શિક્ષણના હબમાં કઈ રીતે સફળ થવું?શું કરું ને જાણું હું,આ જગતમાં વાતો.જ્ઞાન સિવાય કોઈ પણ વાતે મારે ના રાખવો નાતો.

આપણો દેશ ભારત.અનેક ખાસિયત ધરાવતો દેશ.અનેક વિધતા ધરાવતા પ્રદેશ અને એવાજ લોકો.એક વખત અમારે કોઈ કામથી બિહાર જવાનું થયું.અમે બિહારની રાજધાની પટનામાં  હતા.અહીં અમારા માર્ગદર્શક અને  સાથી સુકુમાર મિશ્ર હતા.સુકુમાર એક એનજીઓ(નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના પ્રમુખ છે..

અહીં તેમની સાથેનું અમારું
  કામ પુરું થયું.આમારી રીટન ટિકિટ હતી.અમારી પાસે સમય હતો.અમે સુકુમારજી ને કહ્યું:અહીં નજીકમાં શું જોવા જેવું છે?’

સવાલ સાંભળીને તે કહે:શું કોઈ અભણ માણસ આખા ગામને ભણાવે તેવું તમારે જોવું છે?’મને મનમાં થયું કે કદાચ કોઈ ભૂવો કે મહંત હશે જે કશુંક કરી ગામના લોકોને છેતરતો હશે.પહેલાં તો  અમે ના પાડી.સુકુમાર કહે આવું તમને ક્યારેય નહિ  જોવા મળે.અને અમે તેમની સાથે જોડાયા.

પટનાથી બસો કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં અકરોહી
  પહોંચ્યા.આ ગામ રામગઢ તાલુકામાં પડતું હતું. રામગઢ તાલુકો કૈમૂર જિલ્લામાં આવે.આ ગામ આખા પ્રદેશમાં ચોરો માટે ખ્યાતી ધરાવતું હતું.આખા ગામમાં કોઈ સરકારી મકાન કે સરકારનો  માણસ ન હતો.આખા ગામમાં સિત્તેર ઘર હતા.આ બધાંજ લોકો મુસહર સમાજના હતા.ઈંટોના ભઠ્ઠામાં લોકો મજુરી કરતાં હતા.રાજ્યમાં ગમેતે જગ્યાએ ચોરી થાય.પોલીસ આવીને અહીંથી ગમેતે બે ચાર જણને પકડી જાય.


આ ગામમાં  સૌથી વધારે ભણેલો માણસ એટલે ગુરૂજી.તેમને આખું
  ગામ ગુરૂજી તરીકે જ ઓળખે.તેમણે જોઈને મને નવાઈ લાગી.તેમની પાસે એક રેડિયો હતો.સુકુમારજી કહે આ ગુરૂજી.તે ભણવામાં ખૂબ હોશિયાર હતા. તે બાજુના ગામની સરકારી શાળામાં ભણતાં હતા.તેમના પિતાજીનું અવસાન થતાં તેમણે ભણવાનું છોડી દીધું. તેમની વધુ ભણવાની આશા અધૂરી રહી.હવે શું કરવું ગુરૂજી વિચારતા હતા.ત્યાં સરસ્વતી પૂજાનો તહેવાર આવ્યો.આ વાત આજથી બે દાયકા પહેલાની છે. ત્યારે તેમણે ત્રણ છોકરાં સાથે તેમની ઝુંપડી પાસે એક શાળા તૈયાર કરી.અહીં રોજ છોકરાં આવે.નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી સૌ ભણે.શાળા પતાવીને ગુરૂજી મજુરીએ જાય.સાંજે પરત ફરી  ફરી છોકરાં ભેગા કરે.તેમને વાર્તા અને ગીતો સંભળાવે.અહીં છોકરાં ગણિત અને બે ભાષામાં હિન્દ અને અંગ્રેજી  શિક્ષણ મેળવે.ત્રીજા ચોથા ધોરણ સુધી ગુરીજી છોકરાંને અહીં ભણાવે.વધુ ભણવા માટે તે છોકરાંને પાસેના ગામે મોકલે.આ રીતે કરતાં કરતાં તેના અનેક વિદ્યાર્થીઓ ભણ્યા.
પાઠ્યપુસ્તક અને અન્ય સુવિધાનો અભાવ છતાં અહીંથી ભણતરની શરૂઆત કરનાર અનેક ભણ્યા છે.આ શાળામાંથી રંજન મુસહર,રામાયણ મુસહર અને બ્રીસન મુસહર બીકોમનો અભ્યાસ કરે છે.આ શાળાનાં વિદ્યાર્થી અને સરકારી બાબુ બનેલા રામપ્યારે કહે છે:મને ગુરૂજીએ ભણાવ્યો,તે કહે છે. ‘મને ગુરૂજીએ માટીમાંથી માણસ બનાવ્યો.
જે માણસ ભણી  શક્યો નથી તે માણસ તેના વિચારોની  વિશાળતાથી શું કરી શકે? તે આ ગુરૂજી પાસેથી જાણી શકાય છે.પોતાની પાસેના અપૂરતા જ્ઞાનથી પણ ગુરૂજીએ ક્રાંતિ કરી.અને આપણે???

આ લેખની શરૂઆતમાં આ પ્રસંગ એટલા માટે લખ્યો.બિહારનો આ પ્રસંગ લખવા માટેનું કારણ પણ એ કે જીવનમાં ‘જ્ઞાન’ને કોઈ હરાવી કે હંફાવી શકાતું નથી.અર્થગ્રહણ અને અભિવ્યક્તિ ધ્વારા વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાનનો ફેલાવો કરી શકે છે.
અર્થગ્રહણ કરવા માટે વાચન એક મહત્વનું અંગ છે.જાણકારી પ્રાપ્ત કરવા માટે વાચન ખૂબ જ જરૂરી છે.એવું જ અભિવ્યક્ત થવા માટે છે.વાંચેલું,જોએલું કે સાંભળેલું અભિવ્યક્ત કરવું એક કલા છે.અભિવ્યક્ત થવા માટે લેખન અથવા કથનને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે.અરે ! તે ખૂબ જ મહત્વનું છે.આમ જોવા જઈએ તો વાચન એ જ્ઞાન પ્રાપ્તિનું મહત્વનું અંગ છે.
અહીં વાચવાના પાંત્રીસ લક્ષણની વાત કરી છે.આ લક્ષણને આધારે આપ કેવું વાંચી શકો છો તેની સારણી  પણ આપી છે.આ સારનીને આધારે આપ સારી રીતે વાંચી શકો.જ્ઞાનને વધારી શકો.અને છેવટે જ્ઞાનણી પરબ બની વિશ્વના હિસેદ્દાર બની શકો.
જ્ઞાન હબ અને વાચન:

એક જગ્યાએ એન્ટ્રેસ ટેસ્ટ માટેની તૈયારી ચાલતી હતી.એક  વડીલે આવીને પૂછ્યું?’શું આપને વાંચતા આવડે છે?’આ સવાલ સાંભળી એકાદ યુવાન જરા સરખો ગરમ થઇ ગયો.તે કહે:એમ જ અહીં સુધી ભણીને આવી ગયા?’આ વાત ચાલતી હતી.બધાને એમ જ હોય છે કે આપણને વાચતા આવડે છે.આપને આપણા આ કૌશલ્યને ક્યારેય ચકાસતા નથી.

વાંચો અને કહો...

(૧) વાંચીને તૈયાર કરી લખી શકો છો?
(૨)વાંચતી વખતે હલન ચલન કરો છો?
(૩)નવા શબ્દોને છૂટ પાડીને વાંચો છો?
(૪) વાંચતી વખતે તમે ગરદન હલાવો છો?
(૫)વાંચતી વખતે ઊંગ કે કંટાળો આવે છે?
(૬)તમે વાચતા હોવ ત્યારે પુસ્તક હાલે છે?
(૭)વાંચતી વખતે બીજા વિચારો આવે છે?
(૮) વાંચીને તેમાંથી સવાલ બનાવી શકો છો?
(૯) વાંચતી વખતે લખાણમાં ભૂલ સમજો છો?
(૧૦)વાંચતી વખતે આગળી કે પેન ફેરવો છો?
(૧૧)તમારા અક્ષર સરળતાથી વંચાય તેવા છે?
(૧૨)તમે મોટેથી બોલીને હોઠ ફફડાવીને વાંચો છો?
(૧૩)એક જ નજરે છથી વધુ શબ્દો ઓળખી શકો છો?
(૧૪) ભણવામાં આવતું જાતે વાંચવા તૈયાર થાઓ છો?
(૧૫) આપના લખાણમાં વાક્ય રચના ગોઠવાયેલી હોય છે?
(૧૬) વાંચીને સમજેલું અન્ય વ્યક્તિને સમજાવી  શકો  છો?
(૧૭)શું બે વખત વાંચેલા મુદ્દાને વિગતવાર લખી શકો  છો?
(૧૮)મોટા વાક્યને વાચતા એક કરતાં વધુ વાર અટકો છો?
(૧૯)વાંચતી વખતે ખૂરશી કે ટેબલને પગ વડે હલાવો  છો?
(૨૦)બાર શબ્દો ધરાવતા વાક્યોને અટક્યા વગર વાંચી શકો છો?
(૨૧)વાચેલું બોલાતી વખતે બોલચાલના શબ્દો આવી  જાય છે?
(૨૨)તમે વાચતા હોવ ત્યારે લખાણની લાઈન બદલાઈ જાય છે?
(૨૩)લખાણમાં વાંચવામાં આવેલી બધી વિગતોને સમાવી શકો છો?
(૨૪)નવા કે મોટા શબ્દોને બદલે ખોટા શબ્દોનું ઉચ્ચારણ થાય છે?
(૨૫)પાંચ વાક્યોના ફકરાને બે વખત વાંચી તેના મુદ્દા તારવી શકો છો?
(૨૬)શું સતત ત્રીસ મીનીટ એક જ  બેઠકે વાંચવાની ક્ષમતા ધરાવો છો?
(૨૭) છ કરતાં વધુ અક્ષરો વાળા શબ્દોને અટક્યા વગર વાંચી શકો છો?
(૨૮)બે વખત વાંચ્યા પછી ૨૫ થી ૩૦ શબ્દો યાદ રાખીને લખી શકો છો?
(૨૯) ત્રણ વખત વાંચેલી વાત ને બે કલાક પછી પૂરેપૂરા યાદ રાખી શકો છો?
(૩૦)દસ મીનીટન સતત વાચનમાં એક કરતાં વધારે વખત ધ્યાન ભંગ થાય છે?
(૩૧)વાંચતી વખતે નવા શબ્દોને વાક્ય રચનાને આધારે સમજવા પ્રયત્ન કરો છો?
(૩૨)વાંચેલી વિગતોને અનુરૂપ અન્ય ઉદાહરણો શોધી તેણે યોગ્ય રીતે વર્ણવી શકો છો?


આવા બત્રીસ સામાન્ય લગતા પ્રશ્નોને આધારે વાચનનું વિગતવાર મૂલ્યાંકન થઇ શકે છે.તમે ઉપરના સવાલોને હા કે ના જવાબ આપી વર્ગીકરણ કરો.આ જવાબને આધારે નીચે મુજબ મૂલ્યાંકન કરો.

કુલ બત્રીસ પ્રશ્નોમાંથી પહેલાં અઢાર  પ્રશ્નોન જવાબ હા આવે.ચૌદ પ્રશ્નોનો જવાબ ના આવે  તો યાદશક્તિ
,તર્કશક્તિ,વાચનની પદ્ધતિ સારાં પરિણામ અપાવતી હોવી જોઈએ.
        
૩૧ થી વધારે સાચા  જવાબ...એક્સેલેન્ટ.
·         ૨૬ થી ૩૦ સાચા જવાબ...વેરી ગુડ.
·         ૧૬ થી ૨૫ સાચા જવાબ...ગુડ.
·         ૧૦ થી ૧૫ સાચા જવાબ...સ્લો રીડર.
·         ૧૦ થી પછા સાચા જવાબ...પુઅર રીડર.
આ વિગતો નાનાથી લઇ મોટા સૌ માટે સરખી જ રીતે ઉપયોગી છે.આપ વાંચો અને મિત્રો સાથે તેની પરસ્પર ચકાસણી કરો.સતત મહાવરાથી આપ પણ જ્ઞાન હબ માં એક માધ્યમ બની આપના ક્ષેત્રમાં નોખા તારી શકશો.
ભાવેશ પંડ્યા

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી