદર કહે: ‘હું આપણે વિનંતી કરું છું.મને માફ કરો.હું ભલે નાનો
છું પણ આપને મદદ કરી શકીશ.આપ જંગલના રાજા છો.એક વખત મને જીવતદાન આપો. તમારો ઉપકાર
જિંદગીભર યાદ રાખીશ.’આટલું બોલતાં બોલતાં ઉંદરની આંખમાં આંસુ આવી ગયાં. નાનકડા
ઉંદરને રડતો જોઈ સિંહને દયા આવી. સિંહે ઉંદરને જવા દીધો.
આ વાતને થોડા દિવસો
થયા.આમને આમ કેટલાંક દિવસો પસાર થઇ ગયા.આ જંગલમાં સિંહ ને પકડવા કેટલાંક શિકારીએ
જાળ પથારી હતી.શિકારીઓએ સિંહને પકડવા જાળ પાથરી હતી. આ જાળને સૂકા પાંદડાંથી ઢાંકી
દીધી.શિકારીઓએ એ રીતે જાળ પથારી હતી કે કોઈને ખબર ન પડે કે અહીં જાળ પાથરી છે.સિંહને
પણ આ વાતની ખબર ન હતી.સિંહ જંગલમાં પાણી પીવા તળાવ તરફ જતો હતો.અહીં જાળ પાથરી
હતી.સિંહ અહીંથી પસાર થયો.સિંહ શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. શિકારીઓની
જાળમાં સિંહ બરાબરનો ફસાઈ ગયો.શિકારીઓ જંગલમાં જાળ પથારી પાંજરું લેવા ગયા હતા.તે
પાંજરું લઈને પરત આવે તે પહેલાં સિંહ જાળમાં ફસાઈ ગયો હતો.સિંહે જાળમાંથી છૂટવાં
ફાંફાં મારતો હતો.સિંહ ધમપછાડા કરતો હતો.સિંહ છૂટવા વધારે તાકાત કરતો હતો. પણ
સિંહથી છૂટી શકતો ન હતો.
આ સમયે પેલો ઉંદર અહીંથી
પસાર થતો હતો.ઉંદરે જોયું તો સિંહ જાળમાં ફસાયો હતો.ઉંદરે સિંહને પકડાએલો જોયો. ઉંદર
જંગલના રાજા સિંહનો ઓળખી ગયો. ઉંદર દોડતો દોડતો સિંહ પાસે દોડી ગયો.
ઉંદર પહોંચી ગયો.ઉંદર
કહે: ‘રાજાજી, ધીરજ
રાખજો. શિકારીઓ પાંજરું લેવા ગયા હશે.શિકારી પરત આવે આવે તે પહેલાં હું જાળ કાપી
નાખીશ. તમને બંધનમાંથી છોડાવી દઈશ!’આમ બોલી ઉંદરે તીણા દાંતથી જાળ કાપવા માંડી. કટ… કટ… કટ…કરી જાળ કાપી નાખી. તીણા
દાંત વડે આખી જાળ કાપી નાખી. જાળ
કપાતાં સિંહ ઊભો થયો.સિંહ જાળમાંથી છૂટી ગયો. જંગલનાં રાજા સિંહનો છુટકારો
થયો.અરે!મારા ભાઈબંધ તારો આભાર.તારો ખૂબ ખૂબ આભાર.આજે તે મારો જીવ બચાવી લીધો છે.
ઉંદર કહે: ‘રાજાજી,આપે
મને એક વખત માફ કરી દીધો હતો.તે દિવસે આપે મને સજા કરી હોત.મને મારી નાખેલ હોત
તો....’ઉંદર બોલતા બોલતા અટકી ગયો.સિંહ કહે: ‘હા,તે દિવસે મેં તને માફી આપી.તે આજે
મને બચાવી લીધો.રાજા સિંહ અને ઉંદર વાતો કરતાં કરતાં પસાર થઇ ગયા.
Comments