ગાય એનું ગીત...
આ ફૂલોમાં રંગ તો કોણે પૂર્યા,કોણે લીધી હાથમાં પીંછી પીંછી.(૨)
આ ઊભેલાં ઝાડવાને કોણ નચાવે,કોણે એનામાં તાલ પૂર્યા,પૂર્યા.
આ ફૂલોમાં રંગ તો કોણે પૂર્યા,કોણે લીધી હાથમાં પીંછી પીંછી.(૨)
આ મોટા પહાડો કોણે કાર્ય (૨)કોણે એના પર માટી ભરી.
આ ફૂલોમાં રંગ તો કોણે પૂર્યા,કોણે લીધી હાથમાં પીંછી પીંછી.(૨)
આ રાત દિવસનો ભેદ કોણે કર્યો,(2)કોણે દિવસ રાત જૂદા કર્યા.
આ ફૂલોમાં રંગ તો કોણે પૂર્યા,કોણે લીધી હાથમાં પીંછી પીંછી.(૨)
આ માનવ શરીર તો કોણે કર્યા,કોણે આ સુંદર કયા કરી.
આ ફૂલોમાં રંગ તો કોણે પૂર્યા,કોણે લીધી હાથમાં પીંછી પીંછી.(૨)
- ભાવેશ પંડ્યા.
(ગીત તરંગ ભાગ:-2)
Navbharat sahity mandir
અમદાવાદ.
Comments