એક શહીદની વાત

 આપણો દેશ ગુલામ હતો.આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું.આ તે સમયન વાત છે. ગાંધીજી એ આપણા દેશ ને આઝાદ કરાવવાની લડત ચલાવી હતી. ગાંધીજી આ લડત ને સ્વરાજ્ય કે પોતાના રાજ્યની લડત તરીકે ઓળખાવતા હતા.આખા દેશમાં સ્વરાજની લડત ચાલુ હતી.

એ વખતે સમાચારપત્રો, ટી.વી. કે જાહેરાતોની આજના જેવી સુવિધા ન હતી.તે જમાનામાં અંગ્રેજો સામે લડવામાં અનેક લોકો  આગળ આવતાં હતા.ગામ કે શહેરમાં જાહેરાતો કરવી.લોકો ને પોતાના શાસન અંગે સમજાવવા પડતા હતા.અંગ્રેજો ની સરકાર સામે તે વખતે હાથે લખેલી કે છાપેલી પત્રિકાઓ વહેંચવી,આ પત્રિકાઓ ને બધાં વાંચી શકે અને ચીપકાવતા કોઈ અંગ્રેજ અધિકારી જોઈ ન જય તે રીતે પાટિયા ઉપર ચીપકાવવી એ પ્રચારની મુખ્ય કામગીરી રહેતી.આવી ગોરી સરકારની વિરુદ્ધમાં છપાએલી પત્રિકા અંગ્રેજ સરકાર જપ્ત કરતી. લોકોને દેશની આઝાદીની લડતમાં સામેલ કરવા માટે સમજાવવાની જવાબદારી અનેક લોકો જાતે ઊઠાવતા હતા.
ગાંધીજીના દરેક કાર્યક્રમને આ રીતે આખા દેશમાં ફેલાવવામાં આવતો હતો.આ માટે સ્થાનિક વિસ્તારના અનેક લોકો પણ ગાંધીજીને પોતાની રીતે સહયોગ આપતા હતા.તે સમયે સાબરકાંઠા અને હાલ અરવલ્લી જિલ્લાના મોડાસામાં રમણલાલ સોની અને પૂનમચંદ પંડ્યાની આગેવાનીમાં સંગ્રામ સમિતિનું આયોજન થયું હતું. આ સમિતિ અંગ્રેજો સામે લડત ચલાવતી હતી.
ગાંધીજીએ આખા દેશ ને વિદેશી કપડાને બદલે ખાદી વાપરવાનો આગ્રહ કર્યો.ખાદી હાથવણાટ ધ્વારા તૈયાર થતી.અનેક લોકો ને આ કામથી કામ મળત હતું.ગરીબો ને સસ્તા ભાવે પહેરવા વસ્ત્રો મળતા હતા.વિદેશી કાપડ મશીનમાં તૈયાર થતું હતું.અને ખૂબ માંગું હતું. આ માટે ગાંધીજીના આગ્રહથી આખા દેશમાં વિદેશી કાપડના બહિષ્કાર માટેની લડત ચાલુ થઇ.
તે સમયે સાબરકાંઠા જીલ્લાના ૧૦૦૦ કરતાં વધારે ભાઈ બહેનો આંદોલનમાં જોડાયા. વિદેશી કાપડ ન વાપરવાના પ્રતિજ્ઞા પત્ર ઉપર અનેક લોકોએ સહી કરી સહમતી આપી. આ બધાં કામ તે વખતે અંગ્રેજ સરકારના વિરુદ્ધમાં હોઈ સરકાર ધરપકડ કરતી. આખા જિલ્લામાં વિદેશી કપડાનો બહિષ્કાર થયો.આ અંદોલન શરૂઆતમાં મોડાસા ખાતે શરું થયું.રમણલાલ સોની,પૂનમચંદ પંડ્યા એ આ કામને મોડાસામાં શરું કર્યું.આ અંદોલન આખા જિલ્લામાં ફેલાઈ ગયું.૨૫ મે ૧૯૩૦ ના રોજ સાંજે નવ વાગે હિંમતનગર તાલુકાના ઈલોલ અને લીખી ગામમાં સભાઓનું આયોજન થયું.ઈલોલના વતની અને શિક્ષક ચીમનલાલ શાહ,મણીલાલ શાહ અને મુંબઈમાં રહેતા મોહનભાઈ એ લોકોને ખાદી ન ખરીદવા હાકલ કરી.
માલપુર તાલુકામાં રામશંકર જયશંકર ઉપાધ્યાયના નેતૃત્વમાં ખાદીના પ્રચારનું કાર્ય ચાલતું હતું.પ્રાંતિજ તાલુકામાં ગોપાલભાઈ પટેલ,પુરસોત્તમભાઈ સોલંકી,રતિલાલ પરીખ અંગ્રેજો સામે લોકજાગૃતિનું કામ કરતાં હતા ઇડરમાં ગંગારામ શુક્લ,કાશીરામ ઠાકર,હરિશંકર રાવળ જેવા આગેવાનોએ પરદેશી કપડનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું. મોહનલાલ ગાંધી, મણીબેન દોશી અને પૂનમચંદ પંડ્યા આખા જિલ્લામાં પ્રવાસ કરી લોકોને સમજાવતા હતા.મણીબેન દોશી જીલ્લાના મહિલા સ્વતંત્ર સેનાની હતા.

આ આગેવાનોની અનેક વખત ધરપકડ થઇ.પૂનમચંદ પંડ્યા અને નટવરલાલ મહેતા એ આખા જિલ્લામાં અંગ્રેજોના વિરોધમાં લોક જાગૃતિ કરી.લોકો એટલા બધાં જાગૃત થયા કે આ બંનેની ૫ સપ્ટેમ્બર ૧૯૩૦ ના રોજ ધરપકડ કરી સીધાં જ અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યાં. દેશની આઝાદી માટે લડતમાં જોડાનાર અનેક દેશભક્તો આપણી આસપાસ પણ હતા.ગાંધીજીને સતત સહયોગ આપી દેશને આઝાદી અપાવનાર આવા અનેક દેશભક્તો આપણી આસપાસ થઇ ગયા.

Comments

Detroj said…
આપનું આ કાર્ય પ્રશંસનીય છે. આજે જ્યારે સામાજિક વિજ્ઞાાન ભણાવતી વખતે સ્થાનિક સંદર્ભ સાહિત્યનો અભાવ હોય છે ત્યારે આવું સાહિત્ય અધ્યયન પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી થઈ પડે છે.
Bee The Change said…
Thanks Dear.
Its my plazer.
Its my duty.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી