મેઘધનુષી વિકાસ...


બાળકોના સાચા વિકાસ માટે શું કરી શકાય?કેટલક મા બાપ પોતે પણ તનાવમાં રહે છે,બાળકોને પણ તનાવમાં રાખે છે,હું ક્યાંક બેઠો હતો.પરિચિત પરિવાર હતો.આ પરિવારમાં એક છોકરી.તેનું નામ ખ્યાતી.તે પહેલાં ધોરણમાં ભણે.અમે બેઠા હતા.તે શાળામાંથી આવી.મોટું દફતર પણ હતું જ.દફતર ખેચતી ખેચતી આવી.સીધી મારી બાજુમાં ગોઠવાઈ ગઈ.તેની મમ્મીએ તેણે દફતર મુકવા કહ્યું.ખ્યાતીએ ના સોભળ્યું.તેની મમ્મીએ દફતર લઇ ઠેકાણે કર્યું.દફતર વગે કરી તેની મમ્મી છણકાતી કહે:’ખ્યાતીનું બધું જ કામ મારે કરવાનું.’(તો કોણ કરે?)અમે વાત કરતા હતાછોકરાં શું કરે? શું ન કરે? તે કાયમ મોટેરાં નક્કી કરે છે.તે ખરેખર બાળકોનો અધિકાર છે.વૈશ્વિક રીતે યુનોએ પણ બાળકોના વિશેષ અધિકારોની જાહેરાત કરી જ છે.બાળકના વિકાસ માટે સાત રંગ જરૂરી છે.આ સાત રંગ આપણા બાળકને અલગ બતાવશે.અલગ બનાવશે.હવે વિચારો શું તમારું બાળક નીચે મુજબના કામમાં રસ લે છે?


શું આપનું  બાળક...
·         પોતાના કોસ  જાતે કરે છે...
·         પોતાનો વિકાસ  કરે છે,શું તે જાતે નીખરે છે...
·         પરિચિત અપરિચિત વ્યક્તિ સાથે તે વાદસંવાદ કરેછે...
·         શું તે પોતાના કામમાં લીન રહે છે ...
·         તે પોતાની રીતે વસ્તુને પીછાણે છે...
·         તે અભિનય કે તેવું કોઈ  નાટક કરી શકે છે...
·        તે સંગીતમાં કે  રાગ રાગિણીમાં રસ કેળવે છે...
આ વિવિધ પ્રવૃતિઓ વિકાસ માટે છે.સર્વાંગી વિકાસ માટે છે.બાળકમાં સંભવિત આ ક્રિયાઓ અહીં લખી છે.આ બધાંમાં આપણને જા.ની.વા.લી.પી.ના.રા.દેખાય છે.આ મેઘધનુષ્યના રંગો કહેવાય છે.આ જ નામે ઓળખાય પણ છે.જેમ આકાશની સુંદરતા મેઘધનુષથી હોય છે તેમ જ,વ્યક્તિની સુંદરતા આ જણાવેલ  સાત રંગથી હોય છે.આપનું  બાળક અત્યારે કેટલું કામ જાતે કરે છે તે ન જાણનાર માતાપિતા બધું જ કામ કરતા હોવાનું દર્શાવે છે.દુનિયામાં મહાન બનેલા લોકો જીવનમાં જાતે જ વિકાસ પામી ઓળખ પામ્યા છે.
શું તમે જાણો છો તમારા બાળકને તમારી કેવી અને કેટલી મદદની ખરેખર જરૂર છે?(૧૦.૦૧.૨૦૧૨)



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી