જય હિન્દ...

દેશ ભક્તિ.દરેક પોતાની રીતે અમલી કરે.દરેકને ગર્વ હોય.દેશ એ કોઈ એક વ્યક્તિનો નથી.દેશ દરેકનો છે.મને આજે એવી કલીપ મળી.તેમાં લખું હતું.દિલ થી જોશો તો રડી જવાશે.અને ખરેખર એવું જ થયું.મને ગમ્યું.આ કારણે જ મને થયું કે આપને પણ બતાવું.જુઓ.અને બને તેટલા વધુ લોકો ને બતાવો.આ કલીપ નથી દેશ પ્રેમ છે.અરે!આ ક્લીપમાં જોવા મળશે દેશ પ્રેમ.દેશ પ્રત્યેની લાગણી.એવી વ્યક્તિઓની લાગણી કે તેમને જાતે જ લાગણીની જરૂર છે.આવા અનેક આપણી આસપાસ હશે.આપણે તેને પ્રેમ આપીએ.દેશ સમૃદ્ધ કોઈ એક પક્ષની સરકારથી ન થાય.દેશના વિકાસમાં દરેકનો સરખો હિસ્સો છે.નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે તે કહેતા 'ગુજરાતનો પ્રત્યેક વ્યક્તિ એક ડગલું આગળ આવે તો ગુજરાત છ કરોડ ડગલાં આગળ  આવશે.'ગુજરાત સર્વોત્તમ છે એમ ન કહી શકાય.પણ ગુજરાત ચોક્કસ વિશેષ છે તે વાત આખી દુનીયા કરે છે.
અહી ગુજરાતનું માત્ર કોઈ એક વાતમાં અનુસંધાન છે.આપ એક દેશભક્ત છો.આપ દેશના આદર્શ નાગરિક છો.બીજું છોડો,આ કલીપ માં છે તેવા બાળકો ને હુંફ આપો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી