કેડ અને કંદોરો


નાનું ગામ.આ ગામમાં એક વાણીયો રહે.આ ગામમાં એક દુકાન.નાની દુકાન.કરીયાણાની દુકાન.આ દુકાનનો માલિક આ વાણીયો.આખા ગામમાં એક જ દુકાન હતી.આ દુકાનમાં આ વાણીયો એકલો કામ કરે.નાનાં ગામમાં તો નોકર ન મળે.આ વાણીયાની દુકાનમાં શેઠ અને નોકર.જે ગણો તે આ વાણીયો.તે બધું કામ જાતે જ કરે.ભલે ગામમાં એક જ દુકાન હતી.નાની દુકાન હતી.પણ આસપાસના ચાર ગામમાં પણ એક જ દુકાન હતી.

એક દિવસની વાત છે.વાણીયો દુકાનમાં બેઠો હતો.બાજુના ગામથી એક માણસ આવીને દુકાનમાં વાત કરતો હતો.વાણીય સાથે વાત કરતો હતો.આવનાર માણસ બાજુના ગામના શેઠનો માણસ હતો.તે કહેતો હતો. ‘ભાઈ,બાજુના ગામમાંથી આવું છું.અમારા શેઠને થોડું તેલ જોઈએ છે. તો અમને આવીને આપી જાઓ.’ 

વાણિયાએ વિચારી લીધું.અહીં બેસી રહેવા કરતાં તેલ આપી આવું.આમ વિચારી તેણે કંદોરો પહેરી લીધો.કેડ ઉપર કંદોરો કસીને બાંધી લીધો. ધોતિયાની કાછડી બાંધી. એક હાથમાં લાકડી અને બીજા હાથમાં તેલભરેલી તાંબડી લીધી.તેમાં તેલનું માપ રાખવાની પળી ભરાવી.દુકાન બંધ કરી.આવેલ ભાઈ સાથે તે તેલ લઇ બાજુના ગામે જવા નીકળી ગયો.
પાસેના ગામમાં શેઠના ઘરે તેલ આપી દીધું.આખા ગામના શેઠ હોય.એટલે તેલ એક સાથે જ ખરીદે.વાણિયાને તો ગામમાં એક બે રૂપિયાનું તેલ આપવું પડતું.આજે તો એક સાથે તેલ વેચાઈ ગયું હતું.વાણીયા એ લગભગ મોટા ભાગનું તેલ શેઠને આપી દીધું. તેલ વેચી, રોકડા રૂપિયા લઈ એ પોતાના ગામ તરફ આવતો હતો.
વાણીયો એકલો હતો.તેની પાસે વધારે કહી શકાય તેટલા પૈસા હતા.સાંજ થવા આવી હતી.અહીં ચોરનો ડર રહેતો હતો.વાણીયો એકલો હતો.ખૂબ જ ઝડપથી ચાલતો હતો.અંધારું થવામાં હતું.વાણીયો ચાલતો હતો.સામે તેની સામે માણસ આવીને ઊભા રહી ગયા.વાણીયો ગભરાઈ ગયો.તેણે જોયું તો ચાર માણસ હતા. એ ચારેય ચોર હતા.વાણિયાને ચાર ચોર ભટકાઈ ગયા.વાણીયો એકલો હતો.વાણિયાને એકલો જોઈ ચોરે વિચારી લીધું.વાણિયાને લુંટવાનું પાકું કરી લીધું.તેમણે હતું ‘વાણીયો એકલો છે.ડરપોક છે.ડરી ગયો છે.તેણે ડરાવી શું.તે બધું જ આપી દેશે.આવું વિચારી એક ચોર વાણિયાને કહે: ‘કેમ, શેઠ એકલા?કઈ બાજુથી આવો છો?કઈ બાજું જાવ છો?’ વાણિયો સમજી ગયો.તે ચોરને ઓળખી ગયો હતો.વાણીયો જાણતો હતો કે તે એકલો છે અને આ ચોર ચાર છે.હવે જો બચવું હોય તો કશુંક કરવું પડશે.આવું વિચારી  તે મનોમન કશુંક વિચારતો હતો.વાણીયો ચતુર હતો.તે કહે:હું એકલો નથી.મારી સાથે બીજા અગિયાર પણ છે.’


ચોર વિચારમાં પડી ગયા.બધા એક બીજાની સામે જોઈ ઊભા હતા.તે મનોમન વિચારતા હતા.અરે!આ બાર માણસ હોય તો આપણે ફાવી ન શકીએ.એક ચોર મનોમન થોડું જુદું વિચારતો હતો.તે કહે:અરે!બાકીના બીજા કોણ? બીજા અગિયાર કોણ છે ?‘ 
વાણિયો કહે :
કેડ, કંદોરો,કાછડી, એ સાથે ;
તેલ, પળી ને તાંબડી અમે બધાં છ જણા;
ડાંગ, ડોસોને લાકડી, અમે નવ જણા;
શેઠ, વાણિયો ને હાટડી અમે બાર જણા.
ચોરોને તો કંઈ સમજાયું જ નહિ કે વાણિયો શું કહે છે. વાણીય સાથે જેટલું હતું તે બધું બોલી ગયો.ચોરને કાઈ ખબર ન પડી.હવેતો બધા જ ચોરે માની લીધું કે  વાણિયાની સાથે અગિયારથી બાર જણ છે.ઘણાં સાથે હોવાથી ચોરી ન કરાય.ચોરી કરવા જઈએ તો માર ખાવો પડે.આમ વિચારી ચોર કશુજ લીધા વગર રામ...રામ કરી અહીંથી પસાર થયા.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી