સુવિધાની અસર...કેટલાંક વરસ પહેલાંની આ વાત છે.
એક નાનું ગામ.આ ગામનું નામ રતનપુર.ગામના બે હજાર કરતાં વધારે માણસો રહે.ગામ નાનું એટલે ખાસ સુવિધા ન મળે.
અહીં એક સરકારી શાળા.આખા ગામનાં બધાં જ છોકરાં આ શાળામાં ભણવા આવે.રંજન અને હરેશ  પણ અહીં ભણે. ચોમાસાના દિવસો હતા.વરસાદ પડ્યો હતો. રવિવાર હોઈ શાળામાં રજા હતી.એક ફળિયામાં છોકરાં રમતાં હતાં.બધાં છોકરાં ભેગાં થઈને સંતાકુકડી રમતાં હતાં. હરેશ આંખો બંધ કરી ને એક...બે...ચાર...એમ ગણતરી કરતો હતો.બધાં જ છોકરાં સંતાવા માટે દોડતાં હતાં.રંજન ઘરની પાછળ સંતાઈ હતી.હરેશે ગણતરી કરી લીધી.હરેશ સો સુધી ગણી લીધા પછી બધાં ને શોધવા આમતેમ જોતો હતો.
હરેશ ધીએ ધીમે રંજન સંતાઈ હતી તે તરફ વધતો હતો.રંજન ને પણ ખબર પડી ગઈ કે હરેશ તેને શોધતો રંજન તરફ આવતો હતો.હરેશ ને આવતો જોઈ રંજન બાજુમાં પડેલ લાકડાની પાછળ સંતાવા ગઈ.રંજન સંતાવા ગઈ અને તેને એક સાપ પગમાં કરડી ગયો.
સાપના કરડવાથી રંજને એકદમ રાડ પાડી.સાપ કરડવાથી તે સંતાઈ હોવા છતાં બહાર આવી ગઈ.હરેશ ને આ જોઈ નવાઈ લાગી.રંજન રડતી હતી.તેનો પગ જોઈ હરેશ પણ બધું જાણે સમજી ગયો. રમત રમતાં બધાં છોકરાં પણ બહાર આવી ગયાં.
આતો નાનું ગામ.અહીં દવાખાનું પણ ન હતું. પાસેનું શહેર પણ દસ કિલોમીટર દૂર હતું. અહીંથી પાસેના શહેરમાં જાવા માટે દિવસની એક જ બસ આવે.પરત આવવા તો ચાલતું જ આવવું પડે.ગામમાંથી જવા માટે બસ મળે. પરત ફરવા માટે તો કોઈ જ સાધન નહિ. બળદ ગાડું કે ઊંટલારી આવતી હોય તો તેમાં બેસી ને જ આવવું પડે.સાંજ નો સમય હતો.અંધારું થવામાં હતું.બસ પણ બપોરે નીકળી ગઈ હતી.ગામમાં ટેલીફોન કે એવી કોઈ સુવિધા નહિ.શહેરમાંથી ડૉકટર પણ કઈ રીતે બોલાવવા?
જોત જોતામાં આખું ગામ ભેગું થઇ ગયું.રંજનના ઘર સામે જાણે આખું ગામ આવી ગયું.રંજન ને પગમાં દુ:ખાવો થતો હતો.પગ અને શરીર ઉપર જાણે સોજા ચડી ગયા હતા.રંજન ને ઝેર ચડતું હતું.ગામમાં સારવારની સગવડ ન હતી. શહેરમાંથી ડોકટર ને બોલાવવાની કોઈ સુવિધા ન હતી. ડોકટર આવે તો ખરા પણ તેમના સુધી સમાચાર કઈ રીતે પહોંચે?વરસાદ પણ ચાલુ હતો.
આખી રાત બધાં રંજન ને લઇ ને બેઠાં.સવાર થઇ. બળદગાડામાં નાખી રંજન ને શહેરમાં લઇ જવામાં આવી.શહેરના ડોકટરે રંજનને તપાસી.તેને પગમાંથી હજુ પણ થોડું થોડું લોહી નીકળતું હતું.રંજન જાણે બેભાન થઇ ગઈ હતી.રંજનના બાપુજી,મુખી અને શાળામાં ભણાવતાં બહેન બધાં ડોકટર સામે જોઈ ઊભાં હતાં.ડોકટર શું કહેશે તે સંભાળવા સૌ આતુર હતાં.
ડોકટર કહે: ‘આ છોકરી ને સાપે હાડકા સુધી ડંખ દીધો હોય તેવું લાગે છે.આ છોકરી ને વધારે સારવાર માટે પાસેના મોટા શહેરમાં લઇ જવી પડશે.’ ડોકટરની વાત સાંભળી સૌ ચિંતામાં પડી ગયાં.શહેરમાંથી એક વાહન લઇ સૌ બાજુના મોટા શહેરમાં ગયાં.અહીં મોટું દવાખાનું  હતું.આસપાસના નાના મોટા સો ગામમાં આ શહેર મોટું હતું.ડોકટરે બેભાન થયેલી રંજન ને તપાસી. રંજન ના લોહી અને જરૂરી બીજી તપાસ થઇ.ડોકટરે રંજનના લોહીના નમુના લીધા.થોડી  વારમાં બધી ચકાસણી  કરીને ડોકટર કહે : ‘રંજન ને હાડકામાં ઝેર ઉતરી ગયું  છે.હવે ખૂબ જ  મોડું થયું. સાપ કરડી ગયો કે  તુરંત જ અહીં પહોંચી ગયા હોત તો બચી જાત.હવે આ છોકરીનો પગ કપાવવો પડશે.
મુખી કહે: ‘સાહેબ,પગ કપાવવાથી તો છોકરી બચી જશે ને?’મુખીની વાત સાંભળી ડોકટર બેભાન રંજનના મથે હાથ ફેરવતા કહે : ‘હા,બચીતો જશે...પણ થોડા વહેલાં આવી  ગયા હોત તો પગ બચાવી શકાયો હોત...’


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી