ગમતી નિશાળ:અનોખી શાળા.
સવારે આઠ થી સાંજે આઠ સુધી ચાલતી શાળા એટલે ગમતી નિશાળ. સમગ્ર દેશમાં આજે શિક્ષક દિન ઉજવવામાં આવી રહ્યો છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આજના દિન નિમિત્તે એવા શિક્ષકોની વાત કરવી છે જેમણે એક નવતર આયોજન કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય શહેર પાલનપુર ખાતે ગયા વર્ષે ગમતી નિશાળની સ્થાપના કરવામાં આવી. અહી બાળકો માટે કોઈ પુસ્તકો કે શાળાનો કોઈ નિયત ગણવેશ નથી. આવી અનોખી શાળા માટે એના સંચાલનમાં શિક્ષકો જ જોડાયેલ છે. કેવી છે આ શાળા . આ શાળાને વૈદિક પરંપરા મુજબ નિર્માણ કરવામાં આવી છે. વાંસ અને માટીના ચણતરથી શાળાનું બાંધકામ કરવામાં આવ્યું છે. શાળામાં આવનાર બાળકો વૈદિક પરંપરા થકી શૈક્ષણિક દિવસની શરૂઆત કરે છે. બેસવાની જગ્યા એ ગાયના છાણ થી લીપણ કરવામાં આવ્યું છે. રોજ સૂર્ય પૂજા અને મંત્રોચાર વડે દિવસની શરૂઆત થાય છે. પુસ્તક વગર બાળકો કેવી રીતે ભણે છે. શાળા હોય એટલે પુસ્તકો હોય. પરંતુ આ શાળામાં પુસ્તક વગર બાળકોને શીખવવામાં આવે છે. અહી બાળકોને શીખવવા માટે દૈનિક પત્રો અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકો જીવાતા જીવનમાં કૌશલ્યો કેળવી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં
Comments