એક એવી નિશાળ હોય...

એક એવી નિશાળ હોય.અહીં છોકારાંની જ સત્તા હોય.
ના હોય હોમવર્ક ને ના આવું જ બીજું કઈ કામ હોય.
અહી આવીને બસ મજા જ મજા સૌને આવતી હોય.

એક એવી નિશાળ હોય.

એક એવી નિશાળ હોય,અહીં છોકરાંની જ ઈચ્છા હોય.
ના ભણવાનું બસ ક્યારે અહી બધું જાણવા માટે જ હોય.
અહી બેસીને શું શું છે અવનવું તેણે જ બસ માણવાનું હોય.

એક એવી નિશાળ હોય.

એક એવી નિશાળ હોય,અહીં છોકરાંની જ સેવા હોય હોય.
ના કોઈ ફી કે ફી ને નામે તેના જેવા બીજા જ ચાળા હોય.
ગુરુજીનો સાચો પ્રેમ હોય, આ પ્રેમમાં જ સાચું ભણતર હોય.

એક એવી નિશાળ હોય

Tamilnaduni chokarini kavita
R.alknanda(std7)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી