ચોખ્ખાઈ કરે ભલાઈ....


અનેક વિધતા ધરાવતો દેશ.ભરત દેશ.દેશમાં અનેક દાયકા પછી સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર આવી.આ સરકારમાં વડા પ્રધાન એટલે શ્રી નરેન્દ્ર મોદી.અનેક નિર્ણયો થયા.અનેક નિર્ણયો કર્યા.અનેક નિર્ણયો કરશે.પરંતુ એક એવા નિર્ણયને  લીધે અહીં લખવાનું મન થયું.
ડીસા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે.અહીં હવામાન ખાતાની કચેરી છે.ત્યાં મહેન્દ્રભાઈ ચૌધરી ફરજ બજાવે છે.અહીં તેમના ધર્મપત્નીની વાત કરવાની છે.તેમનું નામ આશાબેન ચૌધરી.તેઓ ગૃહિણી છે. વડાપ્રધાન શ્રીએ સ્વચ્છતાની વાત કરી.આખા દેશમાં તેની નોંધ લેવાઈ.આશાબેને પણ તેમના ઘરે આ વાત ને અમલી કરવા વાત કરી.ઘરના સભ્યોને એમ કે વધુ કાઈ બોલવા કરતાં હાં પડી દેવી  સારી.આવા વિચારથી તેમના પતિએ પણ સ્વચ્છતા માટે ઘરમાં સહકાર આપવાની સહમતી આપી.પણ માત્ર નામનો જ સહકાર.
આમ કરતાં કરતાં થોડા દિવસ પસાર થઇ ગયા.વાતવાતમાં એક વખત તેમના પતિ એ આગાહી કરી.હવામાન ખાતામાં નોકરી કરતાં હોઈ 'આગાહી'કરવાની આદત અને વ્યવસાય.તેમણે કહ્યું તું એકલી આખ ડીસામાં સફાઈ નહિ કરી શકે.'
આવત અને મહેન્દ્રભાઈ નો અંદાજ જોઈ આશાબેન પણ માનસિક રીતે વધુ મજબુત થયા.તેમણે એક નવતર કામ કર્યું.તેમના સંતાન ને તે સ્કૂલબસમાં બેસાડવા જાય.સાથે સવારની,સાવરણો અને અન્ય હાથમાં આવે તેટલા સફાઈ માટેના સાધન રાખે.છોકરાની બસ આવે અને તે બસમાં બેસી જાય.આ સમય દરમિયાન આશાબેન આસપાસમાં પડેલ પ્લાસ્ટીકની થેલીઓ અને કચરો ભેગો કરે.આમ થવાથી ઘરમાં પણ સહયોગ મળતો થયો.આશાબેન ને મેં આ કામ કરતાં જોયા.ફોટો પડવાનું મન થયું.હાં,એવું હું કરી ન શક્યો.
આશાબેન એકલા જાતે એક વિચાર સાથે મથે છે.શું આપણે આવો કોઈ વિચાર અમલી ન કરી શકીએ?રાજકીય પક્ષ કે વિચારધારા ગમેતે હોય.અહીં આપેલ કોઈ એક સંકલ્પ લઇ જીવનમાં તેણે ઉતારીએ.આમ કરવાથી એક સંકલ્પ પૂર્ણ કર્યાનો અનહદ આનદ મળશે.
#સ્વચ્છતા સંકલ્પ
આથી હું સંકલ્પ કરું છું કે...
·         હું મારી જાતને કાયમ સ્વચ્છ રાખીશ.
·         હું જમતા પહેલાં હાથ ધોવાનું વલણ કેળવીશ.
·         હું સ્વચ્છતા જાળવીશ અને તે માટે સહયોગી બનીશ.
·         હું મારા ઘરની આસપાસ ગંદકી ન થાય તેવી કાળજી લઈશ.
·         હું સ્વચ્છતાને મારો સ્વભાવ બનાવીને તેને મારો ‘‘સંસ્કાર’’ બનાવીશ.
·         હું રાંધતા પહેલાં અને જમતા પહેલાં મારા હાથ યોગ્ય રીતે સાફ કરીશ.
·         હુંમારા શરીર અને સ્વાસ્થ ને  નુકશાન થાય તેવાં વ્યસનથી દૂર રહીશ.
·         હું ઘરે શૌચાલય બંધાવીશ અને ખુલ્લામાં ક્યારેય શૌચક્રિયા કરીશ નહિ.
·         ગામમાં જ્યાં શૌચાલય નહિ હોય ત્યાં શૌચાલય બનાવવાનો સહયોગ કરીશ.
·         ગામની દીકરીઓને ખૂલ્લામાં શૌચક્રિયા માટે ન જવું પડે તેવા પ્રયત્નો કરીશ.
આથી હું સંકલ્પ કરું છું કે....
·         હું પાણી ને ઘી ણી જેમ વાપરીશ.
·         હું પાણીનો યોગ્ય અને જરૂર પુરતો ઉપયોગ કરીશ.
·         હું રસોઈ કામમાં વપરાયેલ પાણીનો પુન: ઉપયોગ કરીશ.
·         હું પાણીનો બગાડ કરનારને અટકાવવા માટે પ્રયત્ન કરીશ.
·         હું ઘરકામમાં વપરાયેલ પાણી નો ઉપયોગ વૃક્ષ ઉછેર માટે કરીશ.
·         હું ચોખ્ખું પાણી મેળવવાના દરેકના અધિકાર માટે હું પ્રયત્નશીલ રહીશ.
·         હું પાણી અને તેના મહત્વ વિશે લોકો ને સતત જાગૃત કરવા પ્રયત્ન કરીશ.
·         હું વરસાદનાં વહી જતા પાણી ને વિવિધ પધ્ધતિથી રોકી તે અંગે જાગૃતિ ફેલાવીશ.
આથી હું સંકલ્પ કરું છું કે....
·         હું દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરીશ.
·         હું વૃક્ષોને ધર્મ માની તેમની આરાધના કરીશ.
·         હું મારા જીવનમાં પ્રત્યેક તબક્કે ચોખ્ખાઈ ને મહત્વ આપીશ.
·         હું વૃક્ષોનું જતન કરીશ અને તેના સંરક્ષણ માટે પ્રયત્નો કરીશ.
·         હું ચોખ્ખી હવા,ચોખ્ખું પાણી અને ચોખ્ખો ખોરાક સૌને પ્રાપ્ત થાય તેવાં પ્રયત્નો કરીશ.
·         હું અને મારા પરિવારના સભ્યો કાયમ માટે સ્વચ્છતા ને મહત્વ આપીશું અને તે માટે વર્તીશું.
·         હું આરોગ્ય અને સ્વચ્છતા માટે મારાથી થતાં પ્રયત્નો કરીશ અને લોકો ને તે માટે સાથે જોડીશ.
·         હું સ્વચ્છતા અને આરોગ્ય માટે થતાં અનેક કાર્યક્રમોમાં સહયોગી બની લોક જાગૃતિ કેળવવા પ્રયત્ન કરીશ.
આથી આજે હું સંકલ્પ કરું છું કે...
ઉપરોક્ત તમામ સંકલ્પ હું મારા જીવનમાં કાયમ માટે યાદ રાખીશ.અને આ સંકલ્પ નિભાવવા માટે હું સતત પ્રયત્નશીલ રહીશ.મારા આ સંકલ્પ માટે મારાથી થતું બધું જ કરવાનો હું આજે સંકલ્પ કરું છું.
જો આપ આ કે આ પૈકી કોઈ એક સંકલ્પ લઇ અમલી કરશો.તો....
ચોખ્ખાઈ કરે ભલાઈ...
વિગત અને જાણકારી શ્રી માનું ચાવડા
વી ટીવી ગુજરાતી.
પાલનપુર.
બનાસકાંઠાComments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી