કન્યા કેળવણી....એક નવતર પ્રયોગ..

સણથ પ્રાથમિક શાળા.આ શાળાને ગમતી નિશાળ નામ આપવામાં આવ્યું.છોકરાં ધ્વારા ચાલતી.છોકરાં ને ગમે તેવી ગમતી નીશાળ.બ્રિટીશ એર વેઝ ધ્વારા આ શાળાની મુલાકાત લેવામાં આવી.અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન ધ્વારા આ શાળા ઉપર સંશોધન થયું.વિશ્વ કક્ષાએ આ શાળાની નોધ લેવાઈ.આ શાળામાં હું આચાર્ય હતો.આ શાળામાં એક સમસ્યા હતી.અહીં કન્યાઓનું નામાંકન ખૂબ જ ઓછું રહેતું.આ સમસ્યા માટે થએલ એક પ્રયોગની અહીં વિગત આપેલ છે.
સમસ્યા:
શાળાઓમાં કન્યાઓનું ઓછું નામાંકન અને સ્થાઈકરણ...
સમસ્યાનું વર્ણન કે જેણે પ્રેરિત કર્યા:
આ શાળામાં કન્યાઓ ભણતી જ નહતી.ગામમાં પણ શિક્ષણ પ્રત્યેની જાગૃતિનો અભાવ હતો.હું શિક્ષિકા હતી અને મારે કન્યાઓ માટે કામ કરવું હતું.
વર્ણન:
હું સણથ પ્રાથમિક શાળામાં જોડાઈ.આ વખતે મારી શાળામાં શ્રી જીગ્નેશભાઈ પટેલ એક જ શિક્ષક હતાં.હું જે શાળામાં હાજર થઇ તે શાળાની સ્થાપનાથી  આજ દિન સુધીમાં હું ત્યાં એક માત્ર મહિલા શિક્ષિકા તરીકે હાજર થઇ હતી.ગામના લોકો એક મહિલા ગામમાં નોકરી કરવા આવે છે તે જોવા માટે ખાસ શાળામાં આવતા હતાં.શાળામાં એક શિક્ષિકા તરીકે મને જોવા આવનારમાં મહિલાઓની સંખ્યા વધારે હતી.
આ શાળ અંતરિયાળ અને ખૂબ જ પછાત વિસ્તારમાં આવેલી શાળા હતી.આ શાળામાં માત્ર બે ઓરડા અને આસપાસ બાવળનું જંગલ હતું.મારા આચાર્ય શ્રી જીગ્નેશભાઈ પટેલે મને જણાવ્યું કે :બેન,આ ગામમાં છોકરીઓ ભણવા આવતી નથી.ગામમાં રબારી,હરિજન અને ઠાકોરની વસ્તી હતી.રબારી કોમના લોકો ને બાદ કરતાં આ ગામમાં ના મોટા ભાગના લોગો ખેત મજુરી અને છુટક મજુરી કરી પોતાનું જીવન નિર્વાહ કરતાં હતાં.આ શાળામાં હું તારીખ:૨ જુલાઈ ૨૦૦૧ ના રોજ હાજર થઇ હતી.
ગુજરાતમાં જૂન મહિનામાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.ચોક્કસ યાદ નથી પરંતુ લગભગ ૧૨ મી જૂન ૨૦૧૧ ની આસપાસ આ શાળામાં ધોરણ એકમાં પ્રવેશ પાત્ર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો  હતો.આ પહેલાં મારી નોકરી થરાદ તાલુકાના વક્તાજી ગોળિયા ખાતે હતી.અહીંથી હું બદલી કરાવીને આ શાળામાં હાજર થઇ હતી.

આ શાળાની ખાસિયત એ હતી  કે આખું ગામ પસાર કરી દઈએ પછી જ શાળા આવે.આવું થવા પાછળનું એક ભૌગોલિક કારણ હતું.બનાસ નદીને કાંઠે આવેલું આ ગામ પહેલાં નદી કિનારે હતું.તે વખતે પહેલાં શાળા આવતી,ત્યારબાદ ગામના લોકોના રહેઠાણ અને છેલ્લે નદી આવતી હતી.નદીનો પટ સુકાઈ જતા આખે આખું ગામ નદી કિનારેથી શાળાની આધાલ ગયું.આમ આ શાળાને ફરતે માત્ર બાવળના જંગલ અને નદીની કોતરો જ હતી.
મારા આચાર્ય શ્રી ના જણાવ્યા મુજબ કન્યાઓ આ શાળામાં ભણવા આવતી ણ હતી તે માટે આ પણ એક કરણ હતું.છ ધોરણ સુધીની આ શાળામાં મારા સહીત બે જ શિક્ષકો હતાં.મારા આવવાથી ગામમાં સૌને થતું કે બેન વાલી નોકરી કરવા અહીં કેમ આવતાં હશે?બેન શું ભણેલા હશે?બેન ક્યાં રહેતા હશે?બેન રોજ ડીસાથી આવે છે તે કઈ રીતે આવતાં હશે?અહીં એ લખવું જરૂરી છે કે આ ગામમાં આઝાદી પછી આજદિન સુધી સરકારી બસ આવી નથી.આજે પણ આ ગામમાં સીધી કોઈ જ વાહન વ્યવહારની વ્યવસ્થા નથી,આવા ગામમાં મારે નોકરી કરવાની હતી.
આ ગામમાં મને એક વાતનો સંતોષ હતો કે અહીં ગુજરાતી ભાષા બોલવામાં અને વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી.આટલા સંતોષ સિવાય આ ગામની શાળામાં એક પણ સંતોષ લઇ શકાય તેવી વાત ન હતી.આ શાળામાં જયારે હું હાજર થઇ ત્યારે કુલ અંદાજે પાસઠ બાળકો હતાં.તે પૈકી બાવીસ કે સત્તાવીસ કન્યાઓ હતી.આ દીકરીઓ પણ મોટેભાગે ધોરણ એક થી ચારમાં જ હતી.અહીં એ લખવું જરૂરી છે કે પાંચમા ધોરણમાં વિષયો વધારે આવે એટલે તે મોટું ધોરણ માનવામાં આવતું.આ મોટા ધોરણમાં આવેલી છોકરી મોટી માનવામાં આવતી.મોટા ધોરણમાં ભણતી છોકરી ને આ જ કારણથી ભણવા મોકલવામાં આવતી ન હતી.અને સતત ગેરહાજર રહેવાના કારણે આ છોકરીઓનું નામ શાળામાંથી રદ  કરવામાં આવતું.
મને આશા હતી કે આ છોકરીઓને હું ભણવા માટે લાવી શકીશ.આ વાત મેં મારી શાળાના આચાર્ય શ્રીને કરી.તેઓએ મારી વાત ને સ્વીકારી અને તે માટે જે કઈ પ્રયત્નો કરવા પડે તે બધા જ પ્રયત્નો કરવા માટે મને સહયોગ આપવાની ખાતરી આપી.
મને સતત મનમાં થતું કે અડધું ભણેલું છોડી દીધેલી આ દીકરીઓને શાળામાં કઈ રીતે હું પરત બોલવું?આ માટે મેં મનોમન અનેક વિચારો કરી જોયા.સૌ પ્રથમ મેં ભણવાની ઉંમરનો છોકરીઓની એક યાદી તૈયાર કરી.આ યાદીને આધારે તે છોકરીઓના ઘરે જઈ તેમના વાલી સાથે સંપર્ક કર્યો.વાલી સંપર્ક માં મને સારો આવકાર મળ્યો.મને આવકાર મળવા માટે મુખ્ય  ત્રણ કારણ હતાં.
()આ ગામમાં હું પ્રથમ મહિલા શિક્ષિકા હતી.
()હું સાડી પહેરીને શાળામાં જતી તે પણ આ ગામના લોકોને નવાઈ  લાગતી.
()ભણેલા બેન આપણા ઘરે આવ્યાં છે ત્યારે તેમણે આવકારવા જ પડે.
આ ત્રણેય કારણોને લીધે મને આવકાર મળ્યો.હા બે ચાર ચોથા પાંચમા ધોરણની કન્યાઓ અને જેમના મોટા ભાઈ કે પડોશીના છોકરાં શાળામાં ભણવા આવતાં હતાં તેવી છોકરીઓ શાળામાં આવી.ચોક્કસ સંખ્યા ખબર નથી પરંતુ આ વાલી સંપર્ક ને લીધે કુલ ચાર કે પાંચ કન્યાઓ શાળામાં આવી.આ શાળામાં બીજા કે ત્રીજા દિવસે આવેલ કન્યાઓ પૈકી કોઈનું નામ શાળામાં ચાલતું ન હતું.
જો દીકરીઓ આવે અને તેમનું નામ ન હોય તો?આ દીકરીઓના નામ સતત ગેરહાજરીને લીધે શાળામાંથી રદ  કરવામાં આવ્યાં હતાં.મેં મારી મુંજવણ મારા શાળાના આચાર્ય શ્રીને કરી.તે મને કહે:’બેન આ છોકરીઓ ફરીથી આવવાની હોય તો તેમના નામ દાખલ કરી શકાય.આ માટે તેના વાલીની સહમતી લાવવી પડે.’આચાર્ય શ્રી ના જવાબથી જાણે મને સફળતા દેખાતી હતી.નામ રદ કર્યા પછી ફરીથી લખી શકાય તે વાત જાણી મને કામ કરવા માટે નવાનવા વિચારો આવતાં થયા.
મેં વિચારી લીધું કે હવે હું ઘરે ઘરે જઈશ અને વાલીઓને ફરીથી દાખલ કરવા સમજાવીશ.તેમની સહમતી લઈશ.આવો વિચાર કરી મેં શાળામાંથી કમી કરેલ છોકરાં અને છોકરીઓની યાદી બનાવી.આ યાદીને આધારે તેમનો સંપર્ક કરવાનું વિચાર્યું.અહીં એ વાત ખાસ જાણવું કે આ ગામના લીકો પોતાના ખેતરમાં જ રહેતા હતાં,જેમના ખેતર હતાં તે ખેતરમાં રહેતા અને જે ખેતરમાં મજુરી કરતાં હતાં તે માલિકના ખેતરમાં રહેતા.આમ વાલી સંપર્ક કરવા માટે મારે ખેતરે ખેતરે જવું પડતું હતું.
ગામ નાનું.તેની વસતી તે સમયે અંદાજે છાસોની આસપાસ હતી.પણ તેમના ખેતરો ખૂબ જ દૂર હતાં.લગભગ બેથી ચાર કિલોમીટરના વિસ્તારમાં આ ગામના લોકો રહેતા હતાં.એક તરફ શાળામાં શિક્ષકો ઓછા અને બીજી તરફ આટલું દૂર જવામાં ખૂબ જ સમય બગડતો હતો.
મારી આ સમસ્યા માટે મેં એક સરસ રસ્તો કર્યો.મેં આખા ખેત વિસ્તારને ચાર ભાગમાં વહેચી દીધું.
()વડાવલ તરફના રસ્તાના ખેતરો...
()નવાગામ તરફના રસ્તાના ખેતરો...
()લોરવાડા તરફના રસ્તાના ખેતરો ...
()નદી પટ  તરફના ખેતરો...
વડાવલ ...નવાગામ...લોરવાડા એ આસપાસના ગામ હતાં.સણથ ગામના અનેક કુટુંબો પણ નવા સણથ ગમે સ્થાઈ થયા હતાં.આ ચાર વિસ્તારમાંથી આવતાં બાળકોનો મેં સહયોગ લીધો.
લોક સંપર્ક નું આયોજન:
સોમવાર : વડાવલ તરફ... બુધવાર : નવાગામ તરફ...શુક્રવાર : લોરવાડા તરફ ...ફરીથી સોમવારે:નદી તટ તરફ....આ રીતે આયોજન કરી લીધું.સાથે એક કાગળમાં વાલીઓની સહમતી લેવા માટેનો લખેલો તૈયાર કઘદ પણ હતો.આ કાગળની તૈયાર ઝેરોક્ષ પણ સાથે રાખતી હતી.જે વિસ્તારમાં મારે જવાનું હોય તે વિસ્તારમાંથી આવતાં બાળકોને હું કહી દેતી કે આવતી કાલે તમારા વિસ્તારમાં આવવાનું છે.તમે આ વિસ્તારની છોકરીઓ અને તેમના માં બાપ ને ભેગા કરજો.છોકરાં એ દિવસે ભલે મોડા આવે.પણ તેઓ ત્યાં રહી આ વિસ્તારના વાલીઓ અને ભણતા ભણતા શાળા છોડી ગયેલ બાળકોને એકઠા કરી રાખવાની જવાબદારી આપવામાં આવતી.
હું જતી ત્યારે આસપાસ કામ કરતાં લોકો અને છોકરાં બેન આવી...સાડી વાળી બેન આવી...એમ બોલતા ભેગા થતાં અથવા ભેગા કરવા બુમો પડતા હતાં.આ રીતે સમયનો બચાવ કરી એક જ જગ્યાએ સૌને એકઠા કરવામાં બાળકોની મદદ લીધી.આવું લગભગ બે ત્રણ સપ્તાહ ચલાવ્યું.હવે તો ગામની મહિલાઓ ખેતરમાંથી શાળામાં આવતી અને મને ખાસ શાળામાં મળવા આવતી હતી.
મારા આવા પ્રયાત્નીને લીધે શાળાની સંખ્યા નેવું ની આસપાસ પહોચી હતી.આ સંખ્યામાં ...નવા ઉમેરાયેલ બાળકોમાં કન્યાઓની સંખ્યા વધારે હતી.મને લોક સંપર્ક દરમિયાન વાલીઓ તરફથી નીચે મુજબની વાતો જાણવા મળી.આ વાતોમાં મને જણાયું કે આ લોકો છોકરી ને નીચેના કારણોથી ભણાવવા તૈયાર થતા ન  હતાં.
() ભણવા માટે ખર્ચ કરવો પડે છે.
() ભણાવવાથી છોકરીના સંસ્કાર બગડી જાય છે.
()ભણવાથી ઘરનું કામ શીખવામાં સમય મળતો નથી.
() નાની ઉંમરમાં લગ્ન પછી છોકરીને ભણાવવાની તેની સાસરી વાળા ના પાડે છે.
હવે મારી પરિસ્થિતિ તો એવી હતી કે જો તેમણે શાળામાં દાખલ કરીને ભણાવવા માટે ખર્ચ કરવો પડે કે ખર્ચ કરાંવવાનું થાય તો પણ આ કન્યાઓને કોઈ શાળામાં ન મોકલે.એક સામાન્ય લગતી વાત પણ જ્યાં રોજ કમાઈ ને રોજ ખાવું પડે છે તેવા ઘરમાં એક તો મજુરી કરનાર એક વ્યક્તિ ઓછી  થાય અને તેના પાછળ ખર્ચ કરવો પડે તે કોણ કરે?
આ માટે મને મનમો ખૂબ જ વિચારો આવતાં હતાં.મને થયું કે ભણવા માટે તો થોડુંક તો કશુંક જોઈ એ જ.આ કન્યાઓને મેં ઓગસ્ટ અને સપ્ટેબર મહિનામાં પ્રવેશ આપ્યો હતો.હવે તો સમય પસાર થઇ જવાથી તેમને સરકારમાંથી મફત પુસ્તકો પણ ન મળે.હવે કોઈ પણ ખરીદી કરાવવાની નહિ.પુસ્તકો હોય નહિ.આ છોકરીઓને કઈ રીતે ભણાવવું?આં વિચાર મને ખૂબ જ પરેશાન કરતો હતો.નેવુંની સંખ્યા થઇ હતી.પાછો પ્રશ્ન એ હતો કે આ ચૂકરીઓ અને તેમના વાળી પણ આ છોકરીઓના શિક્ષક તરીકે પુરૂષ આચાર્ય ને બદલે મહિલા તરીકે મારી જ પસંદગી કરતાં હતાં.અહીં આચાર્ય શ્રી એ મને સહયોગ આપ્યો અને મારા ધોરણમાં ન હોય તેવી છોકરીઓ પણ મારા ધોરણમાં બેસે તે માટે છૂટ આપી.
આચાર્ય શ્રી તરફથી મને મળેલ આ છૂટથી મને સંતોષ થયો.પણ કોઈ પણ પ્રકારની સામગ્રી વગર તેમણે ભણાવવા કેમ?આ સવાલ મને ખૂબ જ સતાવતો હતો.આ સવાલનો જવાબ ક્યારેક તો આપવો જ પડશે.માત્ર છોકરીઓ સાથે જ કામ લેવું કે તેમણે જ ભણાવવાનો પ્રયત્ન કરવો એ પણ કઈ સાચું ન હતું.શાળામાં આવતાં છોકરાં પણ એટલો જ અધિકાર ધરાવતા હતાં જેટલું હું કન્યાઓ માટે વિચારતો હતો.મારી મુંજવણ પણ હતી કે આ જુદા જુદા ધોરણનાં છોકરાં ને કઈ રીતે ભણાવવા?
હું સતત આ જ વિચાર કરતી હતી.આ માટે મેં નીચે મુજબનું આયોજન કર્યું.
()શાળામાંથી જુના પુસ્તકો એકઠા કર્યા.
()આસપાસની શાળામાંથી જુના વિદ્યાર્થીઓ પાસેથી પણ પુસ્તકો ભેગા કર્યા.
()હું ડીસા શહેરથી આવતી હતી અહીંથી પસ્તીના ભાવે રફ કાગળ ખરીદ્યા.
()આસપાસમાંથી જુના રમકડાં અને આ શાળાના બાળકોને ગમે તેવી સામગ્રી ઉગારાવીને એકઠી કરી.
એકાદ સપ્તાહના પ્રયત્નોને લીધે મને સારા જથ્થામાં સાહિત્ય અને સામગ્રી મળી.આ બધી જ સામગ્રી મેં જે તે વિદ્યાર્થીને વ્યક્તિગત જરૂરિયાત મુજબ ફાળવી દીધી.આવી  જૂની અને અન્યની વપરાયેલી સામગ્રી જો ઘરે લઇ જવા દેવામાં આવે તો કદાચ તેનો  વિરોધ થાય.શું અમારા બાળકો આવું વાપરે?અમારે એવું શું ભૂસાઈ જાય છે કે અમે અમારા છોકરાં ને ભણાવીએ?
આ માટે મેં એક રસ્તો કર્યો.
()બાળકને વ્યક્તિગત આપેલ સાહિત્ય તેણે શાળામાં જ રાખવું.   
()એક અઠવાડિયા પછી આ સામગ્રી અન્ય વિદ્યાર્થી ને આપવી.
()પરસ્પર સાહિત્યનું વિતરણ અને સાથે જ સાહિત્યની માલિકી આ વાત બાળકોને ખૂબ જ ગમી.
()દર સપ્તાહે તેમણે નવું સાહિત્ય મળતું.અહીં એવું પણ બનતું  કે તેમને તેમના ધોરણમાં ન આવતું હોય તેવું પુસ્તક પણ તેમના ભાગે આવે.
અહીં મારો પ્રયત્ન એ રહેતો છોકરાં ને લાગે કે તેમની પાસે પણ સાહિત્ય છે.તેમણે ખાસ વાચતા કે લખતા આવડતું ન હતું એટલે કયું સાહિત્ય છે તે સાથે તેમણે ખાસ કે સીધો જ નિસ્બત ન હતો.
ઓક્ટોબર મહિનો આવ્યો હશે અને મેં ફરીથી વાલીઓનો સંપર્ક કરવાનું વિચાર્યું.એજ ચાર વિસ્તાર અને સાડીવાળા બહેનના લોકસંપર્ક ની જાહેરાત.હા,આ વખતે મારી સાથે મોટી(ધોરણ પાંચ અને છ)દીકરીઓ જોડાઈ હતી.આ મારી સફળતા હતી.ઓકટોબર મહિનો શરુ થવામાં હતો.કદાચ એકાદ સપ્તાહ ગયું હશે.મેં આ વખતે વાળી સંપર્કમાં ખાસ મુદ્દાને ધ્યાનમાં રાખ્યા હતાં.મારા ચાર વિસ્તારના લોક સંપર્કમાં મને મળેલ મુદ્દાને ધ્યાનમાં રાખી મેં શાળામાં વિવિધ પ્રવૃત્તિનું આયોજન વિચાર્યું હતું.
આ પ્રવૃત્તિઓ માટે મને એક પ્રસંગમાંથી પ્રેરણા મળી હતી.એક સામાજિક પ્રસંગમાં જવાનું હોઈ મારા હાથમાં મેં મહેદી મૂકી હતી.મને આમ પણ મહેદી મુકવાનું ખૂબ જ ગમતું હતું.મને મારાં ભાભીએ હાથમાં મહેદી મૂકી આપી હતી.હું શાળામાં આવી ત્યારે મારા હાથમાં મહેદી મુકેલી જોઈ છોકરીઓ કહે :’બેન તમને મેડી મુકતા આવડે છે?’આ સવાલ નો મેં જવાબ આપ્યો.’હા,મને મહેદી મુકતા આવડે છે.’આશા નામની એક છોકરી કહે:’બેન મને પણ મહેદી મુકવાનું ગમે છે.મને મહેદી મુકતા શીખવશો?મને આ  વાત અને આશાની અરજ યાદ હતી.
મેં ગામના મારા સંપર્ક દરમિયાન જોયું તો ગામની મહિલાઓ વધારાના સમયમાં એક બીજાનું માથું ઓઢવમાં સમય પસાર કરતાં હતાં.રબારી...ઠાકોર અને હરિજન સમાજની મહિલાઓમાં  આ એક સામ્યતા હતી.આ બે મુદ્દાને આધારે મેં ઓકટોબર મહિનામાં એક ખાસ આયોજન વિચાર્યું હતું.મેં વિચાર્યું હતું કે હું શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરું.આ આયોજન માં નીચેની વિગતોને જોડી હતી.
()મહેદી સ્પર્ધા...
()કેશ ગૂંથણ સ્પર્ધા...
()લીંપણ સ્પર્ધા....
()વર્ગ સુશોભન સ્પર્ધા...
()લોકગીત,કાવ્ય ગાન સ્પર્ધા...
આ સ્પર્ધાઓ માટે મને મારા આચાર્ય શ્રીએ સહમતી આપી અને મીનામંચમાં સર્વ શિક્ષા અભિયાન થકી મળતી સહાય આપવાની પણ વાત કરી.આ વાત થી મારા આયોજનમાં સફળતા મળશે જ તેવો મને વિશ્વાસ થયો.
આ આયોજન માં એક ફરજીયાત નિયમ એ હતો કે તેના નિર્ણાયક તરીકે ગામના વાળી જ રાખવાના હતાં.ઉપર જણાવેલ બધી જ બાબતો ભણતર સાથે જોડાયેલ હતી છતાં વાલીઓને અમે એ રીતે સમજાવ્યું  કે અમે દીકરીને ભણાવીને બગાડતા નથી.આ શાળામાં અમે અહીં તેણે ઘરમાં ઉપયોગી કામ જ શીખવીએ છીએ.મારો આ તુક્કો કામ લાગ્યો.ગામના લોકો કહેતા હતાં કે આ રીતે સાડીવળાં બેન છોકરીઓને ગ્જારનું કામ શીખવે છે.આવું  તો સારું.આ રીતે કામ શીખવે તે સારું  કહેવાય.આવા તેમના પ્રતિભાવથી મને અને મારા આચાર્યને સંતોષ થયો.
અમારી શાળામાં બાળકોની સંખ્યા ૧૦૦ ઉપર પહોચી.આ સંખ્યા માં કન્યાઓની સંખ્યા પણ લગભગ ૪૦ થી  ૪૫ ટકા હતી.ત્રણ કે ચાર મહિનામાં અમે પચાસ બાળકોને અને તેમાંય ખાસ કરીને કન્યાઓનું પ્રમાણ વધારે હતું.અહીં સ્થાઈ કરણનું મૂલ્યાંકન કરવાનું બાકી હતું.
મૂલ્યાંકન:
આ શાળામાં નોધારી જ સંખ્યા નો વધારો દેખાતો હતો.ગ્રામ જનો અને બાળકોમાં ભણવાનો ઉત્સાહ દેખાતો હતો.આ મુદ્દો જ એવો હતો કે તેમાં સીધું જ મૂલ્યાંકન થઇ શકતું હતું.
વર્તમાન સ્થિતિ :

હાલ આ શાળાની સ્થિતિની જાણ નથી.હા આ શાળા છોડી ત્યારે ત્યાં આઠ ધોરણ અને ૧૪૫ કરતાં વધારે બાળકો હતાં.શાળામાં હાલ એક જ શિક્ષક છે અને મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અહીં એક થી પાંચ જ ધોરણ ચાલે છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી