છોડવાનો જાદુગર


નાનું ગામ રતનપુર.આજે અહીં રતનપુરમાં આવેલ છોડવાના જાદુગરની વાત કરવાની છે.આ ગામમાં એક મોટો બગીચો.આ બગીચામાં એક માળી કામ કરે.આ માળીનું નામ મનજી.મનજી એ બગીચો સરસ બનાવેલો કે આસપાસના લોકો આ બગીચો જોવા આવતાં હતા.અરે !બાજુના શહેરમાંથી  પણ લોકો આ બગીચો જોવા આવતાં હતા.આ બગીચાની એક ખાસિયત હતી.અહીં અનેક ફૂલ છોડ હતા.બીજે જોવા ન મળે તેવા અનેક ફૂલ છોડ પણ અહીં જોવા મળતા હતા.આ બગીચો બીજા બધા જ  બગીચા કરતાં ખાસ હતો.જુદો જ હતો.
રાજાઓના દિવસો હતા.રજા ન હોય તો પણ આ બગીચો  ભરાયેલો રહેતો હતો.અનેક લોકો આ બગીચો જોવા માટે આવતાં જ રહેતા.હવે તો રજાઓ હતી.આમ પણ રજાઓમાં લોકો ફરવા માટે જતા હોય છે.આતો રતનપુર નો બગીચો.અહીતો લોકો આવે જ ને?આ બગીચાનું જતન કરવામાં મનજીભાઈ પણ ખૂબ જ મહેનત કરે.તેઓ આ બગીચામાં રોજ નવું નવું કરતાં હતા.મનજીભાઈ રોજ અવનવું  કરતાં અને બગીચો જોવા આવનાર ને તે બતાવતા હતા.
મનજીભાઈ છોડ અને ફળ ને એ રીતે તૈયાર કરતાં કે તેની બજારમાં કીમત વધારે મળતી.આસપાસના ગામ અને શહેરમાં રતનપુરના ફળ વધારે ભાવ સાથે વેચાતા હતા.અહીં ફળ ખરીદવા લોકો  ખાસ આવતાં હતા.આજે બગીચામાં લોકો  વધારે હતા.મનજીભાઈ બારમાસીનો છોડ સૌને બતાવતા હતા.આજ સુધી સૌ એ સફેદ કે  લાલ રંગના બારમાસીના ફૂલ જોયા હતા.પણ આ બારમાસીનો રંગ આસમાની હતો.
જે આસમાની રંગના ફૂલ જોતાં તે કહેતા કે આવા રંગના ફૂલ અમે જોયા નથી.આ ફૂલ નો રંગ કઈરીતે આસમાની થયો હશે?સૌ વિચારતા હતા.એક નાની છોકરી  કહે:’દાદા,આ ફૂલનો રંગ કઈ રીતે આવો થયો?બરમાસીના છોડ ને તો લાલ કે સફેદ રંગ ના ફૂલ આવે છે.આ ફૂલ નો રંગ આસમાની કઈ રીતે થયો?આ સવાલ સાંભળી મનજીભાઈ કહે:’આ માટે ચાર પાંચ દિવસ પહેલાં તૈયારી કરવી પડે.’મનજીભાઈ ની વાત સાંભળી એક ભાઈ કહે:’મને એમ હતું  કે આવા છોડ તૈયાર જ  મળતા હશે.’આ ભીની  વાત સાંભળી ને મનજી ભાઈ  કહે:’ના,એવું નથી.’
પેલી નાની છોકરી  કહે:’દાદા,તમે આ છોડ ને કઈ રીતે તૈયાર કરો છો?’નાની છોકરીની  વાત સાંભળી મનજીભાઈ કહે:’આ છોડ ને ચાર પાંચ દિવસ પહેલાં છોડ સાથે ઉખાડી લેવો પડે.આ છોડ ને ઉખાડી લીધા પછી તેના મૂળ ને પાણીથી  બરાબર સાફ કરી દેવા પડે.’
છોકરી કહે:’આ છોડ ને ઉખાડી તેના મૂળ ધોઈ ને તમે શું  કરો?’આ છોકરી પણ અનેક સવાલ કરતી  હતી.આ સવાલ સાંભળી મનજીભાઈ કહે:’મે પાણીમાં શાહી નાખી.પાણી નો રંગ શાહી જેવો થઇ ગયો.આ પછી મે શાહીના પાણીમાં આ છોડ ડૂબાડી ને એક ડોલમાં મૂકી દીધો.’
આ વાત સાંભળી પેલી છોકરી  કહે:’પણ શાહીના જેવો તો આ ફૂલ  નો રંગ દેખાતો  નથી.’મનજીભાઈ  હસી ને કહે:’હા,તારી વાત સાચી છે.જો,સફેદ રંગ માં લાલ રંગ ભેળવી એતો રંગ બને?’છોકરી કહે:’સફેદ રંગમાં લાલ રંગ ભેળવવાથી ગુલાબી રંગ બને.’મનજીભાઈ,આ વાત સાંભળી ને કહે:’બસ,એ જ રીતે સફેદ રંગના ફૂલ હોય તેવી બરમાંસીને વાદળી રંગની શાહીથી બનાવેલ પાણીમાં રાખતા તેનો રંગ આસમાની બની ગયો.
આસપાસ ઉભેલા સૌ કહે:;અરે! તમે તો છોડવાના જાદુગર છો.’મનજીભાઈ કહે:’ના હું જાદુગર નથી.પણ ફૂલ છોડ કે ઝાડ ને આપવામાં આવતું પાણી આ રીતે ફૂલ છોડમાં કે તેના દરેક ભાગ સુધી પહોચે છે.આ વાત સમજાવવા માટે મે આવા  છોડ તૈયાર કરી બગીચામાં રાખી દીધા હતા.મનજીભાઈનો જાદુ અને સમજાવવાની નવી રીત જોઈ સૌ ખૂશ થઇ બગીચામાંથી વિદાય થયા.  


Comments

Anonymous said…
nice story...

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી