બટન ખોલો અક્ષર સુધારો....
એક શાળામાં જવાનું થયું.શાળાની વિશેષ ઓળખ હતી.આ શાળાનું નામ હતું.આસપાસના નાનાં શહેરમાંથી અહીં છોકરાં આવતાં.મારે આ શાળાના બાળકો કઈ રીતે કામ કરે છે તે જોવાનું હતું.શાળાના મેડમ હાજર ન હતા.હું એક ટીચર જોડે વર્ગ જોતો હતો.મોઘા વર્ગ ખંડ હતા.લગભગ બધી જ સુવિધા હતી.મારી સાથેના ટીચરે મારો પરિચય આપ્યો.તેમણે મારી સાથે વાત શરુ કરી.થોડી આડી અવળી વાત પછી આ પહેલાં ધોરણના મેડમ મને કહે,’સાહેબ આ છોકરાંના અક્ષર સારા આવે તે માટે હું શું કરું?’મને થયું બેને ખાલી જ સવાલ કર્યો છે.મેં સામે પૂછ્યું:’તમે આ માટે શું કર્યું છે?’મારો સવાલ પુરો થાય તે પહેલાં બેને એક ખાનગી પ્રકાશનની અક્ષ્રરપોથી(નામ બદલેલ છે.)બતાવી.
મેં કહ્યું:’આ પુસ્તકમાં લખવાથી અક્ષર સુધાર્યા?’મેડમે ઠંડા કલેજે જવાબ આપ્યો’ના’.મારી અપેક્ષા મુજબનો જ જવાબ હતો.
મેં કહ્યું બેનજી,અક્ષ્રર સારા આવે તે માટે આવી ચોપડીની જરૂર નથી.તમે આ છોકરાંને ગરે થોડું કામ આપો.મારી વાત સોભાળી મેડમ કહે:’અમારી સ્કુલમાં નિયમિત હોમવર્ક આપીએ છીએ.’મેં કહ્યું બેન તમે તેમણે ઘરે કામ આપો પણ ભણવાનું નહિ.મારી સાથે આવેલા ટીચરને પણ નવાઈ લાગી.તે કહે:’એવું શું કામ હીય?’મેં કહ્યું:’બટન ખોલવાનું.’મારી વાત સમજાવતા મેં કહ્યું:જો તમે આ બાળકોને ઘરે કામ આપો ત્યારે તેમણે કહેવું કે ઘરે કપડાં વાળતી વખતે ધોયેલાં કપડાંના બટન બંધ કરવા.આ રીતે ઘરમાં નાની અમથી પણ મદદ થશે અને બાળકોના હાથ કેળવાશે.
સારા અક્ષર માટે હાથની કેળવણી ખૂબ જરૂરી છે.
· માટીના રમકડાં બનાવવાથી બાળકોના હાથ કેળવાય છે.સીતાફળ,કેળાં અને આવા બીજા ફળ માટીમાંથી બનાવતા હાથની આંગળિયો,તેનાં ટેરવાં અને હાથનો પંચો(હથેળી)કેળવાય છે.
· જૂના નાકામાં પેપરની પસ્તીમાંથી ફોટા ફાળવવાની પ્રવૃત્તિ કરાવી શકાય.ફોટાને બહારથી કા તરની મદદ વગર ફાળવવો જેથી બાળકની આંગાળિયો અને તેનાં ટેરવાં કેળવાશે.
· કાપડનાં બટન બંધ કરાવવાથી અને ખોલાવવાથી પણ ટેરવાં અને આંગાળિયો કેળવાય છે.
શહેરી જીવન જીવતા લોકો માટે કદાચ આ પૈકી કોઈ પ્રવૃત્તિ અશક્ય નથી.હા જરૂરી છે તેમાં વિશ્વાસની.મારી વાત ચાલતી હતી અને ટીચર કહે:’એની શું સાબિતી?’મેં કહ્યું તમે કયા હાથથી લખો છો.મને કહે:’જમણા હાથે.’મેં કહ્યું:’તમે જમણા હાથે લખો છો ડાબા હાથે લખો તો તમારા કેવા અક્ષર આવે?’મને કહે:’ખરાબ અક્ષર આવે.’મેં કહ્યું:’તમે જમણા હાથે વધારે બટન ખોલી શકો કે ડાબા હાથે?’મને થોડી વાર વિચારીને કહે:’બન્ને હાથે બટન ખોલી શકું,પણ...ડાબા હાથે મને કામ કરતાં થોડી વારમાં થાક લાગે.’ મેં કહ્યું:’કારણ તમારો જમાનો હાથ કેળવ્યો છે.ડાબા હાથ કરતાં જમણા હાથમાં વધારે કામ થાય છે.અક્ષર પણ સારા આવે છે.’મેં કહ્યું કેળવણી એટલે વાંચવું અને લખવું જ નહિ.કેળવણી એટલે કેળવાવું.સારા અક્ષર માટે આવી જ રીતે કેળવી શકાય.સારા પ્રકાશનની ફોર કલર લેખન પોથીથી નહિ.(03/01/2012)
Comments