આપનો સવાલ મારો જવાબ....


હું નિયમિત બ્લોગ અપડેટ કરું છું.આ કામ મને ખૂબ ગમે છે.મારો બ્લોગ નવું વિચાર લાવવા માથે છે.કદાચ આ વિચાર નવો  ના હોય.એક અભિનવ વિચાર જે મને ગમે...મને વિચારતો કરે તેવી જ વાત હું લખું છું.વચ્ચે મેં કેલેન્ડર વિશે લખ્યું હતું.આ વાંચીને કોઈએ મને કહ્યું કે દરેક મહિના વિશે લખો.જેમ દરેક નામ કોઈક અર્થ આપે છે.અંગ્રેજી,ગુજરાતી કે કોઈ પણ કેલેન્ડરના મહિનાના નામ પાછળ કોઈ વાત હોય છે.આવું ખૂબ લખેલું ભેગું કર્યું.મારી જોડે માહિતી હતી.થોડી શોધી.બધું ભેગું કર્યું ભેગું કરીને લખ્યું.લખેલું બધું મઠાર્યું.થોડુ કોઈને પૂછ્યું અને હવે...આ માહિતીને યોગ્ય રીતે આપની સામે મુકવા પ્રયત્ન કરું છું.
૧ લી જાન્યુઆરી:
આપણા માટે આ અંગ્રેજીનો પહેલો મહિનો છે.નવા વર્ષનું આ પ્રવેશ દ્વાર.આ નામ પડ્યું રોમના દેવતા જાનુસના નામથી.જાનુસ બારણાં અને દરવાજાના દેવતા છે.જાનુસદેવ માટે દંતકથા છે કે તેમને ભૂતકાળ અને ભવિષ્યકાળનું માથું દેખાતું હતું.રોમાને કેલેન્ડર ગ્રીકો પાસેથી અપનાવ્યનું ઇતિહાસમાં કહેવાયું છે.આ વર્ષ ૩૦૪ દિવસનું હતું.આ કેલેન્ડરમાં દસ મહિના હતા.જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના રોમના રાજા નુમા પોમ્પીલિયસે ઉમેરેલા.પણ તે વખતે ૧૧મો મહિનો જાન્યુઆરી હતો.આમ જ ૧૨ મો મહિનો ફેબ્રુઆરી હતો.આ કારણે આ કેલેન્ડરમાં ભૂલ રહેતી.
આ કેલેન્ડર માટે કહેવાય છે કે આ કેલેન્ડર ત્રણ માસ આઘળ હતું.મહિનો ઠંડીનો હોય ત્યારે ખૂબ ગરમી પડતી હોય.આ કારણે આજથી સાતસો વર્ષ પહેલાં નુમાએ આપનાવેલ આ કેલેન્ડરને સીઝરે સુધરાવ્યું.હવે આ પહેલો મહિનો જાન્યુઆરી થયો અને બીજો મહિનો ફેબ્રુઆરી થયો.આ કેલેન્ડરને જુલિયન સીઝર કેલેન્ડર તરીકે ઓળખવામાં આવતું.આ સીઝરનું  કેલેન્ડર ૧૫૦૦ વર્ષ સુધી ચાલુ રહ્યું.આવી અનેક વાતો આપણે જોઈશું.

Comments

Jayesh Patel said…
Write a history about VALENTINE DAY 14th February

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી