શાળામાં કોમ્પ્યૂટર છે ???


બે છોકરાં વાતો કરતાં જતા હતાં.બન્ને એકજ ધોરણમાં હતાં.તે આવતા હતાં.હું તેમની પાછળ આવતો હતો.મેં તેમની વાત સાંભળી.મને નવી જ વાત જાણવા મળી.એક છોકરો કહે:મારી શાળામાં કોમ્પ્યુટર નથી.શું તારી શાળામાં કોમ્પ્યુટર છે?બીજો છોકરો કહે:હા મારી શાળામાં કોમ્પ્યુટર છે.પણ...છોકરો અટકી ગયો.તે કહે:કોમ્પ્યુટર તો છે.સાહેબ અડકવા દેતા નથી.આ જમાનામાં આવી પણ અને શાળાઓ છે.જેમની ફી ની યાદીમાં આ નામે રૂપિયા ભેગા કર્યા છે.હા,તેની  સગવડ આપવામાં આડોડાઈ કરનાર આ સંચાલકોને કોઈ તો પૂછે કે તમારી શાળામાં write to education કાયદાની જોગવાઈ મુજબ ૨૫% સીટો મફત ભરવામાં આવી છે?તમારું બાળક ભલે આ સારી શાળામાં ભણે,ખૂબ સારી વાત છે.આવી બાબતોની આપણે ભણેલા માણસોએ જ ચિંતા કરવી પડશે.
આજે કોમ્પ્યુટર કોઈ મોટી વસ્તુ નથી પણ જયારે આખા સમુદાયને સાથે લઇ ચાલવાનું હોય ત્યારે વિચારવું રહ્યું.

એક વખત હૈદરાબાદ જવાનું થયું હતું.Activity Base Learning અંતર્ગત આધ્રપ્રદેશ રાજ્યમાં ગણું કામ થયું છે.છત્તીસગઢ અને તમિલનાડુ જોયા પછી અહી હૈદરાબાદ જવાનું થયું.ત્યાં એક ગેઇમ જોઈ હતી.છોકરો ને જેના વિશે જાણવું હોય તેનો અભિનય કરવો પડે.આ પ્રવૃત્તિ જોયા પછી સમજાયું,છોકરોને જે જાણવું છે તેણો અભિનય કરવાનો થતો હોઈ તેણે જવાબ ના મળે તેમાં પણ મજા હોય...મજા પડે છે.

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળમાં ધોરણ ચોથાના ગુજરાતી વિષયના પાઠયપુસ્તકમા મામાનો કાગળ એક પાઠ છે.આ પાઠમાં મામાએ ભાણીને પત્ર ધ્વારા કમ્પુટરનો પરિચય આપ્યો છે.ગામડે સુધી આ એકમથી કોમ્પ્યુટરનો પરિચય આપે છે.વા અનેક સારા એકમો ધરાવતા આ પુસ્તકોનું આ છેલ્લું વર્ષ છે.આવતા વર્ષે નવા પુસ્તકો ગુજરાતમાં ધોરણ ૧ થી ૮મા આવે છે.

મિત્રો ધોરણ ચારમાં બીકણ સસલી પાઠ દ્વારા વિરામ ચિહ્નોની ઓળખ તેમજ તેના ઉપયોગની સમજ આપવામાં આવેલી છે.જોડાક્ષર શીખવવા માટે જાદુઈ પેટી એકમ છે..ચોક્ક્સ રીતે પરિચય આપતી આ અનોખી શૈલી ધરાવતા એકમો આજે પણ એટલાજ મહત્વના છે.આવતીસાલ આવા જ ચોકકસ રીતે નવી રીતે આજ કામ થશે.હા બાળકોને આ જમાના પ્રમાણે ભણવાની મજા આવીજાય તેવા પુસ્તકો છે.
અત્યારે જે પુસ્તકો છે તે લખવામાં પણ હું જોડાયો હતો.જે આવતી સાલ નવા આવે છે.પુસ્ત કોના લેખક તરીકે પણ મારી દરેક ધોરણમાં એક પુસ્તકની જવાબદારી છે.પણ હવે આગળની વાત ફરીથી યાદ કરીએતો...

...કોમ્પ્યુટર તો છે.સાહેબ અડકવા દેતા નથી....અત્યારે ઘણાને  કહેતા સાંભળીએ છીએ કે અમારા જમાનામાં આવો પાઠ હતો.આ કવિતા અમને ફલાણા સાહેબ ભણાવતા.અમને ખૂબ મજા આવતી.પણ ફરીથી યાદ કરીએ કે બધું જ છે.આજે સરકારી પ્રાથમિક શાળાઓ પણ કમ્પ્યુટરની માલિકી ધરાવતી થઇ છે.પણ કમ્પ્યુટરને અડવાની પરવાનગી નહિ મળે તો...

દરેક વિચારે.આપણે છોકરાને શામાટે ભણાવીએ છીએ?તે નક્કી થાય અને માતા પિતાની સમજ કેળવાય તે જરૂરી છે.હવે આપણે વિચારીએ.બીજાને પણ આ તરફ વિચારતા કરીએ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર