तेरा करम ही तेरी विजय हैं...


રાણી લક્ષ્મીબાઈ.ભારતાના પ્રથમ મહિલા વડાંપ્રધાન ઇન્દીરા ગાંધી.ભારતની પ્રથમ મહિલા સુપરસ્ટાર જીન્નત અમાન અને વિશ્વ સુંદરીનો ખિતાબ જીતનાર સુસ્મિતા સેનનો જન્મ દિવસ.આ ઉપરાંત ભારત દેશે બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ સફળ રીતે પૂર્ણ કર્યું તેનો પછીનો દિવસ.આ દિવસ એટલે ૧૯ મી નવેમ્બર.
૧૯ મી નવેમ્બર ૨૦૧૩.આ દિવસ અન્ય કરતાં ખાસ નથી.અનેક માટે તે ખાસ હોય પણ ખરો.પણ મને આ દિવસ કાયમ યાદ રહેશે. ‘તેરા કરમ હી તેરી વિજય હૈ’આવું સ્લોગન ધરાવતી એક શાળામાં જવાનું થયું.પહેલી નજરે આ વાંચ્યું.ખૂબ ગમ્યું.આ વિધાન વિદ્યાર્થી અને શિક્ષક ઉપરાંત જાણે સૌને લાગુ પડે છે.મોરબી એક અનોખી ઓળખ ધરાવતું શહેર છે.અમે ગયા હતા તે ‘નવયુગ શૈક્ષણિક સંકુલ’ ટૂંક સમયમાં પોતાની ઓળખ બનાવી શક્યું છે.આવી અનોખી ઓળખ ધરાવતા સંકુલમાં જવાનું થયું.શિક્ષકોને તાલીમ માટે આ સંકુલના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા અને સંકુલ પરિવાર ભારે જહેમતથી કામ કરે છે.
પાપા પગલીથી લઇ પગભર કરવા સુધીની તૈયારી આ સંકુલમાં છે.શિક્ષક તાલીમ,વાલીઓને તાલીમ, અન્ય સેમિનાર અને પ્રવૃત્તિમાં સંકુલ અગ્રેસર છે.આ માટે સાપ્તાહિક આયોજન પણ છે.ચિત્ર,સંગીત,ડાન્સ અને અન્ય કૌશલ્ય વર્ધક તાલીમની અહીં વ્યવસ્થા છે.
છેલ્લા પાંચ વર્ષથી અહીં શિક્ષકો માટે વ્યખાનનું આયોજન થાય છે.ભારતના અને ગુજરાત અનેક ચિંતકો,સાહિત્યકારો,કેળવણીકારો અને વિચારકો અહીં આવી ચુક્યા છે.પોતાના વિચારો અહીં રજુ કર્યા છે.સ્વામી ધર્મ બંધુજી (ત્રાંસલા આશ્રમ),ડૉ શરદ ઠાકર(દિવ્યભાસ્કર),શ્રી જય વસાવડા(ગુજરાત સમાચાર),ડૉ.નલીન પંડિત(પૂર્વ નિયામક જીસીઈઆરટી,ગાંધીનગર), વિચારક અને લેખક શ્રી ભાણદેવ જી શ્રી સાંઇરામ દવે(હાસ્યકાર અને શિક્ષક ) શ્રી તરુણ કાટબમણા(હાસ્યકાર અને પાઠ્યપુસ્તક લેખક) સ્પીપાના શ્રી સખાપરીયા આ સંકુલ માં પોતાના વિચારો અને વાતો રજુ કરી ચુક્યા છે.આ સંસ્થામાં સંકુલના પ્રમુખ શ્રીના માધ્યમ બનેલ.અમને ત્યાં બોલાવવામાં નિમિત્ત બનનાર,પાઠ્યપુસ્તકના લેખક વિચારક અને આ સંકુલમાં પહેલેથીજ જોડાયેલ શ્રી પરેશ દલસાણીયા પણ અહીં શૈક્ષણિક વિચારો રજુ કરી ચુક્યા છે.
અમે પહોંચ્યા.વિશાલ સંકુલ,વિશાલ મેદાન,અને અનેક એવોર્ડથી ચમકતી પ્રવેશની ડાબી તરફની આખી અને મોટી દીવાલ.વાહ વાહ બોલવું જ પડે તેવી સફાઈ.આવું જ સંકુલનું વાતાવરણ.મોરબી શહેરની સૌ પ્રથમ ISO 9001-2008 પ્રમાણિત સંકુલ.નામ એનું નવયુગ.શિક્ષણમાં જાણે નવો યુગ.કરોડો વિચારો...લાખો અરમાનો...હજારો બાળકો....અનેક ઇનામો અને સિદ્ધિઓ.અહીના શિક્ષકો સામે બોલવું પણ શું?તેમનું કામ પ્રવેશતાં જ દેખાતું હતું.
શિક્ષકો સાથે મેં પણ વાત કરી.મોરબીની એક ઓળખ ચિનાઈ માટીના નળિયા.ઘડિયાળો.સિરામિક ઉદ્યોગ અને મારા માટે હવે એક નવી ઓળખ એટલે ‘નવયુગ’ શૈક્ષણિક સંકુલ.અરે!આ શાળામાં ભણતા બાળકો સો માંથી સો માર્ક્સ બોર્ડની પરીક્ષામાં લાવે છે.નવ્વાણું લાવનાર તો અનેક છે.સો મો બે માર્ક ઓછા હોય તેવા વિદ્યાર્થી ગણવા માટે આંગળીના વેઢા ઓછા પડે.પંચાણું ઉપર તો અનેક.
આવું પરિણામ અમસ્તું ન આવે.પ્રમુખ શ્રી પરિવારણી જેમ શિક્ષકોની દેખભાળ રાખે.નિયમિત તાલીમ અને માર્ગદર્શન ઉપરાંત પર્વોની ઉજવણી વખતે શુભેચ્છાની સાથે ગીફ્ટ પણ આપે.કોઈ પણ પ્રકારની મૂજવણમાં સતત સાથે.અને એટલેજ આવું ઉત્તમ પરિણામ આવે.
પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા,શ્રીમતી રંજનબેન કાંજીયા અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બળદેવભાઈ સરસાવાડીયાના અદભૂત સંકલનથી ચાલતું આ સંકુલ એક વખત જોવું જોઈએ.પોતાના બાળકને માટે વિચારનાર સૌએ આવું સંકુલ એક યાત્રાધામ તરીકે જોવું રહ્યું. 
શ્રી પી.ડી.કાંજીયા
નવયુગ શૈક્ષણિક સંકુલ
મોરબી રાજકોટ હાઈવે
'બા'ની વાડી પાછળ,
વિરપર.(મોરબી)                          
+૯૧૯૮૨૫૦૭૨૪૯૬ 
+૯૧૯૬૮૭૬૧૨૫૦૦ 
www.navyugschoolmorbi.com
navyugschoolmorbi@gmail.com
navyugsankulvirapar@gmail.com

(લખ્યા તારીખ:૨૦ નવે.૨૦૧૩)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર