દરીયાના મોજાં ....


દરીયાના મોજાં દરેક માટે અનોખું મહત્વ ધરાવે છે.કોઈને પ્રેમમાં કે કોઈને વહેમમાં.આ મોજાં કામ લાગે છે.લગભગ તેર વર્ષ પહેલાંની વાત છે.હું ભાવનગર ઈજનેરી કોલેજમાં ભણતો હતો.એ-વન મ્યુઝીકલ ગ્રુપમાં હું આર્ટીસ્ટ તરીકે જતો.અહીં મારા એક મિત્ર.આનંદ કુબાવત તેનું નામ.કિશોરકુમારના અવાજમાં ગાય.ખૂબ સરસ અવાજ અને એવો જ માણસ.૧૦ જાન્યુઆરી ૧૯૯૦ની વાત છે.અમારો કાર્યક્રમ રાજકોટમાં હતો.રસ્તામાં એક અકસ્માત થયો..આનંદને હોસ્પીટલમાં દાખલ કર્યો.ઓપરેશન કરવું પડ્યું.આનંદનો જમણો હાથ કાપવો પડ્યો.શો પતાવી અમે હોસ્પિટલ ગયા.તેનો પરિવાર જામનગરથી નીકળી ગયો હતો.અમે આખી રાત બેઠા.રાતે તેનો  પરિવાર આવી  ગયો.સવારે તેની પેલી ....આશા આવી.દરિયાના મોજાં વાળી આવી.તેણે સમાચાર પૂછ્યા.અમે જવાબ આપ્યા.થોડી વાર પછી કોઈએ જણાવ્યું કે તેનો હાથ કાપવો પડ્યો છે.પેલી દરિયાના મોજાવાળીના મોઢાના રંગ બદલાતા હતા.અમે હોસ્પિટલથી હોસ્ટેલમાં આવ્યા.અહીં આનંદના નામનો પત્ર આવ્યો.તેમાં લખ્યું હતું...’હું આનંદને પ્રેમ કરતી હતી પણ હવે સામાજિક રીતે મારા પરિવારમાં એ શક્ય નથી.’અમે જામનગર ગયાં.આનંદને વાત કરી.તે ખૂબ નિરાશ અને દુ:ખી થયો.અમેતો હોસ્ટેલમાં પરત આવી ગયાં.થોડા દિવસો પછી આનંદ ઘરેથી કોલેજ આવવાનો હતો.અમે તેને લેવા બસ સ્ટેન્ડ ગયાં.આનંદ ન આવ્યો.બીજા દિવસે પણ રાહ જોઈ તે ન આવ્યો.અમે જામનગર તપાસ કરી.આનંદ ઘરેથી નીકળી ગયો હતો.મેં કોલેજમાં પેલી દરીયાના મોજાં વાળીને પૂછ્યું.તે કહે:’આનંદ,મારો એક્સ છે,મને વાયમાં રસ છે.’મેં કહ્યું:પણ તનેતો પ્રેમ હતોને.મારી સામે જોયા વગર તે કહે:

’દરીયાના મોજાં કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ?એમ પૂછીને થાય નહિ પ્રેમ.
(આનંદને મળ્યે બાર વર્ષ થયાં.તેના સમાચાર નથી.અકસ્માતને 
આજે તેર વર્ષ  થયાં.)(૦૯.૦૧.૨૦૧૨)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી