ગૌરવનો સાક્ષી...


રવીન્દ્રનાથ ટાગોરના હસ્તાક્ષર

મહારાષ્ટ્ર રાજ્યનું એક અનોખી ઓળખ ધરાવતું શહેર એટલે પૂના.દગડુ હલવાનું પૂના.દગદુ શેઠ ના ગણપતીનું આખા ભારતમાં અને ભારતની બહાર પણ મહત્વ છે.મારે ત્યાં જવાનું થયું.અહીં મારે એક સંસ્થામાં ROLE OF ACTIVITY IN PREESCHOOL EDUCATION ની વાત કરવાની  હતી.હું ગુજરાતથી ૯ મી મેં ના રોજ રવાના થયો.મારી સાથે મારા મિત્ર અને તેમનો પરિવાર પણ હતો.અમે બન્ને પરિવાર સાથે મુસાફરી કરી પૂના પહોંચ્યા.દગડુ શેઠના ગણપતિના દર્શન કર્યા.હોટલ ઉપર આવ્યા અને સાંજે મારા આયોજકને મળ્યા.
કામ પતાવી અમે વૈશ્વિક ઓળખ ધરાવતી ફર્ગ્યુસન કોલેજ જોવા ગયા.શું અદભૂત સ્થળ.ભારતદેશને રાહ બતાવનાર ગાંધીજી.અને ગાંધીજીના આધ્યાત્મિક ગૂરૂ ગોપાલકૃષ્ણ ગોખલે.તેમણે સ્થાપેલી આ કોલેજ.ખૂબ જ વિશાળ સંકુલ અને એટલીજ તેની ભવ્યતા.પૂનાની શૈક્ષણિક અને અનોખી ઓળખમાં આ વિસ્તારની જ જાણે અસર છે.બ્રિટીશ કાઉન્સિલની લાયબ્રેરી અને એવી જ અનેક સંસ્થાઓ.મને આ વિસ્તારની ઓળખ આપવા મારા વડીલ અને મિત્ર શ્રી પ્રશાંત કોટડીયા હતા.તેઓ A STUDY ABROAD PROGRAM FOR AMERICAN UNDERGRADUATE STUDENTS  મા DIRECTOR  FOR INSTITUTIONAL & COMMUNITY RELATION-INDIA તરીકેની જવાબદારી નિભાવે છે.જ્યાં બેસી ગાંધીજી,આંબેડકર અને આવા અનેક મહાનુભાવો બેસતા ત્યાં અમે પણ બેઠા.ખૂબ જ પવિત્ર ભાવ થયો.ત્રણ લાખ કરતાં વધારે પુસ્તકો ધરાવતી લાયબ્રેરી પણ અહીં જોવાની તક મળી.અમે આ પરિસરમાં ફરતાં હતા ત્યાં એક સંગીત વાગ્યું.આ સંગીત ખાસ સૂચના આપતું હતું.અમને સૂચના મળી.આપણે ઊભા રહીશું.હવે વંદે માતરમ વાગ્યું.અમે હતા ત્યાં જ ઊભા રહ્યાં.બેફીકર કહેવાતા યુવાનો.વિદ્યાર્થીઓ,ચોકીદાર,પાણીપુરીની લારીવાળો.પરિસરમાં સાયકલ ચલાવતા બાળકો અને મારી નજર પહોંચી ત્યાં સુધી બધાંજ ઉભાં હતાં.મને આ વાતાવરણ ખૂબ ગમ્યું.
સાંજે અમે પરત હોટલ પર આવ્યા.આખા દિવસ દરમિયાન ખૂબ મજા પડી પણ વંદેમાતરમ વખતે પાંસઠ એકરના વિશાળ કેમ્પસમાં ઉભેલા એ બધાં જ લોકોને યાદ કરતાં મને ખૂબ જ સંતોષ થયો.આ જગ્યાએ હું પણ આ સમયનો સાક્ષી થયો તેનું ગૌરવ પ્રાપ્ત કર્યું. 

Comments

ખૂબ જ સરસ.....
ખૂબ જ સુંદર...
અભિનંદન...
આપનાં વિચારો ઉમદા છે.
શિક્ષણ જગત સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ મારા બ્લોગની અવશ્ય મુલાકાત લે.

પ્રશાંત ગવાણીયા

http://prashantgavaniya.blogspot.in
Bee The Change said…
આજે આપનો બ્લોગ જોયો.પછી જવાબ લખું છું.

મને બ્લોગ ગમ્યો.
આભાર.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી