GOOD MORNING એસ.એમ.એસ....
આજનો આ દિવસ અને આ વર્ષ વિશ્વમાં અનેક રીતે યાદગાર છે.આજે સ્વામી વિવેકાનંદની જન્મ થયો હતો.આ આખું વર્ષ આ નિમિત્તે ખાસ છે.આ ઉપરાંત ગણિતશાસ્ત્રી રામાંનુજનને ૧૨૫ વર્ષ સને:૨૦૧૨ માં થાય છે. આ વર્ષને ભારતીય ગણિત વર્ષ તરીકે ઉજવવાનું છે.યુનોએ આ વર્ષને દુનિયામાં સહકારી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.
વિવેકાનંદ,રામાનુજ કે સહકારી માળખું.આ બધું જ ભારતની વિશ્વને દેન છે.મેં થોડાક દિવસ પહેલાં એક ફોટાની કોમેન્ટમાં લખ્યું હતું.સુદાનની વાત હતી.અને દુષ્કાળ સામે લડવાની નિષ્ફળતા બાબતે ફોટો હતો.મેં લખ્યું કે આપણે પણ મહાસત્તા બનવા જઈ રહ્યા છીએ.બની શકીએ છીએ. ભારતમાંથી શીખેલું ઇઝરાઇલ ધાબા ઉપર ખેતી કરે છે.દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે.આપણે વસ્તી વધારાને લીધે જમીનને નાની થતી જોઈ રહ્યા છીએ.આપણે આજે ઇઝરાઇલ ખેતી શીખવા જઈએ છીએ.
વર્ગીસ કુરિયન(અમૂલ),પૂર્ણીમાબેન પકવાસા(ડાંગના દીદી),ડૉ.પ્રવીણ મહેતા(મુંબઈ)વિઠ્ઠલકાકા(જોધપુર) આવા અનેક વ્યક્તિઓ છે જેમણે અત્યારે પણ દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે.આ બધી જ વ્યક્તિઓ યુવાનને શરમાવે તેમ કામ કરે છે.
વર્ગીસ કુરિયનની ઓળખ હું એક જ શબ્દમાં આપું કે અમૂલ.સાત સભ્યોની સહકારી સમિતિ બનાવનાર કુરીયનને આજે અમૂલને બ્રાન્ડ બનાવી છે.હાલ તેઅમૂલમાં નથી.તે નિવૃત્ત છતાં પ્રવૃત્ત જીવનજીવે છે.
પૂર્ણિમાબેન પકવાસા ડાંગની દીદી.ગાંધી બાપુની અસર ધરાવતું જીવન.ડાંગમાં શિક્ષણનું કામ શરુ કર્યું.બાપુને મળ્યા.બાપુ એટલે અહિંસાના પ્રચારક,બાપુને બેન મળ્યા.બાપુએ તમને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી.આ એક જ મહિલા કે વ્યક્તિ જેને બાપુ આવી પરવાનગી આપી હોય.હું તેમણે મળ્યો છું.
હા,ડૉ.પ્રવીણ મહેતા અત્યારે હયાત નથી.જો ડૉ.મહેતા ન હોતતો આજે મારા ભારતીય ભાઈ બહેનો ૩૦ થી ૪૦ કરોડ વધારે હોત.માત્ર સેકન્ડોમાં નસબંધીનું ઓપરેશન તેઓ કરતા.વિશ્વમાં આવા ઓપરેશન સૌથી વધારે તેમણે કરેલા.તેમના નામે ચાર વખત વર્લ્ડ રેકોર્ડ નોધાયો હતો.
વિઠ્ઠલકાકા મૂક બધિર છે.રાજસ્થાનના બસ્તર વિસ્તારમાં આજે પણ બાળકો માટે કામ કરે છે.નિશાળ વગરનો શિક્ષક,બોલ્યા વગર ભણાવતો શિક્ષક.હું તેમની પાસે શીખવા જાઉં છું.સતત સાથે રહી તેમનું અવલોકન કરું છું.તે બાળકોને ઘરકામ આપે છે.ઘરકામ ચકાસે છે.છોકરાં તેને સમજે છે.કાકા બોલતા નથી.મજા મજા...બસ છોકરાને કાકા ગમે છે.કાકા પાંચ સાત દિવસ રોકાય.વર્ષમાં બે ત્રણ વખત આવે.આ વિસ્તારના બાળકોમાં તેમનો પ્રભાવ છે.
એક એસ.એમ.એસ...
નથી ગમતું,ગણું પણ કૈક તો એવું ગમે છે.
જેના કારણે જ આ ધરાની ઉપર રહેવું ગમે છે.
(પરિમલ પટેલ અને હરેશ પટેલનો good morning એસ.એમ.એસ.)
Comments