FATHER

અરે!

મારા ફાધર જરા...
મારા ફાધરની આર્થિક પરિસ્થિતિ જરા....
જો મારા ફાધર આર્થિક રીતે નબળા ન હોત તો હું ડોકટર થઇ શકત.

આજે મારે ઘર છે.ગાડી છે.અમે તો ભણતા અને સાથે મજુરી કરતા.
બાપ ક્યારેય ગરીબ નથી હોતો.માં અને બાપ પોતાનાથી થાય તે બધું જ કરે છે.
આજે મારે ઘર છે.(ગૃહ ફાઈનાન્સ)
મારી પોતાની જ ગાડી છે.(એચડીએફસી)
તમે તો ભણતા અને સાથે મજૂરી કરતા.આજે આપનું બાળક!?
 આપ ડોકટર ન બની શક્યા કદાચ  એટલે જ મજૂરની માફક ભણે છે.
લીધેલી બધી જ લોન ભરી દો.બાપુજી બે ટંક ખવડાવતા હતા.એમાં પણ ફાંફા પડશે.આ ચિત્ર ફેસ્બુક્માથી મળ્યું.મને ગમ્યું.થોડો સમય જોયા પછી સમજાયું.કદાચ મારી આંખો નબળી.પણ,એક માત્ર ધ્યેય સાથે જીવનાર.સફળ ન થવા માટે અન્યને દોશ?
ઈ નો ચાલબે.પોતાની જાતને સફળ કે નિષ્ફળ માનનાર વ્યક્તિ.અન્યને એજ કારણો આપી માપદંડ નક્કી કરે છે.જો અને તો !હવે તો, રાજકારણમાં પણ નથી ચાલતું.આતો જીવન છે.મારા બાપા શિક્ષક.આજે હું શિક્ષક.મને ખબર છે.હું કશું પણ બની શકું તેમ ન હતો.આજે શિક્ષક છું.કારણ મારા પપ્પા શિક્ષક હતા.અને હા,હું એવા સમાજમાંથી આવું છું.જ્યાં તમે આઈએએસ કરો તો પણ સમાજ પૂછે 'પીટીસી નથી કર્યું?'મારા સમાજની આઈએએસની લાયકાત સુધી મારી મચડી ને પહોંચાડનાર મારા પપ્પાને ફાધર્સ ડે
ના બીજા દિવસે આ લેખ અર્પણ.
(તારીખ:૧૬ જુલાઈ 2014 )

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર