આજે અનોખો દિવસ...આજનો દિવસ અનોખો દિવસ છે.
આજે બાલ દિન પણ છે.ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મ દિવસ.આ દિવસને આપને સૌ બાલ દિન તરીકે ઉજવીએ છીએ.

આ ઉપરાંત આજે ચાતુર્માસના પારણાં છે.ખૂબ જ ભક્તિ પૂર્વક ઉજવતા ચાતુર્માસના આજે પારણાં થશે.હિંદુ ધર્મશાસ્ત્રમાં પંચાકનું ખૂબ મહત્વ છે.આજે પંચાક છે.

હિંદુ ધર્મની જેમ મુસ્લિમોનો આજે પવિત્ર દિવસ છે.આજે મહોરમ અને પવિત્ર તાજીયાના ઝુલુસ થશે.આ ઉપરાંત ખાસ એ પણ કે ભારતના મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકર આજે તેના જીવનની છેલ્લી ટેસ્ટ મેચ રમાનાર છે.આ લખાય છે ત્યારે ભારતનો દાવ શરું થઇ ગયો છે.

ભારત દેશના આ મહાન ખેલાડીએ જાહેર ક્રિકેટની શરૂઆત આજથી પચ્ચીસ વર્ષ પહેલાં કરી હતી.ત્યારે પણ બાલદિન હતો.આજે પણ બાળદિન છે.આજે સચિન બાળક મટી બાળકો,યુવાનો અને ભારતનો આદર્શ છે.

શિક્ષણમાં કહેવાય છે કે કૌશલ્યનો વિકાસ થાય તેવું શિક્ષણ આપો.સચિન બારમાં ધોરણની પરીક્ષામાં નાપાસ થયો. તેના પછીના વર્ષે મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકમાં સચિન તેન્ડુલકર પાઠ સમાવવામાં આવ્યો હતો.

બસો ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ એક રેકોર્ડ છે.અનેક રેકોર્ડ સચિનને નામે છે.અરે!એટલા બધા રેકોર્ડ છે કે તે જ એક અનોખો રેકોર્ડ બને.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના નામોનીત એક ખેલાડીને અનોખી વિદાય આપવા આખો દેશ ઊભો છે.આજે પહેલી વખત ક્રિકેટ વિષે લખી હું સચિનને શુભેચ્છા સાથે બાય કરું છું.

અનેક મહત્વના દિવસો અનેક વાર ફરી આવશે.કહેવાય છે કે દર છત્રીસ વર્ષે આખું કેલેન્ડર રીપીટ થાય છે.કદાચ સચિન જેવો કોઈ અન્ય ખેલાડી પછીના વર્ષોમાં આવે કે ણ પણ આવે.કેલેન્ડર રીપીટ થાય છે.ઇતિહાસ બીજાં સ્વરૂપે પરત ફરેછે.પણ વ્યક્તિ ક્યારેય એજ રીતે પરત થતી નથી.અને એટલેજ આજે અનેક ખાસ દિવસો વચ્ચે આજે ખાસ સચિન માટે જ બાય.....

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી