અપરણિત માતા...



'' એક કિનારે પુરૂષ ખાડા હૈ, એક કિનારે નારી.
આજ યહાં પર દેખો દોનોમે ફાસલા હૈ ભારી.
મનમાની આઝાદી લેકર પંછી ઉડતા ઉપર,
કટે પેરોસે દૂજા પંખી તડપ રહા હૈ ભૂ  પર.''


હિન્દી ફિલ્મમાં આવું દ્રશ્ય હોય તો પાછળ વીજળીના કડાકા થાય.આ તો હકીકત હતી.એક અનોખો નિર્ણય લીધો હતો..તેમણે લગ્ન કર્યા ના હોઈ તેમના પાછળના જીવન વિશે શું?આ વિચારે તેમને અનોખી શક્તિ આપી.ખૂબ જ વિચાર્યું.આખા સમાજ અને દુનિયા સામે લડવાનું હતું.


તેઓ પરણેલાં નથી.પરણેલા નથી છતાં તેમને એક  દીકરી છે.આ અપરણિત માતાનું નામ રેખાબા. સામાજિક રીતે ખૂબ જ કડપ અને ચોક્કસ નિયમોથી બંધન ધરાવતા સમજમાં આવું બન્યું. તેમનો સમાજ ખૂબ જ રૂઢ.એક નોખા અને ચુસ્ત સમાજનાં રેખાબા સરવૈયા.આ સમાજમાં ખૂબ ઓછી મહિલાઓ ભણી છે.તેમની દીકરીનું નામ છે.અભિજ્ઞા રેખાબા સરવૈયા.આ નામ અભીજ્ઞાનું છે.હા,પુરુષ પ્રધાન સમાજમાં સૌની નઝર આ છોકરી અભીજ્ઞા ની પાછળ લખેલા તેની માતાના નામ પર છે.સમાજ વ્યવસ્થા પ્રમાણે તેવું જ હોય.પણ...

હા,અભિજ્ઞાના નામની પાછળ તેની  મમ્મીનું નામ છે. રેખાબા સરવૈયા.આ વાતમાં કોઈ પાત્રનું નામ કે તેની ઓળખ ખાનગી નથી.કશું અહીં કાલ્પનિક નથી.જે છે તે હકીકત છે.રેખાબા સરવૈયા.એક ઉત્તમ સર્જક છે.અખંડાનંદ,મુંબઈ સમાચાર અને અન્ય જગ્યાએ લખ્યું.ગુજરાતી સાહિત્ય અકાદમી ધ્વારા તેમના સર્જનને પારિતોષિક પણ મળ્યું છે.’રેતી પર લખાયેલ અક્ષરો’ને સાહિત્ય પારિતોષિક મળ્યું છે.આ રેતીય અક્ષરોની વાત ફરી ક્યારેક.અત્યારે તેના સર્જકની વાત કરવી છે.એક ઉત્તમ વક્તા અને ઉદઘોષિકા, સંશોધન અને સંશોધક.શ્રેષ્ઠ નિબંધકાર,ઇસરોનો નેશનલ એવોર્ડ મેળવનાર નિષ્ઠાવાન અધિકારી.હાલ તે જામનગરના કલેકટરશ્રીની કચેરીમાં ચીટનીશ છે. દીપુબા દેવડા(ગૂજરાત વિદ્યાપીઠ,અમદાવાદ)ભગવાતીબા ડાભી(ડીવાયએસપી અને મારા સાથી લેખક),બીન્દુબા ઝાલા(ઇનોવેટીવ પ્રાથમિક શિક્ષિકા અને પર્યાવરણના મારા સાથી લેખક)હેતલબા (ઇનોવેટીવ પ્રાથમિક શિક્ષિકા,અમદાવાદ)આ દરેકની વાત આખો લેખ માંગે.
આજે વાત રેખાબની કરીએ છીએ.તેમણે જીવનમાં એક કવિતાની પંક્તિ અમલમાં મૂકી છે.રાજેન્દ્ર શુક્લની આ પંક્તિ પણ વાચકને ગમશે.થોડા ફેરફાર સાથે રેખાબા કહે છે:મજા ના પડે તો તરત મિજાજ બદલું છું,ના આંખ બદલું ભલે અવાઝ બદલું છું.સફર અટકતીનથી તૂફાન ટકરાવાથી,દિશા બદલાતી નથી હું  જહાજ બદલું છું.આવા વિચારો સાથે રેખાબાએ જીવનની શરૂઆત કરી.

જીવનના અનેક તબ્બકે  નિરાશા મળી.છેલ્લો એક દાયકો તેમનાથી  ક્યારેય ભૂલાશે નહિ.તેમણે આ સમયમાં તબક્કાવાર ચાર સ્વજનો ગુમાવ્યા.રેખાબા સાથે ત્રણ બહેનો.બધી બહેનોને એકનો એક ભાઈ.બધામાં સૌથી નાનો ભાઈ.નદીના પૂરમાં તેનો જીવ ગયો. કોઈને બચાવતા તે જીવ ગુમાવી  બેઠો.આ ગાવ કઈ રીતે સહન થાય.આવા દુ:ખ માંથી કોણ બહાર કાઢે?રેખાબાએ તેમના પિતાની હાજરીમાં તેમના ભાઈ ને અગ્નિદાહ આપ્યો. કદાચ ગુજરાતમાં આવું પહેલી વખત બન્યું કે એક બહેને ભાઈને અગ્નિદાહ આપ્યો.આખું ઘર અને તેમાં જીવતા સૌ જાણે સામુહિક અને સામાજિક સમસ્યામાં ઘેરાઈ ગયા.તેમને એવો કોઈ નવો ચોકો કરવાનો વિચાર પણ નથી.પણ તેમને લગ્ન ન કર્યા.હા, ખૂબ જ સમજાવટ છતાં તેમણે લગ્ન ના જ કર્યા.તેમના મનમાં પરિવાર માટે કૈક નવું કરવાનો વિચાર હતો.અત્યારે તેમની બન્ને બહેનો ગૃહસ્થી જીવન જીવે છે.બધી બહેનોની જવાબદારી પૂર્ણ થઇ.તે સરકારી નોકરીમાં હતાં.તેમનું જીવન એકલવાયું લાગ્યું હશે.સતત કાગળ વચ્ચે ફરજ અને સાહિત્યના શોખને લીધે કશુક ક્રાંતિકારી વિચારવાનું કર્યું.નવો વિચાર અમલમાં લાવવાનો તેમણે નિર્ણય લીધો.હું કુંવારી માતા બનીશ.
હિન્દી ફિલ્મમાં આવું દ્રશ્ય હોય તો પાછળ વીજળીના કડાકા થાય.આ તો હકીકત હતી.એક અનોખો નિર્ણય લીધો હતો..તેમણે લગ્ન કર્યા ના હોઈ તેમના પાછળના જીવન વિશે શું?આ વિચારે તેમને અનોખી શક્તિ આપી.ખૂબ જ વિચાર્યું.આખા સમાજ અને દુનિયા સામે લડવાનું હતું.તેમના માતાજી ઉર્મીલાબાને તેમને વાત કરી.હાલ સાહીઠ વર્ષની વૃધ્ધાએ ક્રાંતિકારી નિર્ણયમાં રેખાબને સાથ આપ્યો.માતાનો સાથ અને પવિત્ર વિશ્વાસે તેમને હિંમત આપી.વૈજ્ઞાનિક અભિગમને આધારે બાળક પેદા કરવાનું વિચાર્યું. ઉર્મીલાબાણી હૂંફથી રેખાબાએ પણ મા બનવાનું વિચાર્યું.
સમાજમાં અને સરકારી નોકરીમાં રજાઓ અને તેની વ્યવસ્થાની રીતે અટપટા પત્રો વચ્ચે તત્કાલીન જૂનાગઢના કલેકટરશ્રી આશીર્વાદ પરમાર પાસે તે રજાની માગણી કરવા ગયા ત્યારે રજા તો મંજુર થાય.પણ આ રજા પ્રસુતીમાટે જરૂર હતી.એક વખતતો પ્રસુતીમાટે રજા માંગનાર અપરણિત મામલતદારની માગણી સાંભળી તે અધિકારી  ખૂરશીમાંથી  ઊભા થઈ ગયા.હા,રજા તો મંજુર થઇ.
હવે સમય હતો બેબીને જન્મ આપવાનો.જૂનાગઢના ડૉ.ઉર્વીશ વસાવડાએ તેમની  સારવાર કરી. ટેસ્ટ ટ્યુબ બેબી માટેની સારવાર શરૂ થઇ. સારવાર ચાલી.ભગવાનને ક્યા ખોટા કે એવા બિન વ્યવહારુ પ્રશ્નો હોય છે?માનવ જ મૂંજવણ  ઊભી  કરે છે. ડૉ.ઉર્વીશ વસાવડાની સારવારથી તેમનામાં નવો જીવ વિકાસ પામતો ગયો કૂદરતના નિયમ મુજબ ગર્ભમાં બાળકનો વિકાસ થવા માંડ્યો..આ જીવ પણ જાણે ખાસું નક્કી કરીને આવ્યો હતો.આ જીવ એવો હતો જેનું નામ જન્મ પહેલાં જ નક્કી હતું.આં જીવનું નામ હતું અભિજ્ઞા.તેનો અર્થ થાય બધું જ જાણનાર.આવા જીવનો જન્મ પણ થયો પહેલી નવેમ્બર બે હાજર અગિયારના દિવસે.હા આ તારીખ હતી ૧.૧૧.૧૧.
બેબી અભિજ્ઞા ના જન્મ પછી તેના રખ રખાવ માટે  રેખાબાએ ઓફિસમાં રહી કામ થઇ શકે તેવી જગ્યાએ નિમણૂક માગી.હાલ એ જ કારણે તે જામનગરમાં ચીટનીશ તરીકે ફરજ બજાવે છે.
પોતાની ઓળખ એક અધિકારી કે કર્મચારીના બદલે એક સંવેદનશીલ સાહિત્યકાર તરીકે ઓળખવાનું પસંદ કરે છે.સામાજિક,સંસારિક અને બૌધિક ઉપરાંત શારીરિક રીતે કશું જ ખોટું કે અજૂગતું ના કર્યું છતાં તે અપરણિત માતા બની ભારતમાં આપ્રકારનાં ત્રીજા મહિલા બન્યાં છે.આ ત્રણ વ્યક્તિઓ વિશેની આધારભૂત માહિતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ ઉપરથી મળે છે.
રેખાબા સરવૈયા સાથે વાત કરતાં લાગે કે તે માત્ર વાત નથી કરતાં.પોતાના જીવનને તે રીતે તેમને આ આદર્શોને અપનાવ્યા પણ છે. .



Comments

Chaitanya said…
ખુબ સુંદર વાત ભાવેશભાઈ, અભિનંદન તમને, આવા વ્યક્તિઓને સમાજમાં ઓળખ આપવાનો પ્રયત્ન કરવા માટે અને રેખાબાને આવા ક્રાંતિકારી નિર્ણય, અને અડગ મનોબળ માટે. કલ્પિ અને સમજી શકાય તેવી વાત છે કે સ્ત્રી-પુરુષની નિર્દોષ મૈત્રીને પણ સહન ના કરી શકતા આ સમાજમાં, એક કુંવારી માતા બનવું અને લોકોના વામણા વિચારોની સામે ટટ્ટાર ઉભા રહેવા માટે કેવા કલેજાની જરૂર પડે. બીજી એક સરસ સંયોગની વાત, મારી જન્મતારીખ પણ ૧.૧૧ જ છે પણ ૨૦૧૧ ને બદલે ૧૯૭૧...
abhinandan rekhaba - abhigna ane bhaveshbhai
બ્લોગ બહુ સરસ છે ભાઈલા, પ્રેરણાદાયી વાતો છે એમાં. રેખાબાને હજાર સલામ. લગ્નવ્યવસ્થામાં છીંડું પાડી વિવેક અને મર્યાદાપૂર્વક જીવન જીવતા રેખાબા સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ. આ બ્લોગ પર લઇ આવવા બદલ મૌલીકાનો આભાર માનવો પડે.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર