Activity Base Learning:2


શિક્ષક એટલે ગુરૂ. ગુરૂ વિદ્યાર્થીઓને ખરા અર્થમાં શીખવાનું વાતાવરણ આપી શકે તેવી વ્યક્તિ.દરેક શિક્ષકની શીખવવાની પોતાની રીત અને અનુભવ હોય છે.ક્યારેક કોઈ ચોક્કસ મુદ્દાને શીખવવા માટે શિક્ષક પોતાની નીવડેલી પ્રવૃત્તિનો ઉપયોગ કરે છે.આવી અનેક નવતર પ્રવૃત્તિથી આપણે સૌ માહિતગાર છીએ.
આપણે જાણીએ છીએ કે બધા જ બાળકો એક સાથે શીખતા નથી.એક વર્ગખંડમાં પાંત્રીસ બાળકો હોય તો તે પૈકીના પાંચ થી સાત બાળકો જ પ્રથમ વખત શીખવ્યા પછી શીખે છે.આ સંજોગોમાં અન્ય બાળકોની સમાજ ઓછી હોય છે.અને મોટા ભાગના બાળકો તે મુદ્દાને સમજી પણ શકતા નથી.આપણે જાનીએ છીએ કે જોયું કે...
·         કોઈ પણ મુદ્દાને વર્ગખંડમાં શીખવ્યા પછી શીખવેલ વિગતોનું મૂલ્યાંકન કરવું જોઈએ.
-પ્રથમ પ્રયત્ને વર્ગખંડના અમુક બાળકો જ સમજ પૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.
-શીખેલા બાળકોને સાથે રાખી પ્રવૃત્તિ ધ્વારા શીખવવાથી વધુ બાળકો શીખે છે.
-બીજી વખત શીખવવાથી  પ્રથમ પ્રયત્ને શીખેલા બાળકોનું દ્ધ્રુધીકરણ થાય છે.
-પ્રથમ શીખેલ બાળકોનું દ્ધ્રુધીકરણ બીજાં પ્રયત્ને શીખેલ બાળકોને પરિચય થાય છે.
-ત્રીજી વખત શીખવવાથી....
* પ્રથમ શીખેલ બાળકોનું સુદ્ધ્રુઢીકરણ.
*બીજાં પ્રયત્ને શીખેલ બાળકોનું દ્ધ્રુઢીકરણ.
*ત્રીજા પ્રયત્ને શીખેલ બાળકોને પરિચય થાય છે.
આ રીતે શીખવવાથી,ચોક્કસ પ્રકારની શિક્ષણ પ્રક્રિયાથી વધારે પ્રમાણમાં બાળકો શીખે છે.અહીં ફરીથી એ વિગતો યાદ કરીએ કે એક જ મુદ્દો શીખવવા માટે એક કરતાં વધારે પ્રવૃત્તિની જરૂર પડે છે.વર્ગખંડ વ્યવહાર દરમિયાન અનેક સવાલ સામે આવે છે. આ સવાલ અને તેના જવાબ વિવિધ પરિસ્થિતિ માં જુદા હોઈ શકે.આ વિવિધતા સ્થાનિક પર્યાવરણ અને સ્થાનિક પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે.
શિક્ષકની આગવી વર્ગખંડ પ્રક્રિયા અને ચોક્કસ પ્રતિક્રિયા ને આધારે વર્ગખંડની વિવિધ સમસ્યાઓ સામે ચોક્કસ પરિણામ મળી શકે છે.પ્રથમ સત્રની તાલીમને અંતે કેટલાંક એવા પ્રશ્નો જોવા મળ્યા જેના જવાબ દરેક શિક્ષક પાસે જુદા હોય છે.દરેક શિક્ષક પાસેના જવાબની વિવિધતા છતાં ચોક્કસ પરિણામ મળી શકે તેવી નોખી પ્રક્રિયા પણ જોવા મળે છે.આ પ્રક્રિયાને શિક્ષક અને વિદ્યાર્થીની આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.આ આંતરક્રિયાને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેચી  શકાય.આ ત્રણ આંતરક્રિયાઓ ધ્વારા શું શીખવી શકાય તેની ચર્ચા કરી નોધ કરો.


