ઉંદર સાત પૂંછડિયો




એક ગામ.અહીં એક ઘર.આ ઘરમાં એક ઉંદર.આ ઉંદર બીજા ઉંદર કરતાં જુદો.આ ઉંદરને સાત પૂંછડી હતી. ઉંદરની માં તેનું બહુ જતન કરતી હતી. આમ કરતાં કરતાં દિવસો પસાર થતાં ગયા.સાત પૂંછડી વાળો ઉંદર મોટો થતો ગયો.ઉંદર મોટો થયો.તેની પૂંછડી પણ મોટી થતી ગઈ.આ ઉંદર મોટો થયો.ભણવા જાય એવો મોટો થયો.ઉંદરની માએ તેનું નામ લખાવી દીધું.શાળામાં તેનું નામ લખાવી દીધું.આ સાત પૂંછડી વાળો ઉંદર શાળામાં જતો હતો.
નિશાળમાં છોકરાં ભણે.અનેક છોકરાં ભણે.ઉંદર પણ આ છોકરાં સાથે ભણે.આ શાળાનાં છોકરાંને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને રમૂજ થઈ.આ શાળાનાં છોકરાં આ ઉંદરને ખીજવતાં હતાં. 
ઉંદર જેવો શાળામાં જાય કે હાજર છોકરાં બોલવા લાગે... ‘ઉંદર સાત પૂંછડિયો ! ઉંદર સાત પૂછડિયો!’આવું રોજ ચાલતું.સાહેબ કે બેન હાજર હોય તો કોઈ ન બોલે.જો કોઈ હાજર ન હોય તો ...બધેથી ‘ઉંદર સાત પૂંછડિયો ! ઉંદર સાત પૂછડિયો!’ સંભળાય.શાળામાં છોકરાં આવું બોલતાં હતાં.આ સાંભળી ઉંદર રડવા જેવો થઇ ગયો.તે રડતો રડતો ઘરે આવી ગયો. 
ઉંદરડીએ પૂછયું - બેટા રડે છે કેમ
ઉંદર કહે: ‘મા, નિશાળમાં મને છોકરાઓ સાત પૂંછડિયો કહીને ખીજવે છે.
ઉંદરડી કહે: બેટા, એમાં રડવાનું ન હોય. જા વાળંદ પાસે જા. એક પૂંછડી કપાવી આવ.
માની વાત સાંભળીને ઉંદર વાળંદ પાસે ગયો.અહીં જઈ તેણે એક પૂંછડી કપાવી નાખી.
ઉંદર બીજા દિવસે નિશાળે ગયો. તે જેવો શાળાના મેદાનમાં ગયો.બધી જ બાજુથી છોકરાં બોલતાં હતાં.ધીરે ધીરે અવાજ વધતો ગયો.એક છોકરીએ આ ઉંદરની પૂંછડી ગણી.આજે છ પૂંછડી હતી.તેણે બધાને જાણ કરી. ‘આ ઉંદર ને સાત નહિ છ પૂંછડી છે.કાલે સાત પૂંછડી હતી.આજે છ પૂંછડી છે.સાત  પૂંછડીમાંથી એક ઓછો થઇ.આજે ઉંદર છ પૂંછડી વાળો છે.

હવે છોકરાં ને નવું  થયું.સૌ એક સાથે બોલતાં હતાં ‘ઉંદર છ પૂંછડિયો ! ઉંદર છ પૂંછડિયો ! ઉંદર નિશાળમાંથી ઘરે આવી ગયો.રડતો રડતો ઘરે આવી ગયો.ઘરે  આવી તેની માને કહે: ‘ મા મને તો હજુય  છોકરાં ખીજવે છે.ઉંદર “છ  પૂંછડિયો વાળો” કહીને ખીજવે છે.’
મા કહે: ‘કાંઈ વાંધો નહિ. બેટા એમાં રડવાનું ન હોય. જા એક પૂંછડી કપાવી આવ. ઉંદર વળી પાછો એક પૂંછડી કપાવવા પહોંચી ગયો.વાળંદ પાસે જઈ તેણે બીજી એક પૂછડી કપાવી નાખી.

ઉંદર બીજા દિવસે શાળામાં ગયો. તે જેવો શાળામાં ગયો કે હાજર છોકરાં જોર જોર થી બોલવા લાગી ગયાં... ‘ઉંદર છ પૂંછડિયો ! ઉંદર છ  પૂછડિયો!’એટલામાં એક છોકરાએ તેની પૂછડી ગણી.તે કહે: ‘અરે! આજે તો પાંચ જ પૂંછડી છે.’ છોકરાં બોલતાં હતાં. ઉંદર પાંચ પૂછડી વાળો.આમ તો આ તો રોજનું થયું. હવે તો સાહેબ કે બેન હાજર હોય તો પણ  છોકરાં બોલે.જો કોઈ હાજર ન હોય તો તો છોકરાં ઉંદરની પૂછડી ખેંચે....બધેથી ‘ઉંદર પાંચ પૂંછડિયો ! ઉંદર પાંચ પૂછડિયો!’ સંભળાય.શાળાનાં બધાં છોકરાં આવું બોલતાં હતાં.આ સાંભળી ઉંદર રડવા જેવો થઇ ગયો.તે રડતો રડતો ઘરે આવી ગયો. આતો રોજનું થયું.ઉંદર શાળામાં જાય એટલે આવું થાય.તે રડતો રડતો ઘરે આવી જાય.

આમ ઉંદર દરરોજ શાળામાં જાય.રડતો રડતો ઘરે આવી જાય.તેની માને ફરિયાદ કરે.તેની મા વાળંદ પાસે જઈ એક પૂંછડી કપાવવાની સલાહ આપે.ઉંદર વાળંદ પાસે જાય.એક પૂંછડી કપાવે.બીજા દિવસે શાળામાં જાય.તેણે આવેલો જોઈ રોજ છોકરાં બોલે.શાળાનાં હાજર છોકરાં તેને  ચીડવે.

આમ કરતાં કરતાં ઉંદરને એક જ પૂંછડી રહી. તે આજે એક જ પૂછડી લઇ શાળામાં ગયો.ઉંદરને હતું કે બધાં જ ઉંદર ને એક પૂંછડી છે.આજે મને કોઈ નહિ ખીજવે.આવું  વિચારી તે શાળામાં ગયો.શાળમાં બધાં છોકરાઓએ ઉંદરને આવતો જોયો.છોકરાં એ બોલવાનું શરું કરી દીધું.

ઉંદર એક પૂંછડિયો ! ઉંદર એક પૂંછડિયો !છોકરાઓથી કંટાળીને ઉંદરે સીધો જ વાળંદ ની દુકાને ગયો.એક પૂંછડી વધી હતી તે પાનન કપાવી નાખી.વધેલી એક પૂંછડી કપાવી તેણે અરીસામાં જોયું.અરીસામાં જોઈ તે કહે: ‘હવે મારે પૂંછડી જ નથી. હવે છોકરાં શું કહેશે?હવે કોઈ મને ખીજવાશે નહિ.મને કોઈ ખીજાવી શકશે નહિ.

બીજે દિવસે ઉંદર નિશાળે ગયો.એક પણ પૂછડી વગરનો ઉંદર જોઈ  છોક્જારા ને મજા પડી. એ તો ઉંદરને ઘેરીને ખીજવવાનું શરું કરી દીધું.
ઉંદર બાંડો ! ઉંદર બાંડો !
ઉંદર ઘેર આવી માને ફરિયાદ કરી. 
ઉંદરડી કહે: ‘બેટા, તારે તારી બધીજ પૂંછડીઓ કપાવી નાંખવાની જરૂર ન હતી. બધાં ઉંદરને એક પૂંછડી તો હોય જ. 

ઉંદર રડતા રડતા કહે: ‘મા, ગમે તેમ કર, મારે મારી પૂંછડી પાછી જોઈએ છે. ઉંદરની મા વિચાર કરતી હતી.થોડો વિચાર કરીને તેની મા કહે: ‘ જા તારી કપાયેલી પૂંછડી લઈ આવ.’ઉંદર દોડતો દોડતો વાળંદની દુકાને ગયો.અહીંથી તેણે પૂંછડી લીધી.ઉંદરે આ પૂંછડી તેની મને આપી.
ઉંદરની માએ આ પૂંછડી જોઈ.ખૂબ મહેનત કરી ઉંદરને તેની કપાયેલ પૂંછડી લગાવી આપી. ઉંદરને પૂંછડી સરસ રીતે લગાવી આપી.
બીજા દિવસે ઉંદર નિશાળે ગયો. છોકરાં કહે...તેણે ચીડવે કે સતાવે .ઉંદર તેમની વાત સંભાળે તો ને? ઉંદર તો શાળામાં ભણવામાં રસ પડતો હતો.ઉંદરભાઈ તો રોજ નિશાળમાં જાય.ભણે અને બધું યાદ પણ રાખે. છોકરાંઓએ થોડા દિવસ ઉંદરને ખિજાવવાની કોશિશ કરી.ઉંદર તો જાણે તેમનું સંભાળતો જ ન હતો.છોકરાં એ ઉંદરને હેરાન કરવાનું ઓછું કરી દીધું.ધીરે ધીરે સૌ છોકરાં સાથે ઉંદરને ફાવી ગયું.

Comments

apurva patel said…
Nice sir

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી