જ્ઞાન સપ્તાહ...
આહ....જાણે જાદુ થયો.
એક મહિનામાં ત્રણ કિલોગ્રામ વજન ઉતારો.
આપના સંતાન ને અમારી ગેરેંટીથી ડોક્ટર બનાવો.
આવું જ કશુંક નવું.જ્ઞાન સપ્તાહ.ગુજરાતમાં આવતી કાલથી જ્ઞાન સપ્તાહની ઉજવણી શરું થશે.ગુણોત્સવ આવ્યો ત્યારે સૌને આતુરતા હતી.હવે શિક્ષણમાં કશુંક ચોક્કસ થશે.અરે ! વેકેશન ભોગવવાનું અટકાવી ને શિક્ષકો એ શાળાઓ ખોલી હતી.બે દિવસ,ચાર દિવસ કે દસ દિવસ પહેલાં શાળાઓ ખુલી ગઈ હતી.આજે ચાર વર્ષે શિક્ષક 'ગુણોત્સવ પૃફ' થઇ ગયો.ફિર વોહી રફતાર.એક શિક્ષક.રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા શિક્ષક.આજે ગુજરાતનાં મુખ્યમંત્રી છે.તેમણે કઈ એમજ નહિ વિચાર્યું હોય.અમારે તો ભાઈ આચાર સંહિતા છે.ડીસામાં પેટા ચુંટણી છે.મારે કશું ન બોલાય.હું સરકારી પગારદાર માસ્તર.પણ ફરી કોઈ 'સર્વપલ્લી'પેદા થશે તેવી આશા સાથે જ્ઞાન સપ્તાહ ને શુભેચ્છા.
Comments