વિચારો અને લખો:
આંતરક્રિયા
શું શીખવી શકે?
શિક્ષક અને વિદ્યાર્થીની ક્રિયા



વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ક્રિયા



વિદ્યાર્થી અને સામગ્રીની ક્રિયા




આમ જોવા જઈએ તો શિક્ષક વર્ગખંડમાં પોતાની સમજ અને જાણકારી  મુજબ જ કામ કરે છે.અહીં કેટલાંક મુદ્દા એવા છે કે જે આખા રાજ્યના શિક્ષકોને લાગુ પડે છે.આવા વિવિધ મુદ્દાઓ અને તે શીખવવા માટે કેવી પ્રવૃત્તિઓ કરી શકાય તેની ચર્ચા કરી નોધ કરીશું.
આપ કઈ રીતે શીખવશો?
અધ્યાપનનો  મુદ્દો

ઢ અને ઠ ની ઓળખ કરાવવા માટે
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:

અધ્યાપનનો  મુદ્દો

સાદી બાદબાકી શીખવવા માટે
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:


અધ્યાપનનો  મુદ્દો

જોડાક્ષરની ઓળખ માટે
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:

અધ્યાપનનો  મુદ્દો

સજીવ નિર્જીવ શીખવવા માટે
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:

અધ્યાપનનો  મુદ્દો

દશાંશ અપૂર્ણાંક શીખવવા માટે 
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:

ચર્ચા કરો  અને લખો:
કેવી પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને વધુ મજા આવે છે?





વિદ્યાર્થીઓને ગમતી પ્રવૃત્તિઓને સાથે રાખી વર્ગખંડનું કાર્ય કરવાથી ચોક્કસ પરિણામ મેળવી શકાય છે.મોટા ધોરણમાં ચોક્કસ સંકલ્પનાઓ શીખવા માટે પણ પ્રવૃત્તિઓ ઉપયોગી છે.આ પ્રવૃત્તિ ધ્વારા શીખવવાથી બાળકોને કાયમ માટે તે યાદ રહી જાય છે.આપણે જોયું તેમ આંતર ક્રિયાઓ  શિક્ષણમાં ખૂબ મહત્વ ધરાવે છે.અહીં એ વાત યાદ કરીએ કે આંતરક્રિયાઓ સાથે એકાગ્રતા પણ જોડાએલી છે.
આવું કેમ થતું હશે?
આંતર ક્રિયા
આવું કેમ થતું હશે?
શિક્ષક અને વિદ્યાર્થીની ક્રિયામાં એકાગ્રતા ઓછી હોય છે.
વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ક્રિયામાં એકાગ્રતા થોડી વધે છે.


વિદ્યાર્થી અને સામગ્રીની ક્રિયામાં એકાગ્રતા સૌથી વધારે હોય છે.

દરેક કામમાં એકાગ્રતા ખૂબ જ મહત્વની છે.પ્રવૃત્તિ ધ્વારા શીખવવાથી બાળકોમાં એકાગ્રતા વધે છે.બાળકોમાં એકાગ્રતા વધરવા માટે પ્રવૃત્તિ ઉપયોગી થઇ પડે છે.વિવિધ પ્રવૃત્તિ ધ્વારા શૈક્ષણિક મુદ્દા શીખવવા માટે અહીં કેટલીક પ્રવૃત્તિની વિગતો આપી છે.આ પ્રવૃત્તિ ધ્વારા કયા કયા શૈક્ષણિક મુદ્દા શીખવી શકાય તેની ચર્ચા કરી નોધ કરો.
વિચારો અને લખો:
ક્રમ
પ્રવૃત્તિની વિગત
શું શીખવી શકાય?
ચર્ચા




રમત




અભિનય




નિદર્શન




રંગપૂરણી




અવલોકન




વર્ગીકરણ




વાર્તાકથન





 આપ કઈ રીતે શીખવશો?

અધ્યાપનનો  મુદ્દો

નકશા વાચન શીખવવા માટે
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:

અધ્યાપનનો  મુદ્દો

પરિમિતિ અને ક્ષેત્રફળ શીખવવા માટે....
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:

અધ્યાપનનો  મુદ્દો

સ્વતંત્ર લેખન શીખવવા  માટે....
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:
પ્રવૃત્તિ:

પ્રવૃત્તિ ધ્વારા શીખવેલું કાયમ યાદ રહે છે.કહેવાય છે ને કે સાયકલ ચલાવવાનું શીખ્યા પછી લાંબો સમય ચલાવવામાં ન આવે તો પણ સાયકલ ચલાવવાનું ભૂલી જવાતું નથી.બાળકો પણ લાંબો સમય યાદ રાખી શકે તે માટે તેમણે પ્રવૃત્તિ ધ્વારા શીખવીએ.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી