આઇઆઇએમ્ ધ્વારા અનોખા પુસ્તકોનું વિમોચન.

ભાષા શિક્ષણ એ તમામ વિષય શીખવાનું એક અનોખું માધ્યમ છે,ભાષા વગર અન્ય વિષય શીખવી  શકાતા નથી.વર્ગખંડ કાર્યમાં બાળકો જોડાક્ષર વાંચી શકતા ન  હતા ત્યારે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વાંચતાં કરવાના એક નાના પ્રયોગ કે વિચાર સાથે લખવાની શરૂઆત કરેલી. આ વાર્તાઓ એ આજે વિશ્વમાં નોધ લેવી પડે તેવી સિધ્ધી હાંસલ કરી છે.
 જોડાક્ષર વગરની વાર્તાઓ દ્વારા એક નવતર પ્રયોગ કરી, લીમ્કાબુક ઓફ રેકોર્ડ:૨૦૦૮. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ૨૦૧૦. એશિયા બુક ઓફ રેકોર્ડ:૨૦૧૨. ગીનીસ બુક ઓફ રેકોર્ડ:૨૦૧૩ માં સ્થાન પ્રાપ્ત કર્યું. વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરવા સાથે વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સીટી  બ્રિટન ધ્વારા દ્વારા માનદ ડોકટરેડ ની પદવી એનાયત કરવામાં આવી.
bhavesh pandya,teacher,deesa,innovation,education,story,record,limca book of record,india book of record,guinness book of record,record,author,iim,dr kalam,dr anil gupta,dr bhavesh pandya.www.bhaveshpandya.org  મારી લખાણની બાળભોગ્ય શૈલીને લીધે સૃષ્ટિના સંયોજક પદ્મશ્રી ડૉ અનીલ ગુપ્તા ધ્વારા ઇન્ગ્નાઇટ ૨૦૦૮ થી ૨૦૧૪ સુધીના નવતર પ્રયોગ કરનાર વિદ્યાર્થીઓ અંગે લખવાની જવાબદારી આપવામાં આવી.આ પુસ્તક ઉપરાંત સૃષ્ટિના મુખપત્ર લોક્સરવાણીમાં પ્રસિદ્ધ વાર્તાઓને બાલભોગ્ય શૈલીમાં લખવાની જવાબદારી આપવામાં આવી.
લોક્સરવાણી માસિકના મુખપત્રકમા છપાયેલ વાર્તાને બે વિભાગમાં તૈયાર કરવામાં આવી.ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓ વાંચી શકે તેવી સરળ અને જોડાક્ષર વગરની વાર્તાઓ લખવામાં આવી.જયારે ધોરણ છ થી આઠમા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થઇ શકે તેવી વાર્તાઓના પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું.
bhavesh pandya,teacher,deesa,innovation,education,story,record,limca book of record,india book of record,guinness book of record,record,author,iim,dr kalam,dr anil gupta,dr bhavesh pandya.www.bhaveshpandya.org થર્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પદ્મશ્રી ડૉ. અનીલ ગુપ્તા અને ટીચર્સ એજ ટ્રાન્સફોર્મરના શ્રી વિજયા શેરીચંદની ઉપસ્થિતિમા વિમોચન કરવામાં આવ્યું. આ પ્રકારના પુસ્તકનું આઈ.આઈ એમ.માં આયોજિત થર્ડ ઇન્ટર નેશનલ કોન્ફરન્સમાં  વિમોચન કરવામાં આવ્યું. ચીફ સેક્રેટરી શ્રી પાંડિયન ધ્વારા કહેવાયું કે ' ડૉ.ભાવેશ પંડ્યા' ધ્વારા તૈયાર થએલ આ સાહિત્ય કરોડો  બાળકો અને  લાખો શિક્ષકોને માટે ઉપયોગી છે.નવતર પ્રકારની વાર્તાઓ અને અન્ય પુસ્તકોનું વિમોચન વિશ્વમાં નાવાચાર કરનાર વ્યક્તિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રકારનું પુસ્તક આઈ. આઈ.એમ ખાતે સૃષ્ટી અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ધ્વારા  કરવામાં આવ્યું. આ ઘટના મારા માટે ગૌરવપૂર્ણ છે.વિશ્વના વિવિધ દેશના નાવચાર કરનાર વ્યક્તિઓની ઉપસ્થીમાં આ કાર્ય એક નવતર કાર્ય તરીકે પસંદ થયું. જે ગુજરાત દેશ તેમજ વિશ્વકક્ષાએ એક નવતર પ્રયોગ તરીકે સ્વીકૃત કરવામાં આવ્યું .આ કાર્યને  આઇઆઇએમ્ ધ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યું.આ કામ થી અનેક શિક્ષકો ને પણ પ્રોત્સાહન મળશે તેવું મારું  માનવું છે.

આ માટે સૃષ્ટિના સંયોજક પદ્મશ્રી અનીલ ગુપ્તાએ મારા ઉપર મુકેલ વિશ્વાસ.આઈ.આઈ.એમન પ્રોફેસર વિજયા શેરીચંદનું માર્ગદર્શન અને એજ્યુકેશન ઇનોવેશન પ્રોજેક્ટ હેડ શ્રી અવનીશ ભંડારીનો સહયોગ પ્રાપ્ત થયો છે.સૃષ્ટિના ચેતન પટેલે વિશેષ રસ અને જહેમત કરી હતી.મારા આ કાર્યમાં સહયોગી એવા સર્વશ્રી પુરષોત્તમ પટેલ,મેઘા ગજ્જર,દર્શિત શાહ,કૌશ શાહ,વૈભવ,હેમા પટેલ,મહેશ પરમાર,અલકા રાવલ,મુકેશ ચૌહાણ,ભાવેશ ધ્રંગી,ગણપત ચૌહાણ,દશરથ ઠાકોર,દર્શિત પાઠક,કેયુર પનારા,ઉન્ની ક્રિશ્નન,મહેશ પટેલ,ભૂમિ શાહ,નિર્મલ સહાય અને રમેશ પટેલે પણ વિવિધ તબક્કે સહયોગ આપ્યો છે.તેમણે આ તબક્કે ભૂલી શકાય તેમ નથી.
ટી.ડી.પાટેકરે વાર્તાને અનુરૂપ ચિત્રોનું સરસ નિર્માણ કર્યું છે.જયારે સજાવટમાં વિશેષ જવાબદારી નિભાવી સુમિત્રા પટેલ,માનીશ દોશી અને તેજલ ડાભીનો આભાર માનવો રહ્યો.


Comments

Hiral Shah said…
અભિનંદન અભિનંદન.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી