ગણિતનો જાદુગર...(જોડાક્ષર વગરની વારતા.)
એક છોકરો.તેનું સાચું નામ જગદીશ.આખી નિશાળ તેણે જશાને નામે ઓળખે.આ જાહો ગણિતમાં ખૂબ હોશિયાર.તેણે આડું અવળું કરવું ખૂબ ગમે.તે દાખલા ફાટાફટ ગણે.બીજાંને પણ શીખવે.એક દિવસની વાત છે.જશાની નિશાળમાં એક સાહેબ આવવાના ન હતા.આજે જશાના ધોરણનાં છોકરાંને એક બેન ભણાવવાના હતા.મોટા સાહેબે સૂચના આપી.આજે પાંચમાં ધોરણનાં છોકરાં બેનના ધોરણમાં બેસશે.સાહેબની સૂચના પૂરી થાય તે પહેલાં છોકરાંએ દોટ મૂકી.
બેન બેઠા હતા.એક સાથે વધારે છોકરાં હતાં.બસ,બેનેતો સીધું લખવા આપી દીધું.”’એક થી સો ની એકાદીનો સરવાળો કરો.’છોકરાં તો બસ છોકરાં.બેનની વાત પૂરી થાય તે પહેલાં છોકરાં એ લખવાનું શરુ કરી દીધું.૧,૨,૩,૪ એમ કરતાં કરતાં ૧૦૦ સુધીનો સરવાળો કરવાની તૈયારી કરી.જશો પણ આ છોકરાની સાથે લખવા લાગી ગયો હતો.બીજાં છોકરાં લખે તે પહેલાં જશાએ ૫૦૫૦ (પાંચ હાજર પચાસ)જવાબ લખીને બેનને તેનું કામ બતાવી દીધું.બેન પણ વિચારમાં પડી ગયાં.આટલો ઝડપી જવાબ જશાએ કઈ રીતે ગણી લીધો?
બેન કહે તારો આ દાખલો કઈ રીતે સાચો?જશો કહે’બેન ૧,૨,૩ અને ૪ નો સરવાળો કેટલો થાય?’ બેને મનોમન ગણતરી કરીને ૧૦(દસ)જવાબ આપી દીધો.જશો કહે બેન તમે સરવાળો કરી જવાબ લાવી દીધો.મેં બીજી રીતે જવાબ આપી દીધો.બેન કહે:’તે કઈ રીતે જવાબ શોધી લીધો?આટલો ઝડપી જવાબ કઈ રીતે આવે?’જશો કહે બેન મે એક થી ચારનો સરવાળો કરવા માટે નવી રીતનો ઉપયોગ કરી જોયો.બેન કહે’એવી કઈ રીત છે?’જશો કહે બેન ૧ થી ૪ નો સરવાળો કરવામે ૪ નો ૫(પાંચ)સાથે ગુણાકાર કરી લીધો.આ જવાબને ૨(બે)વડે ભાગતાં મળેલો જવાબ ૧ થી ૪ નો સરવાળાનો જવાબ થાય.જશાના કહેવાથી બેને આ રીતે ગણતરી કરી જોઈ.ગણતરી કરી લીધા પછી બેન કહે જશા તું તો જાદુગર છે.ગણિતનો જાદુગર.
બેનની રીત:
૧+૨+૩+૪=૧૦
જશાની રીત:
૪ નો ૫ વડે ગુણાકાર=૨૦
૨૦નો ૨(બે)વડે ભાગવાથી મળતો જવાબ=૧૦
Comments