મહેશદાસ દરબારમાં


એક છોકરાં જેવો લાગતો આ મહેશદાસ રાજ મહેલની સામે ઊભો હતો.તેણે મહેલમાં જવું હતું.તે દરવાજામાંથી અંદર જવા ગયો અને ચોકીદારે તેને ન જવા રોકી લીધો.ચોકીદાર કહે:’અરે છોકરાં તારે દરબારમાં શું કામ છે?’મહેશદાસ કહે;’મને બાદશાહે મળવા માટે આવવાનું કીધું છે.’ચોકીદાર કહે:’એમ કઈ બાદશાહને ન મળાય.તને બાદશાહ કઈ રીતે માળી ગયા કે અહીં આવવા બોલાવી લીધો?’મહેશદાસ કહે:’ભાઈ જુઓ,મને બાદશાહે તેમની અંગૂઠી આપી છે.તે મને ઇનામ આપવાના છે.’ચોકીદાર કહે:આ બાદશાહની અંગૂઠી તે ચોરી પણ હોય?હું કઈ રીતે માનું કે આ અંગૂઠી તને બાદશાહે જ આપી છે?
ચોકીદારની વાત સાંભળી મહેશદાસ કહે:’જુઓ...આજથી દસ એક દિવસ પહેલાં બાદશાહ અમારી તરફના જંગલમાં શિકાર માટે આવી ગયા હતાં..તે એકલા હતા.તેમણે તરસ લાગી હતી.મે તેમણે ખોબેથી પાણી પીવાનું શીખવી તેના ફાયદા શું થાય તેની માહિતી આપી હતી.બાદશાહ મારી વાતથી રાજી થયા હતાં.તેમણે મને આ અંગૂઠી આપી હતી.’

મહેશદાસે એકધારી વાત કરી દીધી.ચોકીદારને પણ ખબર હતી કે બાદશાહ દસ એક દિવસ પહેલાં શિકાર ખેલવા ગયા હતાં.અને ભૂલા પડી ગયા હતા.આ ચૂકારો સાચું જ બોલે છે.આને બાદશાહ ઇનામ આપશે જ.આવું ધરી મનોમન ચોકીદારે આ છોકરાના ઇનામમાં ભાગ લેવાનું વિચારી લીધું.થોડી વાર વિચાર કરીને ચોકીદાર કહે:’હું તને જવા દઉં પણ મારી એક વાત તારે માનવી પડે’
મહેશદાસે આ વાત માનવી જ પડે તેમ હતી.તે કહે:હા બોલો,શું વાત છે તમારી?’ચોકીદાર ધીરેતી મહેશદાસને કહે:હું જવાતો દઉં પણ બાદશાહ તને જે ઇનામ આપે તેમાં તારે મને અડધું ઇનામ આપવું પડે’
મહેશદાસને તો અંદર જ જવું હતું.તે કહે: ‘હા...બાદશાહ મને જે ઇનામ આપશે તેમાંથી હું તમને અડધું ઇનામ આપીશ.’છોકરાની વાત સાંભળી ચોકીદાર પણ ખૂશ થઇ ગયો.તે મનોમન હરકતો હતો.
ચોકીદરથી પરવાનો મળતા મહેશદાસ સીધો દરબારમાં પહોચી ગયો.મહેશ્દાસે અંદર જઈને જોયું તો બાદશાહ મો...ટા....આસન ઉપર બેઠાં હતાં.
તેમની નીચે વાળો વજીર ઊભો હતો.નાનામોટા અફસરો તલવાર પકડીને બાદશાહની ખીદમતમાં ઊભા હતા.બાદશાહની સામે અનેક લોકો અદબવાળીને ઊભા હતાં.એક પછી એક લોકો આવતાં.બાદશાહને સલામ કરતાં.પોતાની વાત રજુ કરતાં.બાદશાહ આ વાત સાંભળતો અને ચુકાદો આપતો.પોતાનો ચુકાદો જાહેર કરતો.
આવું લાંબો સમય ચાલતું જ હતું.મહેશદાસ ને આ બધું જ જોવાની ખૂબ જ મજા પડી.આખો દરબાર ખાલી થયો.મહેશદાસ ઊભો જ હતો.બાદશાહની નજર આ છોકરાં ઉપર પડી.બાદશાહને નવાઈ લાગી.બાદશાહને થયું:’આ નાનો છોકરો અહીં શું આવી ગયો હશે?’બાદશાહ અકબરતો આ છોકરાને ભૂલી જ ગયો હતો.બાદશાહને તો રોજ કેટલા બધા માણસો મળે?આ નાનો છોકરો બાદશાહને કઈ રીતે યાદ રહે?
બાદશાહે વજીરને ઈશારો કરી આ છોકરાને પાસે બોલાવવાની સૂચના આપી.વજીર છોકરા પાસે ગયો.છોકરો ધીરે ધીરે બાદશાહ પાસે પહોંચી ગયો.મહેશદાસે બાદશાહને સલામ કરી.બાદશાહ આ છોકરાની સામે જ જોતો ઊભો હતો.
બાદશાહ કહે:’છોકરાં તારે કઈ અરજ કરવી છે?’મહેશદાસ કહે:’જી ના નામદાર.’
બાદશાહ કહે:’તો તું અહીં કેમ હજાર થયો છે?’
‘બાદશાહનો મહેલ જોવા!’મહેશદાસે ટૂકો જવાબ આપી દીધો.
આમ કહી મહેશદાસે બાદશાહને તેમની અંગૂઠી બતાવી.આ અંગૂઠી જોઈ બાદશાહને બધી જ વાત યાદ આવી ગઈ.બાદશાહ કહે:’આ છોકરાને ઇનામ આપવાનું છે.બોલ છોકરાં તારે શું ઇનામ જોઈએ છે?’મહેશદાસ કહે:’નામદાર મને સો કોરડા મારો.મારે એવું જ ઇનામ જોઈએ છે.’આવું ઇનામ માગતો જોઈ બાદશાહ અને સૌને ખૂબ જ નવી લાગી.આખા ભારતનો બાદશાહ માગવાનું કહે અને આ છોકરો આવું માંગે તે જોઈ સૌને અચરજ થયું.
બાદશાહ કહે:’આવું કેમ માંગે છે?તારે જેની જરૂર હોય તેવું માંગ,હું તને આપીશ.આવું ઇનામ...સો કોરડાની સજા કહેવાય કે ઇનામ?’
બાદશાહની વાત સાંભળી મહેશદાસ કહે:’હું અંદર આવતો હતો તે વખતે આપના ચોકીદારે મને જે ઇનામ મળે તેમાંથી અડધું ઇનામ તેણે આપવાની શરતે જ મને અંદર આવવા દીધો હતો.’આપ મને સો કોરડા મારવાનું ઇનામ આપો તેમાંથી પચાસ કોરડા પેલા ચોકીદારને આપો તો જ હું સાચો ઠરું.
મહેશદાસની વાત સાંભળી બાદશાહતો રાતપીળા થઇ ગયા.તેમણે મહેશ્દાસને પચાસ કોરડા ધીમેથી મારવાની અને પેલા ચોકીદારને બમણા જોરથી કોરડા મારવાની સજા જાહેર કરી.મહેશદાસને તો જરાય વાગે નહિ તે રીતે ધીમેથી કોરડા મારી ઇનામ આપી દીધું.વજીરને સૂચના આપી પેલા ચોકીદારને ઇનામ્લેવા બાદશાહે બોલાવી લીધો.ચોકીદાર ઇનામનું નામ સાંભળી ખૂશ થયો.જેવો તે અંદર ગયો કે તેણે જોરથી કોરડા મારવાની શરૂઆત થઇ ગઈ.ચોકીદારતો કશું સમજતો જ ન હતો.કે તેણે કેમ કોરડા મારવામાં આવે છે.
ચોકીદારને કોરડા મારીલીધા પછી તેણે સીધો જ જેલમાં પૂરી દીધો અને બાદશાહે આ મહેશદાસને સો સોનામહોર આપી તેણે કાયમ માટે દરબારમાં જ રહેવા માટે માનવી લીધો.અકબર બાદશાહ આમ પણ આવા ચતુર લોકોને શોધતો જ હતો.આ ચતુર છોકરો મહેશદાસ એટલે જ બીરબલ.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી