બાપ દીકરી....બાપ લેકી....


દીકરો અને દીકરી.બન્ને માવતરને સરખા જ વહાલા હોય.પણ કેમ જાણે કે દીકરી કદાચ થોડી વધારે વહાલી હોય.કેમ એ જાણવાનું કોઈ મશીન કે સંશોધન થયા નથી.હા, દીકરી એટલે વહાલનો દરિયો.હમણાં હું પૂના હતો.નિયત કામ ચાલતું હતું.સાંજે મારે વડીલ મિત્ર શ્રી પ્રશાંત કોટડીયાને ત્યાં જમવાનું હતું.અમે તેમના ઘરે બેઠા.ખૂબ જ સારા લેખક,વિચારક અને કેળવણીકાર તરીકે મહારાષ્ટ્રમાં નામ ધરાવે છે.ઓળખ ધરાવે છે.
જમવામાં હજુ વાર હતી.અમે બેઠા હતા.તેમણે મને એક પુસ્તક બતાવ્યું.આ પુસ્તકનું નામ હતું બાપ લેકી.મરાઠી ભાષામાં લેકી એટલે દીકરી.આ પુસ્તકની વિશેષતા એ હતીકે તેમાં દરેક લેખકે  દીકરીના પ્રસંગ વિશે લખ્યું હતું.મહારાષ્ટ્રના વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓ અને તેમના જીવનની વાત.દીકરીની વાત,દીકરી સાથે જોડાયેલી વાત..આ વાત મને ગમી.મરાઠીમાં પુસ્તક હતું.મને થોડું સમજાયું.આ પુસ્તક અને તેનો વિચાર મને ખૂબ ગમ્યો. BREP  FOUNDATION,GUJARAT મા મેં આ વાત મુકી. BREP  FOUNDATION,GUJARAT પણ આવું એક સરસ પુસ્તક બનાવવા પ્રયત્ન કરે છે.આપ બધાં જોડાશો તેવી આશા છે.
આપ રીતે મદદ કરી શકો...
·         આપને સંતાનમાં દીકરી હોય તો આપ સંપર્ક કરો.
·         દીકરી હોય તેવા પરિવાર સુધી આં વાત પહોંચાડો.
·         આપનું લખાણ પણ આપ મોકલી શકો છો.
ભાવેશ પંડ્યા
૬,ઋચાર્મી
મારૂતિનંદન સોસાયટી.
સરગમ બંગ્લોઝ,શિવનગર,ડીસા.
09428136918
09925044838

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી