વડીલોના સંતાનો...
ગિજુભાઈ બધેકા અને વિક્રમ સારાભાઈ.ગુજરાતનું ગૌરવ.આખી દુનિયામાં બાળ કેળવણી અને વિજ્ઞાનમાં આગવાં નામ.મેં આ બન્ને વિશે વાંચું છે.તેમના લખેલા અને તેમના ઉપર લખાયેલા પુસ્તકો પણ વાંચ્યા છે.મને ગણી વખત થતું કે આ બે પરિવારમાંથી હાલ કોઈ ગુજરાતમાં છે કે કેમ?મલ્લિકા સારાભાઈ તો ગુજરાતમાં છે.ક્યારેક સારી ને ક્યારેક ખોટી વાતમાં તેમાના સમાચાર બને છે.
છતાં સારાભાઈના અનેક મોટા યોગદાન અને તેમના પરિશ્રમને આપણે ના ભૂલાય.હા,હું વાત કરતો હતો આ મહા માનવોના સંતાનોની.
અમારા આ વખતના પાઠ્યપુસ્તકના વર્કશોપમાં અમે બે વિભૂતિને મળ્યા.મારા જવાબો જાણે મને એક જ સ્થળે મળી ગયા.છેલ્લા છ મહિનામાં અમને આ ત્રણ વિભૂતિની સાથે મુલાકાતની સગવડમાં પરોક્ષ્રરીતે આયોજક થનાર જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગરના શ્રી સંજયભાઈ ત્રિવેદી નો આભાર માની મારી વાત લખું છું.
· ગૂજરાત વિદ્યાપીઠ ખાતેના સામાજિક વિજ્ઞાનના ધોરણ ૬ થી ૮ ના લેખનના વર્કશોપમાં મોરારજી દેસાઈ ના પુત્રને મળવાનું થયું.પોલીટીકલ સાયન્સના આ વિધ્યાર્થીને મળ્યા.ખૂબ આનંદ થયો.મોરારજીભાઈ દેસાઈ અલગ ગુજરાતના વિરોધમાં હતા.તેવું મેં ક્યાંક વાંચેલું.પણ તેમના પૌત્રને મળવાની મજા પડી.હા,મજા પડી.
· થોડા દિવસ પહેલા એક વર્કશોપમાં હતો..આ બેઠકમાં બે સારા માણસોના સારા સંતાનોને મળવાનું થયું.વિક્રમ સારાભાઈના પુત્ર શ્રી કાર્તિકેય સારાભાઈ. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાં ડાયરેકટર.તેમણે અમારા લેખકોના ગ્રુપની મુલાકાત લીધી. અમને માર્ગદર્શન આપ્યું.આટલો મોટો માણસ અને સરળતા જાણે એકદમ સરળ.મને તેમના કરતા તેમની સહજ સરળતા સ્પર્શી ગઈ.
· શ્રીમતી મમતાબેન પંડ્યા,એન.સી.ઈ.આર.ટી.નવી દિલ્હી ના પર્યાવરણના પાઠ્યપુસ્તકના લેખક, સી.ઈ.ઈ.ના પ્રોગ્રામ કૉઓર્ડીનેટર અને ગિજુભાઈ બધેકાના દોહીત્રી.તેમને મળીને મને વધારે આનંદ એ વાતનો થયો કે તે આજ કેમ્પસમાં હતાં.અરે આ બન્ને મહાનુભાવો આજ કેમ્પસમાં હતાં.તેમને મળવાથી જાણે બાળકેળવણી અને વિજ્ઞાનને મળ્યા જેવું લાગ્યું.
Comments