Puppets Making
એક જમાનાની વાત છે.ત્યારે મનોરંજન માટે કઈ ટી..વી. કે તેવા અન્ય સાધન ન હતા.આજે વ્યક્તિ ખીસામાં આખી દુનિયા લઇ ફરે છે.એક નાનો ફોન પણ આખી દુનિયાનું મનોરંજન અને માહિતી આપે છે.
પહેલાના સમયમાં પણ એવું જ હતું.મનોરંજન માટે ખાસ વ્યક્તિઓ કામ કરે.હા,ફર્ક એટલો હતો કે ત્યારે આખું ગામ ભેગું થાય અને પપેટ શો શરૂ થાય.ખાસ કલાકારો આ કામ કરતા.આજે દેશ અને વિદેશમાં અનેક કાર્યક્રમો થાય છે.આ કાર્યક્રમો પપેટ કળા ને બચાવવા માટે કરવામાં આવે છે.
શૈક્ષણિક સામગ્રી તરીકે પપેટસ ને અનોખું મહત્વ આપવામાં આવે છે.એક અસરકારક માધ્યમ અને શૈક્ષણિક સામગ્રી તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે.આવા જ એક વિચારથી પપેટ નિર્માણની એક સીરીજ મેં અને જયેશભાઈ પટેલ બંને એ સાથે મળીને બનાવી.
જયેશભાઈ પટેલ ધોરણ 3 થી ૫ ના પર્યાવરણ પાઠ્યપુસ્તકના લેખક છે.પ્રજ્ઞા અભિગમ માટે પણ તેમણે પર્યાવરણ વિષયમાં રહી કામ કર્યું છે.આઇઆઇએમ અમદાવાદ ધ્વારા નવતર પ્રયોગ કરનાર શિક્ષક તરીકે 'સર રતન ટાટા ઇનોવેટીવ ટીચર્સ એવોર્ડ વર્ષ ૨૦૦૬માં પ્રાપ્ત થયો છે.
ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન,અમદાવાદ ધ્વારા આ કાર્યક્રમોનું આયોજન થયું હતું. કુલ ચાર ભાગ પૈકી એક ભાગ અહી આપ અહી જોઈ શકો છો.
Comments