વિજ્ઞાન અને સુવિધાકેટલાંક સમય પહેલાંની આ વાત છે.
એક નાનું ગામ.આ ગામનું નામ રતનપુર.
આ એજ ગામની વાત છે જ્યાં થોડાક વર્ષો પહેલાં રંજન નામની છોકરીને સાપ કરડ્યો હતો.સાપ કરડવાથી તેનો પગ કપાવવો પડ્યો હતો.
ગામના ત્રણ હજાર કરતાં વધારે માણસો રહે.ગામ નાનું પણ ગામમાં જરાય ગંદકી નહિ.ગામમાં નાનું દવાખાનું. એક સરકારી શાળા. ગામનાં બધાં જ છોકરાં આ શાળામાં ભણવા આવે.ગામમાં બે ચાર નાની  મોટી દુકાન.વિરલ અને પરેશ પણ આ જ શાળામાં ભણે.બંને ભાઈ-બહેન હતાં. ઉનાળાના દિવસો હતા.ગરમી પણ પડતી હતી. સવારની શાળા હતી. ગરમી ને લીધે શાળાનો સમય પણ સવારનો  હતો.
શાળા છૂટી અને છોકરાં દોડતાં હતાં.શાળા છૂટે એટલે ઘરે જવાની કોને ઉતાવળ ન હોય? રોડ પસાર કરતી વખતે આસપાસ વાહન ન આવતું હોય તે જોવું પડે.પરેશે પણ જોયું.આસપાસ કોઈ વાહન ન હતું. શાળા અને પરેશના ઘર વચ્ચે પાકો રસ્તો.આ રસ્તો પસાર કરે કે સામે જ પરેશનું ઘર હતું. પાકા રોડ ઉપર દોડતી એક ગાડી એકદમ આવી ગઈ.ગાડી ચલાવનારે એકદમ ગાડી ઊભી રાખવા બ્રેક મારી.ગાડી પણ ખાસી ખેંચાઈ અને ઊભી રહી.ગાડી ઊભી રહે તે  પહેલાં પરેશ ગાડી સાથે અફડાઈ ગયો.પરેશને બચાવવા જતાં ગાડી શાળાની પાસેના થાંભલાથી અથડાઈ ગઈ.ચલાવનાર ને પણ વાગ્યું હતું.ગાડી ચલાવનારને પણ માથામાં વાગ્યું હતું.
 પરેશ ને અકસ્માત થયો.વિરલે આ જોયું.તે દોડતી દોડતી  સીધી જ શાળામાં ગઈ.શાળામાંથી તે સાહેબ અને શાળામાં ભણાવતા બેન ને બોલાવી લાવી. આતો નાનું ગામ.અહીં નાનું દવાખાનું હતું.સાહેબ પરેશ અને ગાડી ચલાવનારા ને લઇ સીધાં જ દવાખાને પહોંચી ગયા.શાળાનાં છોકરાં અને આસપાસ ઊભેલા બીજાં લોકોએ મદદ કરી. ડોકટરે પરેશ અને ગાડી ચલાવનાર ને  જોઈ,તપાસી તેમને તુરંત  પાસેના શહેરમાં લઇ જવાનું સૂચન કર્યું. પાસેનું શહેર પણ દસ કિલોમીટર દૂર હતું. ત્યાં સુધી પહોંચવા માટે ઝડપી સાધન મળે તે જરૂરી હતું.શાળામાં ભણાવતા સાહેબે તુરંત ૧૦૮ ને ફોન કર્યો.
થોડી જ વારમાં ૧૦૮ ની ગાડી સાયરન વગાડતી આવી ગઈ.આખું ગામ પણ જાણે ભેગું થઇ ગયું હતું. જોત જોતામાં આખું ગામ ભેગું થઇ ગયું. શાળાની સામે રોડ ઉપર જાણે આખું ગામ આવી ગયું. હરેશ ને પગમાં દુ:ખાવો થતો હતો. ગાડી ચલાવનાર ને પણ માથા ઉપર અને હાથમાંથી લોહી આવતું હતું.બંને ને જાણે સોજા ચડી ગયા હતા. ગામમાં સારવારની સગવડ ન હતી. પરંતુ સારા રસ્તા અને મોબાઈલ કે ટેલીફોન જેવી  સુવિધા ને લીધે શહેરમાં સીધું પહોંચી જવાયું.
હરેશ ને ૧૦૮ ની મદદથી શહેરમાં લઇ જવામાં આવ્યો. શહેરના ડોકટરે હરેશ ને અને ગાડીના ચળકા ને તપાસી તેની સારવાર કરી. હરેશ ને પગમાંથી હજુ પણ થોડું થોડું લોહી નીકળતું હતું. હરેશના બા - બાપુજી અને ગામના સરપંચ ઉપરાંત શાળામાં ભણાવતાં સાહેબ અને બહેન બધાં ડોકટર સામે જોઈ ઊભાં હતાં.ડોકટર શું કહેશે તે સંભાળવા સૌ આતુર હતાં.
ડોકટર કહે: ‘આ બંને સમયસર દવાખાને પહોંચી ગયા. આવા અકસ્માતમાં તુરંત જ સારવાર મળે તો બચાવી શકાય. ડોકટરની વાત સાંભળી સરપંચ કહે : ‘સાહેબ,હવે તો આ બંને બચી જશે ને?’ સરપંચ ની વાત સાંભળી ડોકટર હરેશના માથે હાથ ફેરવતા કહે : ‘હા,આજના જમાનામાં આવા અકસ્માતમાં સમયસર સારવાર મળી જવાથી બચાવી શકાય છે.મોડું થયું હોત તો જોખમ વધી જાય તેમ હતું.’
ડોકટરની વાત સાંભળી ને શાળાના શિક્ષક કહે : ‘સાહેબ,વાહન વ્યવહાર અને સંદેશાની આપ લે અને સારવારમાં વિજ્ઞાનની એટલી શોધ થઇ ગઈ છે કે અનેક સુવિધાઓ વધી ગઈ છે.’સૌ અહીં વાતો કરતાં હતા અને હરેશના બાપુજી એ દવાખાનામાંથી જ ગામમાં બધાં ને હવે ચિંતા ન કરવાના અને હરેશ ને સારું છે તેવાં સમાચાર આપી દીધા.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી