મૌન કહો તો ...

મૌન કહો તો એક શબ્દ છે આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી.

જળની કુંડળી પરપોટામાં
શાને જાય સમાઇ ?
પથ્થરમાંથી ઝરણું ક્યાંથી
પ્રકટે નવાઇ ?

નદી,સરોવર,સમદર જળની જૂજવી હોય કહાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

રેતી પર એક નામ લખું
રે પવન ભૂંસતો જાય
જળમાં તારું નામ લખું તો
તરંગમાં લહેરાય

રહસ્ય પછી જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
(અજયભાઈ પારકરના આભાર સાથે )

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર