छत्तीसगढ़ में गुजरात...


સંગીતને કોઈ સીમા નથી.અમે છત્તીસગઢ ગયા.પ્રજ્ઞા ની શરૂઆત કરવા માટે ત્યાં એક્સપોઝર માટે જવાનું થયું.ત્યાં  શાળામાં શિક્ષક આજે ગૌરવથી રેડિયો ઉપર શૈક્ષણિક કાર્યક્રમો સંભળાવે છે.ત્યાં આ કામ અંગેની વ્યવસ્થા કરવા માટે મધ્યાહન ભોજન સંચાલક જવાબદારી નિભાવે છે.અમે ત્યાં ગયા.
છતીસગઢ રાજ્ય છેલ્લા દાયકામાં બનેલું રાજ્ય.તેનું રાજ્ય ફૂલ.આ ફૂલ એટલે ગુલમહોર.પીળા રંગનું ગુલમહોર.અહી મને થયું  લાવો ગીત ગવાડવું.કેતનભાઈ ઠાકર,કેતન વ્યાસ,રાકેશ પટેલ અને અમારા કેમેરા મેં ધર્મેશ રામાનુજ. ધ્વારા બધી તૈયારી થઇ.મેં ગીત ગવડાવ્યું.
લે શીંગની ચીકી....
અને ભાઈ,આશ્ચર્ય વચ્ચે છોકરાં એ ગાયું.આજે કેટલાય વર્ષો પછી કેતન ઠાકરના માધ્યમથી આ કલીપ  મળી.ઓડિયો અને વિડીયોમાં ખામી છે.છતાં ગમશે.
અને હા,
શાળાની ફરતે વરંડો નથી.અહી લાકડાની થાંભલીઓથી વરંડો બને છે.શિક્ષકો જાતે બનાવે છે.ગામડાં  પણ 'નિર્મળ ગ્રામ યોજના 'વગર ચોખ્ખા છે.એકાદ ગામ આવું હોય તો થાય કે હશે.બીજા રાજ્યના લોકો ને બતાવવા એકાદ ગામ હશે.અહી અમે ચોવીશ શાળાઓ જોઈ.બધે જ એક સરખું.શાળા અને ગામની ચોખ્ખાઈ ગમી.અહી દરેક ગામમાં એક પૂતળું હતું.આ પૂતળું શાહિદનું હતું.મને થયું દરેક ગામનો એક શહીદ?અમે અમારા ગાઈડ ને પૂછ્યું.તે કહે:'આ નકસલવાદથી પ્રભાવિત વિસ્તાર છે.આ બાવલાં નકસલવાદી ઓ ધ્વારા માંરીનાખાવામાં આવેલ વ્યક્તિઓના છે.
ત્યારે ખબર પડી કે અમે જ્યાં ઊભા હતા તે ગામમાં બે મહિના પહેલાં જ ત્રણ વ્યક્તિની  નકસલવાદીઓએ હત્યા કરી હતી.કદાચ તેમના બાવલાં અત્યારે લાગી ગયાં હશે.
કેતન ઠાકરના આભાર અને ધર્મેશની મહેનત સાથે નીચેની લીંક ઉપર ક્લિક કરો.


Comments

હા, મિત્ર હું પણ બસ્તર કાંકેર ખાતે સ્કાઉટની તાલીમમાં ગયો હતો...
Bee The Change said…
vinod ji thanks a lot for sharing this.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી