એજ્યુ સફર ડોટ કોમ
મનીષભાઈ સુથારમારા મિત્ર.નિયમિત ઈ મેલ મિત્ર.દીવાદાંડીના આધાર સ્થંભ.તેમનામાટે ફરી ક્યારેક લખીશું.તેમના મેલ જોવાનું મન થાય.કશુંક ખાસ હોય.
થોડા સમય પહેલા એક મેલ મળ્યો.કમલેશભાઈ ઝાપડીયાનો મેલ મને ફોરવર્ડ કર્યો.મેં મેલને આધારે જોયું.મને થયું લાવ આ વિગતો મારા બ્લોગમાં લખું. કમલેશભાઈ ઝાપડીયા અને તેમની તેમની ટીમે એક વેબસાઈટ બનાવી છે.શિક્ષણ જગતની એક નવી વેબ સાઈટ.અનોખી આભા દર્શાવતી,કંડારતી આ વેબ સાઈટ.બાળકો અને બાળકોને લાગતું કામ કરનાર સૌની આ વેબ સાઈટ.
તેમાં દરેકનું સ્વાગત છે.તે દરેકને આવકારે છે.અહી સૌનું સ્વાગત છે. આપણા અભિપ્રાય અને સૂચનો તે માગે છે.હા સૂચન કરતા પહેલા www.edusafar.com ઉપર જોઈ લેવું.પછી જરૂર જણાય તો કમલેશભાઈને સૂચન કરવું.હા,આપણો અભિપ્રાય ચોક્કસ જણાવવો.આ બ્લોગ લખી હું એજ કરીશ.અભિપ્રાય આપીશ.અભિનંદન આપીશ.હા,શિક્ષણને લગતું કશુક હોય તો પણ મોકલીશ.આપ પણ મોકલશો.ભાઈ કમલેશભાઈની સાથે મજા છે.તેમની સાથે રહેવામાં મજા પડશે.ચાલો આ મજાના કામમાં સહભાગી થઈએ.આવું અભિનવ કામ કરનારના સાથી બનીએ જ.
Comments