યાહ્યા સપાટવાલા...


ચાલો ત્યારે આપણે બન્ને સાથે સાથે રમીએ,
ગોળ દુનિયામાં સૌની સાથે ગોળ ગોળ ગોળ રમીએ.

અમે ગોળ...ગોળ...ગોળ...ગોળ...ગુમીએ,અમે તાળી દઈને રમીએ.આ ગીત ગવાતું હતું.કોઈ એક પુરુષના અવાજમાં આ ગીત ગવાતું હતું.સૌ  આ ગીત જીલતાં  હતાં.મેં પણ  જોયું.મને ગીતના શબ્દો ગમ્યા.તેની ધૂન પણ ગમી.હું નજીક ગયો.અમારા એક અમારા સાથી આ ગીત ગવડાવતા હતા.ફ્રેંચ કટ દાઢી.ગોરો વાન.સરસ ગીત ગવડાવ્યું.ગીત પુરું થયું.બધાજ લોકોએ તાળીઓ પાડી.ખૂબ તાળી પાડી.ગીત પુરું થતા કોઈ એક ભાઈ આવ્યા.તેમણે આ કલાકારનો હાથ પકડી સ્ટેજ પર ચાલવાનું શરુ કર્યું.આ કઠલાલની વાત છે.ત્યાં એસ.આર.જી.ની બેઠક હતી.
બાળગીત ગાવાની વાત હોય.નવું સર્જન હોય.કન્ટેઇનની વાત હોય.પેડેગોગી(શિક્ષણશાસ્ત્ર)ની વાત હોય કે વાત હોય પાઠયપુસ્તક લેખનની.બધાં જ કામમાં પોતાની એક અનોખી ઓળખ ધરાવનાર, નામ છે યાહ્યા સપાટવાલા.હું તેમને ગુરુજી કહું છું.મને એ વાતનો આનંદ છે કે તેઓની સાથે હું કામ કરું છું.ગુરુજીના આશીર્વાદથી હું તેમની સાથે લખું છું.અમે પહેલા અને બીજા ધોરણના પુસ્તકમાં સાથે છીએ.અહીં મારા સાથી લેખકો મને કહે છે.
ગીત ગાવામાં સપાટવાલા.
રમતમાં સાથે સપાટવાલા.
સૌ છોકરાં સાથે સપાટવાલા.

લાડુ ખાતા આ સપાટવાલા.

મજાના અમારા સપાટવાલા.
અમને ગમતા સપાટવાલા.     

(* ધોરણ એક બે ના લેખકો.)

ખૂબ મજાના માણસ.મને ગમતા માણસ.મારા મિત્ર-ગુરુ.એક સીધા માણસનું આડું અવળું અને યાદ રાખવું ગમે તેવું નામ.યાહ્યા સપાટવાલા.(૧૩/૦૧/૨૦૧૨)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી