મુગટ મંદિર

એક વખતની વાત છે.
તે સમયે કોઈ દેશ આઝાદ ન હતો.
દુનિયાના બધાં જ દેશમાં રાજાઓ હતા.રાજા હોય એટલે કહેવું જ શું. આ તો રાજા. તેમને વિચાર આવે તે આદેશ. જે મનમાં આવે તે આદેશ.બસ !રાજા એટલે રાજા.આજે તો આપણું રાજ છે.આપની સરકાર છે.સરકાર ચલાવનારા લોકો આપના સેવક કહેવાય છે. લોકો મત આપે છે.સરકારો બંને છે. સરકાર બદલાય છે.કોઈ કોઈનું માલિક નથી. કોઈ કોઈનું ગુલામ નથી.આપની વાત.આપની સરકાર.સૌને સાથે રાખી ને સરકાર કામ કરે. સરકાર એટલે આપણે.આપણી વાત આપણી સરકાર.સૌની વાત સૌની સરકાર.
પણ તે વખતે એવું ન હતું.જે રાજ હોય તેનો દીકરો રાજા થાય.દીકરો ન હોય તો રાજા ધારે તેણે રાજ આપી શકે.રાજા સૌનો માલિક. રાજાના બધાં જ ગુલામ.લોકો મહેનત કરે. મજુરી કરે.રાજાને બધું જ આપી દેવું પડે.રાજા ધારે તે થાય.બધાં જ રાજાના ગુલામ.રાજા બધાનો માલિક.હાં,કેટલાંક રાજાઓ સારા હતા.તે લોકોની સેવા કરતાં.લોકોનું દુઃખ સાંભળતા.લોકોની સેવા કરતાં. દેશ અને દુનિયામાં આવા સારા રજાઓ પણ હતા.આવા રાજાઓમાં ભારતના અનેક રાજા હતા.
આવા જ એક રાજા સોનાદમ દેશમાં થઇ  ગયા.આખી દુનિયામાં સાત દરિયા છે.આ સાત પૈકી ચાર દરિયા પસાર કરો એટલે સોનાદમ પહોંચી શકાય.ચાર દરિયા અને ચાર મોટા પહાડ પાછળ સોનાદમ દેશ.આ દેશમાં સોનાસિંહ રાજા.રાજા ખૂબ જ ભલો.લોકોની સેવા કરે.લોકોની તકલીફ સમજે.લોકોને ઉપયોગી હોય તેવી સુવિધાઓ કરે.અરે !માણસોની સાથે આ રાજા અબોલા જીવોની પણ સેવા કરે. જંગલમાં રહેતા જીવોની સેવા કરે.આ અબોલા જીવો માટે પાણી અને ખોરાક ચિંતા કરે. દૂર દૂર સુધી રાજા લોકોની વાત સાંભળવા જાય. તેમની વાત સંભાળે અને તેમના દુઃખ દૂર કરે.
સોનાસિંહ એક સારા રાજા.સોનાસિંહ સોનાદમના દસમા રાજા હતા.પહેલાં રાજા હતા તે વખતે સોનાદમ અને રૂપદમ એક જ રાજાના હાથમાં હતું. તે વખતે એક જ રાજા આ બંને દેશના રાજા હતા.આ રાજા ને બે રાણી હતી. બંને રાણી ને એક એક દીકરો હતો. પહેલા રાજાનું અવસાન થયું. હવે રાજા કોણ? બસ....બંને રાણી પોતાના દીકરા ને રાજા બનાવવા જીદ કરતાં હતાં. આ વખતે બધાં એ ભેગાં થઇ આ વિવાદનો અંત લાવવાનું વિચારી લીધું.
સોનાદમ અને રૂપદમ બંને ભાઈઓને આપી દીધાં.હવે બંને અલગ...અલગ ...રાજ કરતાં હતા. સોનાદમની અને રૂપદમ.એક જ રાજાના રાજમાંથી જુદા પડેલ બે રાજાઓનું રાજ.આ બંનેના રાજાઓ અને તેમના રાજની ખાસિયત હતી.
સોનાદમ એટલે સોનાનું નગર.સોનાનું રાજ. આખા નગરમાં સોનું ખૂબ જ હતું.આ નગરમાં સોનાની કોઈ કીમત ન હતી.આપણી આસપાસ જેમ પથરા હોય છે. બસ! આજ રીતે સોનાદમમાં સોનું પડેલું હોય.કોઈ તેની સામે જ જુએ.આપણાં દેશમાં ઘઉંના દાણા જેટલો સોનાનો ટૂકડો હોય તો પણ હજારો રૂપિયાનો થાય.અહીં તો કોઈ સોનું પડેલું હાથમાં પણ ન લે.
રૂપદમ એટલે રૂપાનું નગર.રૂપાનું રાજ. આખા નગરમાં રૂપું ખૂબ જ હતું.આ નગરમાં રૂપાની કોઈ કીમત ન હતી.આપણી આસપાસ જેમ પથરા હોય છે. બસ! આજ રીતે રૂપદમમાં રૂપું પડેલું હોય.કોઈ તેની સામે જ ન જુએ.આપણાં દેશમાં ઘઉંના દાણા જેટલો રૂપાનો ટૂકડો હોય તો પણ હજારો રૂપિયાનો થાય. અહીં તો કોઈ રૂપું પડેલું હાથમાં પણ ન લે.
આ બંને રાજાઓના નામ પણ એવા કે આપણ ને ખબર પડી જાય.કોણ કયા દેશનાં રાજા હશે.સોનાદમના રાજા સોનસિંહ. રૂપદમના રાજા રૂપસિંહ. બંને દેશના રજાઓ એક બીજાં સાથે બોલતા પણ ન હતા.એક બીજા ને તેઓ હરાવવા માટે સતત વિચારો કરતાં.એક બીજાની સાથે સતત લડાઈ કરતાં.આમ કરતાં કરતાં સોનાદામના રાજા સોનસિંહ દસમા ગાદીએ બેઠાં.આ વખતે રૂપદમમાં રૂપસિંહ આઠમનું રાજ હતું.આ બંને રાજમાં એક જ વાત સરખી.એક જ વાતે બંને રાજ સહમત.આ સહમતી પણ અનોખી હતી. જે રાજા થાય તે એક જ નામ રાખે.સોનાદમ જે રાજા થાય તેમનું નામ સોનસિંહ....અને રૂપદમમાં જે રાજા થાય તેનું નામ રૂપસિંહ રાખવું.આ સિવાય બંને વચ્ચે કોઈ વાતે સહમતી ન થાય.
એક દિવસની વાત છે.એક જ નદીના બે કિનારે આવેલા બે રાજાઓ.વરસના વચલા દિવસે બંને રાજા આ નદીની પૂજા કરે.તે વખતે લોકો ખેતી કરતાં.ખેતી માટે તે જમાનામાં નહેર કે એવી કોઈ બીજી સુવિધા ન હતી.આજ ના જમાનામાં છે તેવી સરળ ખેતી પણ ન હતી.આ કારણે લોકો તે દિવસે નદી અને વરસાદની પૂજા કરતાં.આ દિવસ ને લોકો ખેતી પૂજા તરીકે ઓળખાતા હતા.
બંને રાજાઓ એક જ સમયે એક જ જગ્યાએ ભેગાં થાય તેવી આ નદી.તેવો ખાસ આ દિવસ.આ નદીને સૌ ખેતી નદી તરીકે ઓળખાતા હતા.સવાર સવારમાં બંને રાજાઓ અને તેમના રાજમાં રહેતા અનેક લોકો અહીં ભેગાં થયા.લોકો સેવા પૂજા કરવામાં જોડાએલ હતા.બંને રાજાઓ પણ સેવા કરતાં હતા.સોનસિંહ દસમાં અને રૂપસિંહ આઠમાં અહીં પૂજા કરતાં. બંને રાજાઓના રાજ પંડિત એક જ હતા. આ મહારાજ બંને રાજાઓ ને પૂજા કરાવતા હતા.
પૂજા પૂરી થઇ ગઈ. મહારાજ કહે: ‘હવે હું ઘરડો થયો.કદાચ આ મારી અંતિમ પૂજા હોય.આવતી વખતે પૂજા કરવાની થાય તે પહેલાં મારું મરણ પણ થઇ જાય.’રાજ પંડિત બોલતા હતા.બંને રાજા સાંભળતા હતા.રાજના પંડિત કહે:’હું સોનાદમ અને રૂપદમ બનેના લોકો અને રાજા ને વિનંતી કરું છું કે હવે લડાઈ ઝગડા બંધ કરો.હવે બંને રાજાએ સંપી જવાની જરૂર છે.આસપાસના બીજાં રાજાઓ પણ એટલા માટે જ સતત હુમલા કરે છે કે આપ બંને એક બીજાથી બોલતા નથી.એક બીજાં સાથે સતત લડાઈ કરો છો.અરે ! લોકો પણ એકબીજા સાથે સતત લડાઈ કરે છે.’રાજ પંડિત બોલતા હતા અને બંને રાજાઓ સાંભળતા હતા.રાજ પંડિતે પોતાની વાત આગળ ચલાવી.રાજ પંડિત બંને રાજાઓનો હાથ પકડી ને કહે: ‘હવે તમે લડાઈ...ઝગડા  અને વિવાદ બંધ કરો. આજે હું તમારી પાસે આ એક જ વાત માંગું છું.મારી વાત માનો.મને આજે તમારી પાસે થી સહમતી જોઈએ છીએ.હવેથી તમે એક બીજાનો વિરોધ નહિ કરો.આ વાતનું મને વચન આપો.’
ભલે બંને રાજા એક બીજાના વિરોધી હતા.ભલે એક બીજાની સામે સતત લડાઈ કરતાં હતા.હા,બંને ભાઈ હતા.બંને એક જ વંશના વરસ હતા.બંને રાજા સતત લડાઈ થી થકી ગયા હતા.બંને રાજા પણ એક બીજાની સાથે સંપી ને રહેવાનું વિચારતા હતા.સવાલ એ હતો કે પહેલાં સમાધાન કરવા કોણ જાય?પહેલો હાથ કોણ લંબાવે? એટલે જ આજે રાજ પંડિતના કહેવાથી બંને રાજાઓ તુરંત સહમત થઇ ગયા.એકબીજાને બંને ભેટી ગયા.આવું પહેલી વખત થયું હતું.બંને રાજાઓ ને એક સાથે આ રીતે જોઈ લોકો પણ ખૂશ થઇ ગયા.લોકો એ જયકાર કરવાનું શરૂં કર્યું.
·         સોનાદમ કી જય હો...
·         રૂપદમ કી જય હો....
·         સોનસિંહ કી જય હો...
·         રૂપ સિંહ કી જય હો....
·         ખેત નદી કી જય હો....
·         રાજ પંડિત કી જય હો....
આસપાસ બધે જ જય હો...જય હો...થઇ ગયું. ખેત નદી કિનારે જાણે એકદમ વાતાવરણ બદલાઈ ગયું.આમ જોવા જઈએ તો ‘સંપ હોય તો જ સુખ આવે.’સુખ કોને ન ગમે?બંને રાજાઓ રાજ પંડિત ને પગે લાગતા હતા...બંને રાજાઓ એક બીજાને વારંવાર ભેટતા હતા.
આ બંને રજાઓમાં હવે સંપ થશે.આ બંને રાજાઓ હવે એક બીજાની સાથે લડાઈ નહિ કરે.આ બંને રાજાઓ હવે એકબીજા ને સહયોગ કરશે.આવું બધું થાય એટલે કોને ન ગમે? રાજ પંડિત પણ ખૂબ જ ખૂશ દેખાતા હતા.રાજ પંડિત કહે: ‘મહારાજ રૂપસિંહ.આપ રાજા છો.મહારાજ સોનસિંહ પણ રાજા છે.’સોનસિંહ અને રૂપસિંહ આ સાંભળતા હતા.રાજ પંડિત કહે: ‘આપ બંને ભલે રાજા છો.મારા સેવક છો.હવે બંને ભાઈઓમાં સંપ થઇ ગયો?’રાજ પંડિતની વાત સાંભળી બંને રાજાઓ એ માથું હલાવી ને હા પાડી.
બંને રાજાઓ એ હા પાડી એટલે રાજ પંડિત કહે: ‘જુઓ,સોનસિંહ ઉમરમાં મોટા છે.રૂપસિંહ ઉમરમાં નાના છે.હું એવી વિનંતી કરું છું કે મોટાભાઈ તરીકે સોનાસિંહ રૂપસિંહની મુલાકાત કરે.રૂપદમ રાજમાં સોનસિંહ જાય.અને તે પછી નાનાભાઈ રૂપસિંહ સોનાદમની મુલાકાતે આવે.’     
રાજ પંડિતની વાત સાંભળી.સોનાસિંહ  અને રૂપસિંહ બંને રાજાએ આ વાત માની.આસપાસ ઊભેલા લોકો પણ ખૂશ થયા.આસપાસ ઊભેલાં બધાં એ તાળીઓ પાડી. ચિચિયારીઓ કરી.આ વાત ને વધાવી લીધી.આ વાત ને દસ એક દિવસ થયા.હવે તો સોનાદમ અને રૂપદમના લોકો એક બીજાના નગરમાં આવતાં થયા હતા.હવે એક બીજાના નગરના લોકો વેપાર પણ કરતાં થઇ ગયા હતા.બંને રાજાના સિપાઈ હવે લડવાનું મૂકી એક બીજાં સાથે વાતો કરતા હતા.
એક દિવસ ની વાત છે.સોનાસિંહ દરબાર ભરી ને બેઠાં હતા.રૂપસિંહ નો સિપાહી દરબારમાં આવે છે.સોનાસિંહના દરબારમાં આવી તેણે રાજા ને વંદન કરી કાપડમાં લખેલ વિગતો સોનાસિંહના સલાહકાર ને આપી.સોનાસિંહના સલાહકારે આ કપડામાં લખેલ વિગત રાજા સુધી પહોંચાડી દીધી .
એ જમાનામાં કાગળ કે એવું કશું ન હતું જેના ઉપર લખી શકાય.એ સમયે લખી ને સમાચાર પહોંચાડવા માટે કપડાનો જ ઉપયોગ થતો હતો.આ કપડામાં દોરી વડે લખવામાં આવતું હતું.આવું લખાણ લખવામાં અને તૈયાર કરવામાં ખૂબ જ સમય જતો હતો.રાજા રૂપસિંહે સોનાસિંહ ને રૂપદમ આવવા માટે આ કપડાનો  કાગળ લખી ને મોકલાવેલ હતો.રાજા સોનાસિંહ આ કાગળનો જવાબ લખવા અને થોડા દિવસ પછી રૂપદમ જાવા માટે સહમતી આપી.
આ તરફ રૂપદમ માં પણ સોનાસિંહ ને આવકારવાની તૈયારીઓ ચાલતી હતી.આખા નગરમાં જાણે તહેવાર હોય તેવું વાતાવરણ હતું.આમ કરતાં કરતાં દિવસો પસાર થતાં ગયા.રાજા સોનાસિંહ ને આવવાનો દિવસ આવી ગયો.
રાજા આવી ગયા.બે દિવસ રોકાયા.આ રોકાણ દરમિયાન પોતે નાના ભાઈ ને કઈ કઈ વાતે મદદ કરી શકે તેનું આયોજન કરતાં હતા.આજે રાજાનો જવાનો દિવસ આવી ગયો.રાજા સોનાસિંહ જતાં જતાં અનેક જાહેરાત કરી.સોનાદમ તરફથી રૂપદમ ને કઈ કઈ સેવાઓ માટે સહયોગ મળશે તેની વાત કરી.આ સાંભળી સૌ રાજી થઇ ગયા.અહીં ઊભેલા સૌ એ રાજા સોનાસિંહ ની જય જય કાર કરી તેમની વાત ને વધાવી લીધી.આતો રાજા.તેમનું માન જળવાય તેવું તો કરવું જ પડે.હવે રાજા ને શું આપવું કે તેમનું માન જળવાય.
રૂપસિંહ પણ આ માટે તૈયાર હતા.તેમણે આ રાજા ને એક કિલો સોનાથી બનાવેલ મુગટની  ભેટ આપી.ભેટ આપતી વખતે રૂપસિંહ કહેતા હતા. ‘મારા મોટાભાઈ અને રાજા સોનાસિંહ.આપ અહીં પહેલી વખત આવેલ હોઈ હું આપનું બહુમાન કરું છું.મને ખબર છે કે આપની પાસે સોનું ખૂબ છે.પણ અમારી પાસે સોનું નથી.જે હોય તે આપીએ તે કરતાં જે ન હોય તે આપીએ તો સારું.અને એટલેજ મારી પાસે જે નથી તેવું સોનું હું તમને આપું છું.
રાજાને આ વાત સાંભળી ખૂબ જ આનંદ થયો.રાજા સોનાસિંહ આ મુગટ  લઇ ખૂશ થયા.રાજા ગયા સોનાદમ.અહીં જઈ તેમણે ભરેલા દરબારમાં તેમના રોકાણ ની અને એક કિલો સોનાનો મુગટના  ભેટની વાત કરી.બધાં  એ આ વાત સાંભળી.આખા દરબારમાં રાજા રૂપસિંહ નો જય જયકાર થઇ ગયો.બધાં બેઠાં હતાં એ વખતે રાજાનો સલાહકાર રાજા ને કહે: ‘મહારાજ,આપના ભાઈ પાસે તો સોનું છે જ નહિ.કદાચ આ સોનું ખોટું તો નથી.આ સોનામાં ભેગ તો કરેલ નથી ને....!આ વાત સાંભળી સોનાસિંહ કહે: ‘ભેગ કરી ને મુઘટ આપવો હોય તો તે રૂપનો જ મુગટ ભેટમાં ન આપે?મને ખાતરી છે કે આ મુગટમાં ભેગ ન હોય.
સલાહકાર કહે: ‘ભેગ કરેલું સોનું ન હોય તો સારું.પણ આપણે તેની ખરાઈ તો કરવી જ પડે.’રાજા સોનાસિંહ કહે: ‘જુઓ...આપણે કાઈ સોનાની જરૂર નથી.આપો ભેટ છે એટલે રાખી.અને એની ચકાસણી કરવી હોય તો મુઘટ ને થોડો  કાપવો પડે.તેનો ટૂકડો લેવો પડે. આમ કરવા માટે ભેટમાં આવેલ મુઘટ ને ખંડિત કરવો પડે.અને ખંડિત કરેલ મુગટની ચકાસણી કરીએ...તે સાચો સોનાનો જ મુઘટ નીકળે તો???? આપણે રૂપસિંહનું અપમાન કરીએ છીએ તેવું સાબિત થાય.
આ સાંભળી આખો દરબાર જાણે શાંત થઇ ગયો.રાજાનો સલાહકાર થોડો ચાપલુંશી વાળો હતો.તે કહે: ‘મહારાજ,આપની વાત સાચી.પણ જો ખોટો કે ભેગ કરેલ સોનાનો મુગટ હોય તો એનો મતલબ એવો કે જે રાજાના રાજમાં અધધ સોનું છે તે ખોટા સોનાનો મુઘટ પહેરે છે.તેમાં આપણું અપમાન છે.અને ખંડિત કરીએ તો રૂપસિંહ નું અપમાન થાય.હવે કરવું શું?’રાજા...સલાહકારો અને દરબારમાં સૌ ઊભેલા વિચારમાં પડી ગયા.
ખૂણામાં એક નાનો છોકરો ઊભો હતો.આ છોકરો ધીરેથી રાજા સોનાસિંહની સામે આવી ને ઊભો થયો.સામે ઊભો રહી ને તે કહે; ‘મહારાજ,આ મુઘટ ખંડિત ન થાય અને તેની ચકાસણી કરી શકાય તેવો એક વિચાર મને આવે છે.’આ છોકરાની વાત સાંભળી બધાં અંદરો અંદર વાતો કરતાં હતો.આખા દરબારમાં ગૂસપૂસ થઇ ગઈ.સૌ વાત કરતા હતાં.એવી તો કઈ રીતે ચકાસણી કરી શકાય?
રાજા કહે: ‘જો એમ થાય તો સારું.બાકી હું આ મુઘટ ને ખંડિત કરવાનું વિચારી ન શકું.’રાજાની વાત સાંભળી આ છોકરો કહે : ‘મહારાજ,આપના નાગરમાંતો ખૂબ સોનું છે.આપણે એક કિલો સાચા સોનામાંથી આજ માપ નો આને આજ ભાત ધરાવતો.ઊંચાઈ અને પહોળાઈ સરખી જ હોય તેવો બીજો એક મુગટ બનાવીએ.’છોકરાની વાત સાંભળી રાજા કહે: ‘આમ મુગટ બનાવવાથી શું કરીએ તો સાચા ખોટાની જાણકારી મળી શકે?’રાજાની વાત સાંભળી છોકરો કહે: ‘મહારાજ દરેક ધાતુનું વજન ભલે બહારના વાતાવરણમાં સરખું હોય.પાણીમાં તેનું વજન બદલાય જ છે.આપણે આપના સોનામાંથી સાચો મુગટ બનાવીએ.તેનું હવામાં અને પાણીમાં વજન કરીએ.બંને વજન નોધી લઈએ.આ પછી રાજા રૂપસિંહના આપેલ મુગટનું વજન કરીએ.આ વજનની નોધ કરીએ.અને આપણે ભેટમાં આવેલ મુગટનું પાણીમાં વજન કરીએ.જો ભેગ હશે તો તુરંત પાણીમાં વજન ફેર આવશે.
રાજાને આ વાત સમજાતી ન હતી.રાજાને સમજાવવા આ છોકરા એ એક નવી જ રીત અપનાવી.તેણે બાજુમાં પડેલ એક આરસના પથરાથી બનાવેલ દીવડાનું વજન કરી રાજાને સંભળાવી દીધું.રાજા ને  બતાવી દીધું.રાજા પણ ઊભા થઇ એ છોકરાની પાસે આવી ગયા.તેમણે પાણી માં પણ આ આરસના દીવડાનું વજન કરી જોયું.છોકરો સાચો હતો.દીવડાનું વજન પાણીમાં અને પાણીની બહાર જુદું જુદું નોંધાયું હતું.હવે રાજા સોનાસિંહ ને આખી વાત સમજાઈ ગઈ.
તે વખતે વજન કરવા માટે લટક તાજવાં હતાં.આ તજવાંની નીચે જેનું વજન કરવું હોય તે બાંધી લેવામાં આવતું.અને તેનું વજન કરવામાં આવતું હતું.આ બધું જોઈ રાજા તેમણે રાજના કારીગરો ને આવો જ એક મુગટ બનાવવાની સૂચના આપી.અહી તો સોનું ખૂબ જ હતું.ચાર જ દિવસમાં સોનાસિંહના કારીગરો એ સાચા સોનાનો,ભેગ કરેલ ન હોય તેવાં સોનાનો મુઘટ બનાવી લીધો.આ મુઘટ બનાવી ને બધાં દરબારમાં ભેગાં થયા.પેલો છોકરો પણ હાજર હતો.તેણે પહેલાં બંને મુગટ ને પાણીની બહાર તોળી લીધાં.આટલું કામ કરી બંને મુગટનું વજન એક કિલો છે તેની નોધ રાજા પાસે કરાવી.
હવે આ બંને મુગટનું પાણીમાં વજન કરવાનું હતું.હવે સોનાસિંહના કારીગરો એ બનાવેલ મુઘટનું પાણીમાં વજન કરવામાં આવનાર હતું.આ મુઘટ ને છોકરાએ લટક તાજવામાં બાંધી લીધો.તેનું પાણીમાં વજન કરી લીધું.સોનાસિંહના કારીગરો એ બનાવેલ મુઘટનું પાણીમાં વજન એક કિલોમાં થોડું ઓછું થયું.આ વજનની પણ રાજા સામે જ છોકરાએ નોધ કરી.રાજાએ એક કિલોમાં કેટલું ઓછું વજન થયું તેની નોધ કરી લીધી હતી.
હવે રૂપસિંહે ભેટમાં આપેલ મુગટનું વજન કરવાનું હતું.બધાની નજર હવે લટક તાજવા ઉપર જ હતી.છોકરા એ ભેટમાં આવેલ મુગટ ને બાંધી લીધો.આ મુગટને બાંધી તેણે પાણીમાં વજન કરવાની તૈયારી કરી.મુગટ ને ધીરેથી પાણીમાં ઉતારી દીધો.બધાની નજર લટક તાજવા ઉપર જ હતી.સૌ એ જોયું કે આ મુગટનું વજન પણ થોડું ઓછું થયું હતું.રાજા આ વજન નોધવા માટે જાણે તૈયાર હતા.તેમણે ભેટમાં આવેલ મુગટનું વજન જોયું.તેની નોધ કરી.અને એકદમ ખૂશ થતાં તેમણે બૂમ પડી. ‘હા,બંને મુગટનું વજન સરખું જ છે.’રાજાની વાત સાંભળી પેલો છોકરો કહે: ‘મહારાજ,એનો મતલબ એ થાય કે રાજા રૂપસિંહે આપને ભેટમાં આપેલ મુગટમાં વપરાએલું સોનું સાચું જ છે.છોકરાની વાત સાંભળી રાજા અને સૌ દરબારી ખૂશ થઇ ગયા.
રાજા સોનાસિંહ કહે: ‘જોયું...મારા નાના ભાઈ એ મને સાચું સોનું આપીને આપણું  બહુમાન કરેલ છે.તેમની પાસે સોનું નથી છતાં તેમણે આપણ ને આવી ભેટ આપી.અને આપણે પણ મુગટ ને  ખંડિત ન કરી તેમનું અપમાન કરતાં રહી ગયા.આખા દરબારમાં બેઠેલા સૌ એ જયકાર કરી રાજા રૂપસિંહ અને સોનાસિંહ ની જય બોલાવતા હતા.
થોડા દિવસો પછી રાજા રૂપસિંહ સોનાદમ આવી ગયા.તેમના સમારોહની પણ અહીં સારી તૈયારી કરવામાં આવી હતી.આ તૈયારીમાં સોનાદામના બધાં જ લોકો જાણે જોડાયા હતા.રાજા રૂપસિંહ આવીને અહીં ચાર દિવસ રોકવાના હતા.તે સોનાદમમાં રોકાયા. રાજા આવી ગયા.ચાર દિવસ રોકાયા. આ રોકાણ દરમિયાન પોતે પોતાના મોટા ભાઈ ને કઈ કઈ વાતે મદદ કરી શકે તેનું આયોજન કરતાં હતા.આજે રાજાનો જવાનો દિવસ આવી ગયો.રાજા રૂપસિંહ જતાં જતાં અનેક જાહેરાત કરી.રૂપદમ તરફથી સોનાદમ ને કઈ કઈ સેવાઓ માટે સહયોગ મળશે તેની વાત કરી.આ સાંભળી સૌ રાજી થઇ ગયા.અહીં ઊભેલા સૌ એ રાજા રૂપસિંહ ની જય જય કાર કરી તેમની વાત ને વધાવી લીધી. રાજાનું  માન જળવાય તેવું તો કરવું જ પડે.હવે રાજા ને શું આપવું કે તેમનું માન જળવાય.
સોનાસિંહ પણ આ માટે તૈયાર હતા.તેમણે આ રાજા ને એક કિલો રૂપાથી બનાવેલ મુગટની  ભેટ આપી.ભેટ આપતી વખતે સોનાસિંહ કહેતા હતા. ‘મારા નાનાભાઈ અને રાજા રૂપસિંહ.આપ અહીં પહેલી વખત આવેલ હોઈ હું આપનું બહુમાન કરું છું.મને ખબર છે કે આપની પાસે રૂપું ખૂબ છે.પણ અમારી પાસે રૂપું નથી.જે હોય તે આપીએ તે કરતાં જે ન હોય તે આપીએ તો સારું.અને એટલેજ મારી પાસે જે નથી તેવું રૂપું હું તમને આપું છું.
મોટાભાઈ અને રાજા સોનાસિંહની ભેટ લઇ રાજા રૂપસિંહ ખૂશ થયા.તેમણે અહીંથી વિધાય લીધી.આસ પાસ ઊભેલા સૌ ખૂબ જ ખૂશ હતા.તેમણે બંને રાજાઓની જય બોલાવી.આ વાત ને ચાર મહિના થયા અને રાજ પંડિતનું અવસાન થયું.આ વખતે બંને ભાઈઓ એ ભેગા થઇ રાજ પંડિતનું મંદિર બનાવી દીધું.આ મંદિર આજે પણ ખેતી નદી કિનારે આવેલું છે.આ મંદિર ને આજે પણ મુગટ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

(આકાશવાણીન બાળ વિભાગમાં પસંદ થએલ જોડાક્ષર વગરની વાર્તા.)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર