હાથ વગરની હંસાને હસ્તાક્ષર માટે રાષ્ટ્રીય પુરસ્કાર.
(વિશ્વ વિકલાંગ દિવસે ખાસ.)
આનંદી નામની એક છોકરી.તેના પિતાજીનું નામ મોહનલાલ રાઠોડ.તેઓ પાલનપુર ખાતે રહે.તેમની નોકરી રેલખાતામાં હતી.આ કારણે તેઓનું નિવાસ રેલ-વે મથકની પાસે હતું.એક દિવસની વાત છે.આનંદીની ઉંમર છ માસની હતી.તે રમતી રમતી પાટા પર જઈ ચડી.તેના હાથ પાટા ઉપર હતા.ઓચિંતી એક રેલગાડી આવી ગઈ. રેલગાડી આવી અને આનંદીના બન્ને હાથ કપાઈ ગયા.આનં દીના કાંડાથી કોણી વચ્ચેથી હાથ કપાઈ ગયા.જીવનની શરૂઆતમાં જ આવું થવાથી આ છોકરીના પરિવારને ખૂબ ચિંતા થતી હતી.આ છોકરી ધીરે ધીરે મોટી થઇ.તેને હાથ ન હતા.આનંદીએ પોતાના બધા જ કામ જાતે કરતી હતી.આ છોકરી હિંમતના હારી.તે શાળામાં ભણવા ગઈ.તેણે હાથ વગર જ લખવાની ટેવ કેળવી લીધી.તેણે તેના ઠૂંઠા હાથને એટલા સરસ કેળવ્યા.હાથ ધરાવતા લોકો કરતાં વધારે સારું કામ કરતી.૧૯૫૯માં તેઓ બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર શહેરમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.ભારતના વડાંપ્રધાન ઇન્દીરાબેન ગાંધીએ અખિલ ભારતીય સુલેખન સ્પર્ધામાં આનંદીબેનનો ભારતમાં પ્રથમ નંબર આવ્યો હતો.(૨ડીસેમ્બર ૨૦૧3)
Comments