લીંબુ કોણ લાવે?

નિશાંત અને જૈના તેઓ ભાઇ-બહેન.
 નિશાંત જૈના કરતાં મોટો.
જૈના ચોથું ધોરણ પાસ થઇ હતી.
 નિશાંત સાતમા ધોરણ પહેલા નંબરથી પાસ.
ઉનાળાના વેકેશનની વાત છે.શાળામાં રજાઓ હતી.
નિશાંતના બા સરબત બનાવતા હતાં. જૈના પાસે બેઠી હતી. જૈના હાથમાં  લીંબુ  રમાડતી હતી. નિશાંત પાછળથી આવી ને  જૈનાના માથમાં ધીરેથી ટપલી મારી. એકદમ પાછ્ળ કાઇક થવાથી જૈનાના  હાથમાંથી લીંબુ પડી ગયુ.લીંબુ લોટમાં ભરેલા પાણી ને તળિયે પહોંચી ગયું.જૈના હાથેથી લીંબુ  બહાર કાઢવા જતી  હતી. જોઈ નિશાંતે  ચીસ પાડી. 
                                                             
બસ... ઊભીરે...જો લીંબુ લોટામાં તળિયે છે.જૈના એકદમ રડવા જેવી થઇ ગઈ.જૈના ને રડતી જોઈ નિશાંત  કહે: ‘જો પાણીમાં  હાથ  નાખવાનો નહિ.. લીંબુ  જાતે ઉપર આવે તો તુ ખરી.જૈના આકળાઇ હતી.તેને નિશાંતની વાત સમજાતી હતી.જૈના કહે: ‘પણ એમ લીંબુ  પાણી ઉપર કઇ  રીતે આવે ?’ભાઈ,તું મને કેમ સતાવે છે? જૈના તેની બાને બતાવવા રડ્વા જેવી થઇ.

બા નિશાંત ને કહે: ‘તારે આવી ગાંડી વાતો કરવાની શું જરૂર છે?’.તું પાણીમાં  હાથ નાખવાનો હોય તો લીંબુ ઉપર લાવી આપ.નિશાંત કહે: ‘હા...જૈનાને ખબર નથી હું ડૂબેલા લીબુને ઉપર લાવીશ.’બાને પણ કશું સમજાતું હતું.બા કહે : ‘તારે જે કરવું હોય તે ઝડપથી કર.મારે સરબત બનાવાવું  છે.’નિશાંત  ઊભો થઇ કશુંક લેવા જતો હતો.બા જોઇ હસતા હતાં.બા કહે: ‘કેમ લીંબુ ઉપર નહિ  આવે? નિશાંત કહે: ‘હા,લીંબુ ઉપર આવશે પણ... બોલવાનું  અડધુ રાખી તે આમતેમ આંખ ફેરવતો નીચે બેસી ગયો.ધીમેથી મીઠાની થેલી તેણે હાથમા લીધી. બા કહે: ‘ શુ છે ? ‘આવવડમ-અભડ્મ-અગળલા છું.લીંબુ  ઉપરમ-આવલા ખુ.’નિશાંત બોલતો હતો. 
                
બા જોતા અને હસતાં હતાં. જૈના પણ જોતી હતી.નિશાંત  ઉપર મુજબ આવવડમ-અભડ્મ-અગળલા છું.લીંબુ  ઉપરમ-આવલા ખુ બોલતા -બોલતા થોડું થોડું મીઠું   પાણી ભરેલા લોટામા ભભરાવતો  હતો.લીંબુ ધીરે-ધીરે પાણીમાં ઊંચે આવતું હતુ.  આમ પાણીમાં મીઠું ભભરાવવાથી લીંબુ ઉપર આવતું હતું. વાતથી જૈના અજાણ હતી.નિશાંતે જૈનાને ઈશારો કરી ઉપર આવતાં લીંબુને જોવાની વાત કરી.તે તો સતત આવવડમ-અભડ્મ-અગળલા છું.લીંબુ  ઉપરમ-આવલા ખુ બોલતો હતો.લીંબુ એકદમ ઉપરની તરફ આવતું દેખાતું હતું.નિશાંત વધુ મીઠું ભભરાવતો હતો.જૈના અને બાએ જોયું.તે પણ ખુશ થયાં.જૈના કહેતી હતી :’ભૈયા મને શીખવા ને...શીખવાને...’

નિશાંત કહે : ‘એમાં શીખવાનું શું?’ જો લીંબુ પાણીમાં હતું તે વખતે પાણી કરતાં લીંબુની ઘનતા વધારે હતી.પાણીમાં જેમ જેમ મીઠું વધતું ગયું તેમ તેમ પાણીની ઘનતા વધી. મીઠાને લીધે પાણી ભારે થયું અને લીંબુ હલકું થયું.

જૈના ઘનતા-ઘનતા સાંભળી ને અકળાઈ.તે કહે: ‘મીઠું નાખવાથી પાણી ભારે થયું.પાણી કરતાં લીંબુ હલકું થયું.લીંબુ હલકું થતાં તે ઉપર આવી ગયું.એમ ને?’નિશાંત કહે: ‘હા,એમ તું બરાબર સમજી છે.’બા પણ નિશાંતની વાત સાંભળી જૈના સામે જોઈને હસતાં હતાં.બા સરબત બનાવી લીધો.બધાં સરબતનો આનંદ લીધો.        

Comments

ખુબ સરસ ભાવેશભાઈ.
Hiral Shah said…
મને આ વાર્તા ખુબ જ ગમી. વિજ્ઞાનની વાતો આ રીતે હસતા રમતાં શીખવાની મજા જ કંઇક જુદી હોય છે.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી