શિક્ષક એક પરિવર્તક....
આઈ.આઈ.એમ.અમદાવાદ અને સર રતન તાતા ટ્રસ્ટ ના સહયોગથી આખા દેશમાંથી અભિનવ કામ કરનાર શિક્ષકોને પસંદ કરવાની પ્રક્રિયા ચાલી.આ પ્રક્રિયામાં મારી પસંદગી થઇ.મારી પસંદગી પછીના તબક્કામાં મેં પસંદગી પ્રક્રિયામાં સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવી.
આજે આ ગુરુજીઓ માટેની શોધ યાત્રા ફરી શરુ થઇ છે.આ માં જોડાઈ પોતાના અભિનવ કાર્યોને પ્રમાણિત કરવાની એક તક છે.
શિક્ષક દિને માનનીય મુખ્યમંત્રીઆ. નરેન્દ્ર મોદીના હસ્તે એક પુસ્તકનું વિમોચન થયું.આ પુસ્તક આપણે ગમશે.આપણી આસપાસ આવા અનેક શિક્ષકો છે.તેમને આ વિગતો આપીએ અને અંતર રાષ્ટ્રીય સંસ્થા અને ભારતના ગૌરવને ધપાવવા સહભાગી બનીએ.
આ માટે ગુજરાત સરકાર સાથે આઈ.આઈ.એમ ધ્વારા એમ.ઓ.યુ.થયા છે.જી.સી.ઈ.આર.ટી.ને નોડલ એજન્સી તરીકે ણી જવાબદારી આપી છે.આ વખતની પ્રક્રિયા માટે આઈ.આઈ.એમ.ખાતે ઈનટરનેશનલ ઇનોવેટીવ કોન્ફરન્સનું આયોજન થયું.આ પ્રક્રિયા માટેની કોર ટીમના સભ્ય તરીકે હું હાજર હતો.સુયોગ્ય અને સુચારુ આયોજન સાથે આ પ્રક્રિયા માટે સૌ આગળ વધી રહ્યા છીએ ત્યારે આપ અહી સંપર્ક પણ કરી શકો છો.
પ્રાથમિક શિક્ષણ સચિવ આ.સંગીતા સિંગની ઉપસ્થિતિમાં કોર ટીમની બેઠક થઇ હતી.આપ વધુ વિગતો માટે સંપર્ક કરી શકો છો.
|
ભાવેશ પંડ્યા:bhaveshpandya2008@gmail.com (09428136918) પ્રકાશ સુથાર::sutharpn@gmail.com (09427371794) | |||
Comments