પૂનાનું વિદ્યામંદિર....અનોખું મંદિર.




થોડા સમય પહેલાં પૂના જવાનું  થયું.નિયત કાર્યક્રમ મુજબ મારે એક સંસ્થાની મુલાકાતે જવાનું  હતું.સંસ્થા એટલે એક શાળા.હા તદ્દન અનોખી શાળા.આ શાળાની વિશેષતા એ કે તેમાં ખાસ પ્રકારની શિક્ષણ પ્રક્રિયા ચાલતી હતી.આ શાળામાં ચોવીસ વર્ષથી શિક્ષણ કાર્ય ચાલે છે.કોઈને એમ થાય કે શાળામાં તો શિક્ષણ કાર્ય ચાલે જ એમાં નવું શું છે.પણ આ  શાળામાં ખાસ કશુક છે.અહીં CWSN (CHILD WITH SPEICAL NEED) એટલેકે ખાસ જરૂરિયાત વાળા બાળકોની સાથે નોર્મલ બાળકો અભ્યાસ કરે છે.આવું  છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે.નવાઈની  વાત તો એ છે કે બન્ને પ્રકારના બાળકોને અહીં એક જ સાથે ભણાવવામાં આવે છે.
ફર્ગ્યુસન કોલેજના કેમ્પસમાં કાર્યરત આ શાળા એટલા માટે ખાસ છે.કારણ  કે તે ખાસ અભિગમથી ચાલે છે.અહીં હું સવારે અગિયાર વાગ્યે પહોંચ્યો.શાળામાં પ્રિન્સીપાલ શ્રીમતી આકાંક્ષા  જોશી હજાર હતાં.મને આ શાળા સુધી પહોંચવામાં મારા વડીલ મિત્ર શ્રી પ્રશાંત કોટડીયાએ મદદ કરી.મને જાણકારી આપવા સ્થાનિક સ્ટાફ પણ તૈયાર હતો.આ શાળાની શરૂઆત વિશે જણાવ્યું.પ્રિન્સીપાલ મેડમ કહે:આ સંસ્થાના સ્થાપક અને એમ.ડી. શ્રીમતી માધુરીબેન ગોડબોલેએ બે બાળકો સાથે  શરૂઆત કરી  હતી.આ બે બાળક પૈકી એક માધુરીબેનનું  સંતાન હતું.તેઓને હું મળી ન શક્યો.મને જાણવા મળ્યું કે નોર્મલ બાળકો આવા ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો પ્રત્યે ખાસ અભિગમ કેળવે.જીવાતા જીવનમાં તેમના તરફ હમદર્દી નહિ પણ સમભાવ કેળવે ટે રીતે અહીં જીવે છે.તેવું શીખે છે..આવતા વર્ષમાં આ એક પ્રયત્ન પરિણામ બનશે.તેની ઉજવણી પણ થશે.આવા અનોખા વિચાર સાથે ચાલતી આ શાળાની સાથે જોડાયેલ સૌને મારા અભિનંદન.

Gate No:1,
Banglow No:2
Fergusson collage Campus,
Shivajinagar,Pune -411 004

+91 20 2566 0574

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર