બોલો ! આવું થાય છે ને?



એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલતું હતું. લગભગ દસ માળનું કામ ચાલતું હતું.મોટાભાગ  જેટલું કામ પુરુ થયું હતું. એક વાર સવારના સમયે આ કંપનીના  માલિક બાંધકામની મુલાકાતે આવી ગયા.એ દસમા માળની છત પર આંટા મારતા હતા.
અહીંથી તેમણે નીચે જોયુ.એક મજુર અહીં કામ કરતો  હતો.માલિક મજુર સાથે વાત કરવા માગતો હતો.માલિકે દસમાં માળેથી મજુરને બુમ પાડી.મજુર કામમાં હતો.આસપાસ અવાજ પણ થતો હતો.આ કારણે મજુરને માલિકનો અવાજ ન સંભળાયો.
થોડીવાર પછી મજુરને પોતાની બાજુ જોવડાવવા માલિકે ઉપરથી એક,બે અને પાંચ રૂપિયાનું પરચુરણ મજુર ઉપર ફેકી દીધું.મજૂર કામકરતો હતો.અહીં પરચુરણ પડેલું જોઈ તેણે તે લઇ લીધું.મજુરે આ પરચુરણ ઉઠાવીને ખીસામાં મૂકી દીધું.આટલું કરી તે મજૂર કામે વળગી ગયો.
માલિકે હવે સો ની નોટ નીચે ફેંકી. નોટઉડતી ઉડતી પેલા મજુરથી થોડે દુર પડી.મજુરની નજરમાં આ નોટ આવી એટલે આ સો રૂપિયાની નોટ લઇનેફરીથી મુકી દીધી.માલિકે હવે પાંચસો રૂપિયાની  નોટ નીચે ફેંકી તો પણ પેલા મજુરે અગાઉની જેમજ કરી ફરી કામે લાગી ગયો.
માલિકે હવેહાથમાં નાનો ઈંટનો ટૂકડો લીધો.મજુર ઉપર ધીરેથી ફેકી દીધો.મજુરને ડાબા હાથે ઇન્તાનો ટૂકડો વાગી ગયો.મજૂરે ઉપર જોયું.માલિક સાથે તેણે વાત ચાલુ કરી.આપણે પણ આ મજુર જેવા જ છીએ.ભગવાનને આપણી સાથે વાત કરવી હોય છે.ભગવાન આપણને સાદ પાડીને બોલાવે છે. આપણેકામમાં એવા ગોઠવાયા હોઈએ  છીએ કે ભગવાનનો સાદ આપણનેસંભળાતો નથી.
ભગવાન ભગવાન છે.આપણે તેની સાથે વાત કરતાં નથી છતાં એ નાની નાની ખુશીઓ આપવાનું શરુ કરે છે.આપણને આ ખુશી આપનારાનો વિચાર જ નથી આવતો. છેવટે ભગવાન દુ:ખ રૂપી નાનો ઈંટનો ટૂકડો  આપણા પર ફેંકે છે.આપણે તુંરત જ ઉપર ઉભેલા માલિક સામે જોઇએ છીએ.કરગરી દયા અને મદદની ભીખ માંગ એ છીએ.
બોલો આવું થાય છે ને?

(કેતન ઠાકરે ફેસબુકમાં લખેલ વાર્તાને જોડાક્ષર વગર મારા વાચકો માટે.)

Comments

CRC Nadishala said…
Thanks Bhaveshbhai....
U did it !!!
CRC Nadishala said…
Dear Bhaveshbhai ,
Wah !
You proved that you can convert any story in your style. You did it.
Congratulations

Ketan Thaker

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી