હવે સૂરજદાદાનો વારો...


સૂર્ય મકર રાશિમાં પ્રવેશે.સૂર્યનું સંક્રમણ મકર રાશિમાં થાય.આપણે કહીએ મકરસક્રાંતિ.હિંદુ સંસ્કૃતિમાં આવા અનેક તહેવારોનું મહત્વ છે.આપણે કોમ્પ્યુટરથી ન ગણી  શકીએ એવું આપણા પૂર્વજો ગણતરી કરીને અદભૂત ગણિત શીખવી ગયાં છે. દુનિયામાં કેલેન્ડરનો એક આગવો ઇતિહાસ છે.

એક સરસ વાત...
મનોજભાઈ અને ઈબ્રાહીમભાઈ ખાસ મિત્રો હોય.બંનેના ઘરે સંતાનની પ્રાપ્તિ થાય. જો બન્ને મિત્રો પોતાના ધર્મના કેલેન્ડર મુજબ ગણે તો બત્રીસ વર્ષ પછી મનોજભાઈનો છોકરો બે વર્ષ મોટો ગણાય.હિંદુ ધર્મમાં જેમ બીજનું મહત્વ છે. આજ રીતે ઉર્દૂ કેલેન્ડર મુજબ છઠનું મહત્વ છે.

એક બીજી વાત...
શું તમે માનો  છોકે માર્ચ મહિનો  વર્ષનો પહેલો મહિનો હોય.શું તમે માનો છો કે ફેબ્રુઆરી મહિનો  વર્ષનો  છેલ્લો મહિનો હોય.હા આ વાત ખોટી નથી.આખી દુનિયાનું  કેલેન્ડર એક ન હતું ત્યારે આવું જ હતું.વર્ષની ગોઠવણ માટે...૩૬૫ દિવસ નક્કી કરવા કાયમ દિવસોમાં વધ કે ગટ  થતી..જો ૩૬૩ દિવસ થાય તો આ વર્ષમાંફેબ્રુઆરીના ૨૯ દિવસ ગણાતા.અને૩૬૪ દિવસ થાય તો ફેબ્રુઆરીમાં ૨૮ દિવસ ગણાતા.આવું અનેક વર્ષો ચાલ્યું.પછી દર ચાર વર્ષે તેની ગણતરી કરી ચોક્કસ વ્યવસ્થા થઇ.

આ એ જમાનાની  વાત છે જ્યારે જેનો પ્રભાવ જ્યાં હોય તેનું કેલેન્ડર ચાલતું.દુનિયાના ભૌતિક વિજ્ઞાનીઓએ જાન્યુઆરી થી ડિસેમ્બર ને વૈજ્ઞાનિક અભિગમથી જોડી દીધા.
જેમ કે...
એક હોય તો...મોનો,બે હોય તો...ડાય,ત્રણ હોય તો...ટ્રાય...ચાર હોય તો...ટ્રેકટા...પાંચ હોય તો...પેન્ટા...છ હોય તો...હેક્સા...સાત હોય તો...હેકટા આઠ હોય તો...ઓક્ટો...નવ હોય તો...નોન અને દસ હોય તો...ડેકા.આ રીતે વૈજ્ઞાનિક આધારે મહિનાના ક્રમ નક્કી થયાં.ઈસવિસન ના મહિનાના નામ આ રીતે નક્કી થયાં.વિવિધ ખ્રિસ્તી સંતોના નામ ઉપરથી અંગ્રેજી વારના નામ પડ્યા.એ જ રીતે જેમ  હિંદુ પંચાંગના વારના  નામ ગ્રહપરથી  પડ્યા.

અરે એતો વિચારો કે હિંદુ અને ખ્રિસ્તી કેલેન્ડરનો  સમનવય પણ કેવો.દરેક વખતે ૧૪ મી જાન્યુઆરીએ જ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે.એ જમાનામાં કેલેન્ડર બનાવનાર કઈ નેટ ઉપર બેસીને કેલેન્ડર બનાવતા ન હતાં.આજે છતાં પણ સાતત્ય જળવાય છે.દર બત્રીસ વર્ષે આખું કેલેન્ડર રીપીટ થાય છે.આજે ૧૪ મી જાન્યુઆરીએ ગુરૂવાર છે.અંધારિયાની એટલેકે વદની ચોથ છે.આવું જ હવે ઇ.સ.૨૦૪૪માં થશે.જયારે ૧૪ મી જાન્યુઆરીએ ગુરૂવાર હશે.હા અંધારિયાની એટલેકે વદની ચોથ પણ ત્યારે હશે.(૧૧/૦૧/૨૦૧૨)



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી